અંડરઆર્મ્સની કાળાશ દુર કરી આપશે આ ઉપાય એ પણ કોઈ કેમિકલ વાળી કોસ્મેટીક વિના

અંડરઆર્મ્સની કાળાશ દુર કરવાના ઉપાય

નમસ્કાર મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અંડરઆર્મ્સની કાળાશ દુર કરવાના ઉપાય. આ એક સામાન્ય સમસ્યા છે જેના લીધે લગભગ દરેક મહિલાઓ અને પુરુષો પરેશાન છે. પણ હવે તમારે આ તકલીફથી ગભરાવાની જરૂર નથી. આજે આ પોસ્ટ દ્વારા અમે જે પણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેને મહિલાઓ અને પુરુષો બન્ને અપનાવી શકે છે.

મહિલાઓ પોતાના ચહેરાની સુંદરતા સાથે સાથે બગલ ને લઈને ખુબ જાગૃત રહે છે. કાળી બગલ એક એવી સમસ્યા છે જેના લીધે ફેશનની શોખીન દરેક મહિલાઓ પીડાય છે, આમ તો આ કોઈ મોટી સમસ્યા નથી પણ ઉનાળાની ઋતુમાં મહિલાઓ સ્લીવલેસ કપડા પહેરવાનું પસંદ કરે છે અને બગલની કાળાશ ને લીધે તેમના આ શોખને મારવો પડે છે. કાળી બગલ ના લીધે ખુલ્લા હાથ પણ ફેલાવી નથી શકતી.

ઘણી વખત વધુ સેવ કરવાથી, કોમેસ્ટીક બનાવટનો ઉપયોગ કરવાથી, ડેડ સેલ્સ ના લીધે બગલ કાળી થઇ જાય છે. મોટા ભાગે બગલને સારી રીતે સાફ સફાઈ ન કરવાને લીધે તે કાળી પડી જાય છે. તમે આ ઉપાયને ગરદન ની કાળાશ દુર કરવા માટે પણ કરી શકો છો. જો તમે પણ બગલની કાળાશ ની તકલીફથી પરેશાન છો તો અમે તમારા માટે એક કુદરતી નુસખો લાવ્યા છીએ જેની મદદથી બગલની કાળાશ દુર કરીને તેને ગોરી બનાવી શકો છો.

તો આવો જાણીએ આ નુસ્ખા વિષે.

(1) આ નુસખા માટે તમારે 2 મોટી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી બેકિંગ સોડા, 1 મોટી ચમચી મધ અને 1 લીંબુનો રસ ની જરૂર પડશે આ બધી વસ્તુને ભેગી કરી લો.

(2) સૌથી પહેલા એક વાટકામાં હળદર પાવડર, બેકિંગ સોડા, મધ અને લીંબુનો રસ નાખીને સારી રીતે ભેળવીને એક પેસ્ટ બનાવો.

(3) આ પેસ્ટને અંડરઆર્મ્સ ઉપર સારી રીતે લગાવો અને પછી 15-20 મિનીટ માટે લગાવીને રહેવા દો. ત્યાર પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો પછી નારીયેલ તેલથી મસાજ કરો.

મિત્રો તમે આખી પોસ્ટ વાચી તે માટે તમને ખુબ ખુબ ધન્યવાદ અમારું પેજ લાઈક ના કર્યું હોય તો લાઈક કરી દેજો જેથી અમારા આર્ટિકલ તમારા સુધી પહોંચે અને કોઈપણ પ્રશ્ર્ન હોય તો અમારા પેજ માં મેસેજ કરી શકો છો