ઊંઘતા પહેલા પીવો ઘી વાળું દૂધ, આયુર્વેદે પણ માન્યું આને ગંભીર રોગોનો રામબાણ ઈલાજ.

આયુર્વેદ મુજબ દૂધમાં ઘી નાખીને પીવુંએ ઘણા ગંભીર રોગો માંથી મુક્તિ મળે છે. દૂધમાં ઘી નાખીને પીવું હાડકાઓ માટે ફાયદાકારક હોય છે. ઘી દૂધમાં રહેલા વિટામીન ડીને શોષીને આપણા હાડકાઓને મજબૂતી પૂરી પાડે છે. આજના સમયમાં લોકો પોતાના શરીરને મોટાપાથી બચાવવા માટે કે ન જાણે કેટલા કેટલા પ્રકારની વસ્તુનો ત્યાગ કરી દે છે, તેમાંથી એક છે ઘીનું સેવન, જે કરવાથી લોકો દૂર ભાગે છે.

પણ તમારું આમ કરવું તમારા શરીરને ઘણા પ્રકારની ગંભીર બીમારીઓને આમંત્રણ આપવા સમાન છે. આયુર્વેદ એ પણ સ્વીકાર્યું છે કે દૂધમાં ઘી નાખીને પીવાથી ઘણા ગંભીર રોગો માંથી મુક્તિ મળે છે. દૂધમાં ઘી નાખીને પીવાથી રોગ દુર થાય છે, સાથે જ શરીરના હાડકા મજબુત થાય છે.

તે ઉપરાંત, ઘી વિટામીન એ, વિટામીન કે અને વિટામીનને પણ શોષી લે છે, જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. ગરમ દૂધમાં ઘી ભેળવીને ખાવાથી માત્ર એ જ ફાયદા નથી, તે શિશુથી લઇને વડીલો માટે ખુબ ફાયદાકારક પુરવાર થાય છે.

પાચન ક્રિયા વધારો :

દૂધમાં ઘી નાખીને પીવાથી તમારું પાચન કાર્ય મજબૂત થઇ જાય છે. ઘી વાળું દૂધ પીવાથી પાચન ઈંઝાઈમ ઝડપથી કામ કરે છે, જેનાથી ઉત્તમ પાચનમાં મદદ મળે છે. જો તમને કબજિયાત છે અથવા પાચન તંત્ર નબળું છે, તો તમે નિયમિત રીતે ઘી વાળું દૂધ પીવું જોઇએ.

સેક્સ ડ્રાઇવ વધારે છે :

સંભોગ પછી કમજોરી અથવા થાક અનુભવો છો, તો એક ગ્લાસ હુફાળા દૂધમાં ગાયનું ઘી ભેળવીને પીવાથી, થાક અને નબળાઇ ખૂબ ઝડપથી દૂર થઇ જાય છે. દૂધમાં ઘી ભેળવીને પીવાથી સેક્સ ડ્રાઈવ વધે છે.

નબળાઈ દૂર કરો :

આયુર્વેદિક માન્યતા છે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સાકર ભેળવીને પીવાથી શારીરિક, માનસિક અને મગજની નબળાઈ દૂર થાય છે. સાથે જ, જવાની હંમેશાં જળવાઈ રહે છે. કાળી ગાયના ઘીથી ઘરડા વ્યક્તિ પણ યુવાન જેવા થઇ જાય છે. પ્રેગનેન્ટ સ્ત્રી ઘીનું સેવન કરે તો ગર્ભસ્થ શિશુ બળવાન, પુષ્ટ અને બુદ્ધિશાળી બને છે.

સ્ત્રીઓ માટે :

સ્ત્રીઓમાં પ્રદર રોગની સમસ્યામાં ગાયનું ઘી રામબાણની જેમ કામ કરે છે. ગાયનું ઘી, કાળા ચણા અને દળેલી ખાંડ ત્રણે સરખા પ્રમાણમાં ભેળવીને લાડુ બનાવીને ખાલી પેટ સેવન કરવું જોઈએ.

આંખો માટે :

એક ચમચી ગાયના ઘીમાં એકનો ચોથો ભાગ ચમચી કાળા મરીનું મિશ્રણ ભેળવીને, સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે માખણ ખાવ. ત્યાર પછી એક ગ્લાસ ગરમ દૂધ પીવો. આંખોની દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જશે.

મોઢામાં છાલા :

શિયાળામાં દિવસ આખામાં એક વખત દૂધમાં ઘી નાખીને પીવાથી તંદુરસ્ત બની જાય છે. દવાઓના કારણે શરીરમાં ગરમી થવાથી અથવા મોઢામાં છાલા થવા ઉપર પણ તે રામબાણની જેમ કામ કરે છે.

આ ઉપાય નોધી રાખો આથવા એફબીમાં સેવનો ઓપ્શન આવે છે એમાં સેવ કરી રાખો.