ઊંઘમાં શરીર અને મગજ સાથે શું થાય છે, જાણો કેટલાક રોચક તથ્યો, જીવનમાં કામ લાગશે.

મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે સુતી વખતે તેમનું શરીર અને મગજ બન્ને નિષ્ક્રિય અવસ્થામાં જતા રહે છે. પરંતુ તે સાચું નથી, જયારે તમે ઊંઘો છો, તો તમારું શરીર અને મગજમાં એટલી બધી કામગીરી થતી રહે છે કે કદાચ તમને વિશ્વાસ નહિ આવે. ઊંઘ દરમિયાન શરીર અને મગજ તમારા આરોગ્ય માટે જરૂરી ઘણા કામ પુરા કરતા રહે છે.

આપણે ઊંઘવા જાગવાને જેટલી સરળ પ્રક્રિયા સમજીએ છીએ, એટલી પણ સરળ નથી. ઊંઘના બે પ્રકાર હોય છે. રેપીડ આઈ મુવમેન્ટ (Rapid Eye Movement, REM) અને નોન આરઈએમ (Non Rapid Eye Movement) મુવમેન્ટ.

નોન-આરઈએમ સલીમ :

જયારે તમે ઊંઘવાનું શરુ કરો છો, તો તે અવસ્થાને નોન-આરઈએમ સલીમ કહેવામાં આવે છે અને તમે તમારા આરામનો મોટા ભાગનો સમય તેમાં પસાર કરો છો. સૌથી પહેલા હળવી ઊંઘનો N1 સ્ટેજ આવે છે અને પછી ગાઢ N3 સ્ટેજ. તે દરમિયાન તમારું મગજ ધીમે ધીમે બહારની દુનિયા તરફ ઓછું રિસ્પોસિંવ થતું જાય છે અને જાગવું મુશ્કેલ બનતુ જાય છે.

તમારા વિચાર અને શરીરને મોટા ભાગના કામ ધીમા પડી જાય છે. તમે તમારી ઊંઘનો અડધા કરતા વધુ ભાગ N2 ફેજમાં પસાર કરો છો, જેના ઉપર વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, તમે લાંબા સમયગાળાની યાદો દુર કરવાનું કામ કરો છો.

આરઆઈએમ સ્ટેજ (REM Stage)

તેનું નામ જ એવું એટલા માટે રાખવામાં આવ્યું છે, કેમ કે તે દરમિયાન તમારી આંખોનો ડોળો પાપણની પાછળ ઝડપથી મુવમેન્ટ કરે છે. આ સ્ટેજમાં તમે સૌથી વધુ સપના જોઈ રહ્યા હો છો. તમારા ધબકારા, શરીરનું તાપમાન, શ્વાસ લેવા, બ્લડ પ્રેશર દિવસને ધ્યાનમાં રાખીને સપના આવી જાય છે. તમારું સિંપેથેટીક નર્વસ સીસ્ટમ જે જાતે જ પ્રતિક્રિયા આપે છે, સક્રિય થઇ જાય છે. પરંતુ તેમ છતાં પણ તમારું શરીર સ્થિર જ રહે છે.

ઊંઘ :-

સંપૂર્ણ ઊંઘ દરમિયાન તમે ઓછામાં ઓછું ૩ થી ૫ વખત બધા સ્ટેજ માંથી થઇને પસાર થાવ છો. પ્રથમ વખતની REM સ્ટેજ માત્ર થોડી મીનીટોની જ હોય છે, પરંતુ નવી સાયકલ સાથે તે લાંબી થતી જાય છે, લગભગ દોઢ કલાક સુધી. જયારે N3 સ્ટેજ ફ્રેક નવી સાયકલ સાથે નાની થતી જાય છે. જો તમારી REM સ્લીપ કોઈ પણ કારણે ખરાબ થઇ જાય છે, તો તમારું શરીર પછીની રાત્રે તેની પૂર્તતા કરવાનો પ્રયાસ કરે છે.

શરીરનું તાપમાન :

તમારા શરીરનું તાપમાન થોડું નીચે ઉતરતું રહે છે અને જાગવાના ૨ કલાક પહેલા સૌથી નીચું થઇ જાય છે. REM ઊંઘ દરમિયાન તમારું મગજ તમારા શરીરના થર્મોમીટરને પણ ચાલુ કરી દે છે. તે દરમિયાન તમારા બેડરૂમમાં ઠંડી કે ગરમી સૌથી વધુ અસર કરે છે. સામાન્ય રીતે, ઠંડો રૂમ તમને સારી ઊંઘ અપાવવામાં મદદ કરે છે. જયારે તમે ઉઠો છો, તો પુશ-અપ્સ કે હલવા ચલવાને કારણે તમારા શરીરનું તાપમાન વધે છે. અને તમે વધુ એલર્ટ થઇ જાવ છો.

બ્રીડીંગ :

જયારે તમે જાગો છો તો શ્વાસ લેવાની પ્રક્રિયા સૌથી વધુ બદલાઈ જાય છે. જયારે તમે ગાઢ ઉંગમાં હો છો, તો તમે ધીમે ધીમે શ્વાસ લો છો, પરંતુ જેવું જ REM સ્ટેજમાં પહોચો છો, તો તમારી બ્રીડીંગ ઝડપી થઇ જાય છે અને તેમાં વધુ ફેરફાર આવવા લાગે છે.

હાર્ટ :-

ગાઢ કે નોન આરઈએમ ઊંઘ તમારા બ્લડ પ્રેશરને ઓછું કરી દે છે, જેનાથી તમારું હ્રદય અને લોહીની ધમનીઓને આરામ કરવા અને રીકવર થવાની તક મળી જાય છે.

મગજ શું કરી રહ્યું હોય છે? :-

જયારે તમે આંખો બંધ કરો છો, તો નોન આરઈએમ ઊંઘમાં પહોચવાનું શરુ કરો છો, તમારા મગજની કોશિકાઓ દિવસની સરખામણીમાં વ્યવસ્થિત થાય છે. પરંતુ જયારે તમે સપના જોવા લાગો છો, તો તમારા મગજની કોશિકાઓ સક્રિય બની જાય છે. હકીકતમાં તે દરમિયાન તમારા મગજની કામગીરી લગભગ દિવસમાં જાગતા હો, તેવી રીતે જ થાય છે.

સપના જોવા :

આપણે વર્ષોથી સપના વિષે વાતો કરતા આવીએ છીએ, પરંતુ આજે પણ તે એક રહસ્ય જ બની રહેલું છે. એ સ્પષ્ટ નથી કે સપના કેમ આવી રહ્યા છે? અને તેની પાછળનું કારણ શું છે? REM સ્ટેજ દરમિયાન સૌથી વધુ સપના આવે છે. ખાસ કરીને સપના ખુબ જ સરસ દ્રશ્યોથી ભરપુર હોય. આમ તો તમે ઊંઘની બીજી અવસ્થાઓમાં પણ સપના જોઈ શકો છો. રાત્રે ઘણી વખત શરીરના ઝકડાઈ જવાના અનુભૂતિની સ્થિતિમાં ગાઢ નિંદ્રાની અવસ્થામાં હો તે દરમિયાન જ આવે છે.

ગાઢ નિંદ્રા દરમિયાન તમારું શરીર માંસપેશીઓ, અંગો અને બીજી કોશિકાઓનું સમારકામનું પણ કામ કરે છે. પ્રતિકારક તંત્ર (ઈમ્યુન સીસ્ટમ) ને મજબુત કરતા રસાયણોનો પ્રવાહ લોહીમાં થવા લાગે છે. જયારે તમે યુવાન અને તંદુરસ્ત હો છો તો ત્યારે રાતની ઊંઘનો પાંચમો ભાગ ગાઢ નિંદ્રામાં જ વાપરો છો. પરંતુ જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે અને ૬૫ વર્ષની ઉંમર પછી આ સ્ટેજ ઝીરો સુધી પહોચી શકે છે.

મગજનો કચરો કાઢે છે :

વૈજ્ઞાનિકોના માનવા પ્રમાણે REM સ્ટેજ દરમિયાન આ તમામ માહિતીઓને દુર કરવાનો પ્રયાસ કરે છે, જેની તમારે જરૂર નથી. ઘણા અઘરા પ્રશ્નોનો જવાબ ત્યારે લોકો વધુ સારી રીતે આપી શકે છે. જયારે તે ઊંઘ લઈને ઉઠે છે. ઊંઘ લીધા પછી લોકો વસ્તુ વધુ સારી રીતે યાદ કરી શકે છે અને ઘણા કામ પણ સારી રીતે કરી શકે છે. જે લોકોને ઊંઘની અવસ્થાઓની સરખામણીમાં પુરતી REM ઊંઘ મળે છે, તે લોકો આ લાભથી દુર રહે છે.

બ્રેનસ્ટેમ :

મગજનો આ ભાગ ઊંઘ દરમિયાન ઘણી મહત્વની કામગીરી કરે છે. તે મગજની એક બીજી સંરચના હાઈપોથેલ્મસ સાથે વાત કરે છે. જેથી તમને સુવા જાગવામાં મદદ મળી શકે. સાથે મળીને બન્ને GABA નામનું રસાયણ નીકળે છે જે ઉત્તેજિત કેન્દ્રોને શાંત કરે છે. તે કેન્દ્ર તમને ઊંઘમાં જવાથી રોકી શકે છે.

આરઈએમ ઊંઘ દરમિયાન બ્રેનસ્ટેમ કામચલાઉ ધોરણે નિષ્ક્રિય માંસ પેશીઓને સંદેશા મોકલતા રહે છે. જેથી તમારું શરીર, હાથ અને પગની મુવમેંટ થતી રહે છે. તે તમને તમારા સપનાના કામોને વાસ્તવિકતામાં કરવાથી પણ અટકાવે છે. `

હાર્મોન સિંફની :

ઊંઘતા દરમિયાન તમારા શરીર અમુક હાર્મોન્સ વધુ બનાવે છે અને અમુક હાર્મોન ઓછા. ઉદાહરણ તરીકે, ગ્રોથ હાર્મોન વધી જાય છે અને તણાવ સાથે જોડાયેલા કાર્ટીસોલ હાર્મોન ઓછા બને છે. ઘણા વૈજ્ઞાનિકોના માનવા મુજબ અનિન્દ્રા શરીરના હાર્મોન બનાવવાની પ્રક્રિયામાં તકલીફો સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. ઊંઘની ખામીથી ભૂખને નિયંત્રિત કરતા હાર્મોન્સનું પણ સ્તર પ્રભાવિત થઇ શકે છે અને તેનાથી તમે કેટલું ખાવ છો, તે પણ બદલાઈ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.