લોકડાઉનમાં અનોખા લગ્ન, વરરાજો બાઈક પર જાન લઈને આવ્યો, કન્યાને પાછળ બેસાડી અને જતો રહ્યો

ના ઘોડી ના બગી, વરરાજો બાઈક પર જાન લઈને પહોંચ્યો, ફટાફટ લગ્ન કર્યા અને બાઈક પર જ કન્યાને લઈ ગયો

‘લગ્ન’ નો દિવસ કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જ વિશેષ હોય છે. તેઓ આ વિશેષ દિવસની તૈયારી ઘણા સમય પહેલાથી શરૂ કરી દે છે. ખાસ કરીને એક છોકરીને તેના લગ્નને લઈને ઘણી બધી આશાઓ હોય છે. ભારતમાં જયારે પણ લગ્ન થાય છે, ત્યારે તેને ઘણી ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે. આ લગ્નમાં ઘણા પરિચિત લોકો પણ આવે છે.

ત્યારે આ લગ્ન તે યાદગાર ક્ષણ બની શકે છે. આમ તો આ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે લગ્ન કરવા વાળા ઘણા દંપતીની આશા ઉપર પાણી ફરી ગયું છે. લોકડાઉનને કારણે જ હવે લોકો ખૂબ જ સાદગીથી લગ્ન કરવાની ફરજ પડી રહી છે. સ્થિતિ એ છે કે એક લગ્નમાં 10 – 15 થી વધુ લોકો પણ નથી આવી શકતા.

આવું જ એક દૃશ્ય ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં મંગળવારના દિવસે જોવા મળ્યું. ખાસ કરીને લોકડાઉનને લીધે, અહિયાં એક વરરાજા બાઇક ઉપર પોતાની જાન લઈને કન્યાને સાથે લઈ જવાની ફરજ પડી હતી. લોકો મોટે ભાગે પોતાના ઘરની કન્યાની વિદાઈ કાર અથવા અન્ય મોટા વાહનમાં ધામધૂમ પૂર્વક કરે છે પરંતુ અહીંયા તો બિચારી કન્યાને તેના નવોઢા પતિ સાથે બાઇકની પાછળ સાદગી પૂર્વક બેસવું જ જવું પડ્યું.

ખાસ કરીને થાણા સિંગાહીની ગ્રામ પંચાયત નિબોરીયાના મજરા પ્રેમનગરમાં રહેતા રાજેશના લગ્ન થાણા નિઘાસનના ગામ ઝંડીની રહેવાસી રાધિકા સાથે 20 એપ્રિલે થવાના હતા. બંને પરિવારના સભ્યોએ લગ્નની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી હતી, પરંતુ લોકડાઉનને કારણે તમામ તૈયારીઓ એમ ને એમ જ રહી ગઈ.

આવી સ્થિતિમાં વરરાજા નિયત સમયે તેના પિતા અને ભાઈઓ સાથે માત્ર ચાર બાઇક ઉપર જ જાન લઈને કન્યાના ઘરે પહોચી ગયા હતા. અહીંયા બંનેએ સોશિયલ ડીસ્ટસિંગનું પાલન કરીને રીત રિવાજો સાથે લગ્ન કર્યા. સાંજે ફેરા લીધા પછી વરરાજા તેની નવી નવલી દુલ્હનને બાઇક ઉપર બેસાડી ઘરે લઇ ગયા.

બસ આ જ રીતે, બીજા પણ ઘણા બધા દ્રશ્યો દેશભરમાં જોવા મળી રહ્યા છે. આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઘણા લોકોના લગ્ન થવાના હતા, પરંતુ લોકડાઉનને કારણે હવે કોઈ પણ ધામધૂમ સાથે લગ્ન કરી શકશે નહીં. આવી સ્થિતિમાં, લોકો લગ્ન માટે સોશિયલ ડીસ્ટસિંગનું પાલન કરીને સાદગી સાથે લગ્ન કરવાનો માર્ગ અપનાવી રહ્યા છે. ઘણા લોકો તેમના લગ્નની તારીખો આગળ લંબાવી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 19 હજારની નજીક પહોંચી ગયો છે. આ વાયરસથી અત્યાર સુધીમાં ભારતમાં 603 લોકો માર્યા ગયા છે. જો કે, 3260 લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ પણ થઇ ગયા છે. હાલમાં સરકારે 3 મે સુધી લોકડાઉન વધારી દીધું છે. જે વિસ્તારો રેડ ઝોનમાં છે ત્યાં તો ખુબ જ વધુ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

શાળાઓ, કોલેજો, કચેરીઓ અને દુકાનો સહિત બધું જ બંધ છે. આ લોકડાઉનને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, કોરોનાને મૂળ માંથી નાબુદ કરવા માટે આ લોકડાઉન અને સોશિયલ ડીસ્ટસિંગ બંને બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.