ઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માંતોડકરની લવ લાઈફ વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે, જાણો તેમના રોચક કિસ્સા. બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરની લવ લાઈફ વિષે ઘણા ઓછા લોકો જાણે છે. તો આવો તમને જણાવીએ તેના વિષે. બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે 42 વર્ષની ઉંમરમાં 3 માર્ચ 2016ના રોજ કાશ્મીરી બિજનેસમેન અને મોડલ મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. દંપત્તિએ આ લગ્ન ગુપ્ત રીતે કર્યા હતા અને દુનિયાને જયારે તે લગ્ન વિષે જાણ થઇ તો બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આમ તો હજુ પણ લોકોને તેના લવ લાઈફ વિષે વધુ જાણકારી નથી. તો આવો તમને જણાવીએ ઉર્મિલા માતોંડકરની લવ લાઈફ વિષે.

રામ ગોપાલ સાથે અફેયરના સમાચારો : ઉર્મિલા માતોંડકરે તેની જોરદાર એક્ટિંગના બળ ઉપર એક પછી એક ઘણી હીટ ફિલ્મો આપી, અને બોલીવુડ જગતમાં ઘણી ખ્યાતી મેળવી, પરંતુ એક સમય એવો પણ આવ્યો, જયારે તેની કારકિર્દી લગભગ પૂરી થવા આવી. આમ તો બોલીવુડ જગતમાં તે સમયે તે વાતની ચર્ચા ઘણી થઇ રહી હતી કે ઉર્મિલા માતોંડકર અને રામ ગોપાલ વર્માના અફેયર ચાલી રહ્યા છે.

urmila matondkar with husband
urmila matondkar with husband

બંનેના અફેયરના સમાચારોએ તે સમયે વધુ જોર પકડ્યું, જયારે ‘રામુ’ એ પોતાની એક ફિલ્મ માંથી બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતને દુર કરીને ઉર્મિલા માતોંડકરને લઇ લીધી. રામ ગોપાલ વર્માએ ઉર્મિલા માતોંડકર સાથે મળીને ફિલ્મ ‘રંગીલા’ બનાવી, જેમાં ઘણી સફળતા મળી અને ઉર્મિલા માતોંડકરને એક નવી ઓળખ મળી ગઈ. આમ તો ત્યાર પછી તેની કારકિર્દી એક ડૂબતી નાવ જેવી થવા લાગી હતી. ફિલ્મ ‘રંગીલા’ પહેલા રામ ગોપાલ વર્માએ ઉર્મિલા માતોંડકરને પોતાની તેલુગુ ફિલ્મ ‘અંથમ’, ‘દ્રોહી’ અને ‘ગાયમ’ માં પણ કાસ્ટ કરી હતી. રામ ગોપાલ ઉર્મિલા માતોંડકરના પ્રેમમાં એટલો પાગલ હતો કે તેણે પોતાની ઓફીસના રૂમનું નામ જ તેના નામ ઉપર રાખી દીધું હતું.

‘લેહરેં રેટ્રો’ ના અહેવાલ મુજબ, રામગોપાલની પત્નીને જ્યારે તેના પતિ અને ઉર્મિલા માતોંડકરના અફેયર વિષે ખબર પડી, તો તેણે તેને હચમચાવી દીધી હતી. અહેવાલ અનુસાર, ‘રામુ’ ની પત્નીએ ગુસ્સામાં આવીને ઉર્મિલા માતોંડકરને થપ્પડ સુધી મારી દીધી હતી. રામ ગોપાલ વર્મા ઉર્મિલા માતોંડકરને કારણે જ તેની પત્નીથી અલગ થઇ ગયા હતા.

urmila matondkar with husband
urmila matondkar with husband

આવી રીતે થઇ મોહસીન સાથે મુલાકાત : ઉર્મિલા માતોંડકર અને મોહસીનની મુલાકાત વર્ષ 2014માં ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની ભત્રીજી રિદ્ધી મલ્હોત્રાના લગ્નમાં થઇ હતી. મુંબઈ મિરરના એક અહેવાલ મુજબ, મોહસીન ઉર્મિલા માતોંડકરને ત્યારથી જ પસંદ કરવા લાગ્યા હતા અને લગભગ એક વર્ષ સુધી તેમણે ઉર્મિલા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. આમ તો પાછળથી તે સફળ થઇ ગયા અને પછી બંને વચ્ચે વાતચીત શરુ થઇ ગઈ. બંનેની મુલાકાત વિષે મનીષ મલ્હોત્રાએ કહ્યું હતું, ઉર્મિલા માતોંડકર અને મોહસીન માટે ઘણો આનંદ થયો. તે 2014 માં મારી ભત્રીજીના લગ્નમાં મળ્યા હતા. તેને એક સુંદર પત્ની મળી.’

ગુપ્ત રીતે કર્યા લગ્ન : ઉર્મિલા માતોંડકરે 42 વર્ષની ઉંમરમાં 3 માર્ચ 2016ના રોજ કાશ્મીરના બિજનેસમેન અને મોડલ મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા. મોહસીન ઉર્મિલા માતોંડકરથી ઉંમરમાં 10 વર્ષ નાના છે. આ લગ્ન ગુપ્ત રીતે થયા હતા અને આખી દુનિયાને તેની જાણ ત્યારે થઇ જયારે તેણે પોતે એક સત્તાવાર નિવેદન જાહેર કરી પોતાના લગ્નની પુષ્ટિ કરી હતી. ઉર્મિલા માતોંડકરે મીડિયાને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, માત્ર દોસ્તો અને કુટુંબ સાથે જોડાયેલા લોકો તેના લગ્નના પ્રસંગમાં સામેલ થયા કેમ કે તે અને મોહસીન આ લગ્નને સાદાઈ પૂર્વક જ કરવા માંગતા હતા.’

આમ તો એંટરનમેંટ ઇન્ડસ્ટ્રી માંથી ઉર્મિલા માતોંડકરના નજીકના અને ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા લગ્નમાં સામેલ થયા હતા. મનીષ મલ્હોત્રાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર તેના માટે અભિનંદન સંદેશ પણ પોસ્ટ કરી હતી.

મિત્રો માટે રાખવામાં આવી હતી પાર્ટી : લગ્નની તારીખ નક્કી કરવા માટે મોહસીનના કુટુંબે લગ્નના એક મહિના પહેલા કાશ્મીર ગયા હતા. મનીષ મલ્હોત્રા દ્વારા ડીઝાઈન કરવામાં આવેલા લાલ અને સોનેરી રંગના ચોલીમાં ઉર્મિલા ઘણી સુંદર લાગી રહી હતી. બીજી તરફ મોહસીન પોતાના લગ્નમાં પીચ કલરનો કુર્તો અને એક સફેદ પાયઝામામાં જોવા મળ્યા હતા. મુંબઈ મિરર માટે એક પાર્ટી રાખી હતી. દંપત્તિ ઉર્મિલા માતોંડકરના ઘરમાં એક સાથે રહેતા હતા. નીચે તમે તેની સાથે જોડાયેલા લગ્ન સમારંભના થોડા ફોટા જોઈ શકો છો. એટલું જ નહિ આ દંપત્તિએ એક રીસેપ્શન પાર્ટી પણ રાખી હતી, જેમાં ઉર્મિલા એક સુંદર વ્હાઈટ અને સોનેરી રંગના ડ્રેસમાં જોવા મળી, અને મોહસીન એક કાળા રંગના સુટમાં જોવા મળ્યા હતા.

લગ્ન કર્યા પછી આ દંપત્તિ અમૃતસરમાં આવેલા સ્વર્ણ મંદિર પણ ગયા હતા અને પોતાના લગ્ન જીવન માટે આશીર્વાદ પણ લીધા હતા. પાલોમી, જે ઉર્મિલાની દોસ્ત હતી (જે તે સેલીબ્રેશનનો ભાગ હતો) તેણે કહ્યુ હતું, ‘તે આશીર્વાદ લેવા માટે આજે સ્વર્ણ મંદિર ગયા છે. એક વખત જયારે તે પાછા આવી જાય છે, તો અમે લગ્ન માટે નક્કી કરી લઈએ. તેમના દ્વારા એક રીસેપ્શનનો પણ પ્લાન કરવામાં આવી રહ્યો છે.’

urmila matondkar with husband
urmila matondkar with husband

આવી છે ફિલ્મી કારકિર્દી : ઉર્મિલા માતોંડકરે બોલીવુડમાં આમ તો બાળ કલાકાર તરીકે વર્ષ 1977માં શેખર કપૂરની ફિલ્મ ‘માસુમ’ માં ડેબ્યુ કર્યું હતું. આમ તો અભિનેત્રી તરીકેની તેની પહેલી ફિલ્મ ‘નરસિમ્હા’ હતી. ઉર્મિલાએ 90ના દશકમાં ઘણી સફળ ફિલ્મો જેવી કે – ‘પીંજર’, ‘રંગીલા’, ‘ભૂત’, ‘માસુમ’, ‘સત્યા’, ‘પ્યાર તુને ક્યા કીયા’ કરી, જેના માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. પરંતુ આ એવોર્ડ તેને ન માત્ર પોતાના અભિનય કૌશલ્ય માટે મળ્યા, પરંતુ પોતાની સુદંર સિંગિંગ માટે પણ મળ્યા. ઉર્મિલા પોતાના સુદંર સિંગિંગ માટે પણ જાણીતી છે. તેણે પોતાના આલ્બમ ‘આશા એંડ ફ્રેંડ્સ વોલ્યુમ’ માટે ફેમસ પ્લેબેક સિંગર આશા ભોંસલે સાથે ગીત પણ ગયું છે.

ઉર્મિલાના અઈટમ સોંગ ‘છમ્મા છમ્મા’ ઘણું હિત થયું હતું, જે ફિલ્મ ચાઈના ગેટ (1988) માં ગાયુ છે. ટીવી ફેમસ રીયાલીટી શો ‘ઝલક દિખલા જા’ ની બીજી સીઝનમાં જીતેન્દ્ર અને શ્યામક ડાવર સાથે આ શો માં ખાસ કરીને જજ તરીકે જોવા મળી હતી. ઉર્મિલા છેલ્લી વખત વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘બ્લેકમેલ’ માં એક આઈટમ ડાંસ કરતી જોવા મળી હતી. હાલ ઉર્મિલા અને મોહસીને પોતાના લગ્નના 4 વર્ષ પુરા કરી લીધા છે અને બંને એક સાથે ઘણા ખુશ છે. આપણે પણ તેને આ દુનિયાની તમામ ખુશીઓ મળે તેવી શુભ કામના કરીએ છીએ. તો તમને ઉર્મિલા માતોંડકરની લવ લાઈફ કેવી લાગી?

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.