અટક્યો નહીં ઉર્વશી રૌતેલાનો ફોટા શેયર કરવાનો સિલસિલો, હવે સામે આવ્યા આ ફોટા

ઉર્વશી રૌતેલા સતત પોતાના ફેન્સ માટે ફોટા પોસ્ટ કરી રહી છે, આ ફોટા એ તો આગ લગાવી દીધી.

ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેયર કર્યો છે. તેમનો આ ફોટો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા ફોટા અને વિડીયો પોસ્ટ કરી હેડલાઈનમાં બની રહે છે. ભારતમાં લોકડાઉન 3 મે સુધી લંબાયા પછી હવે તેમનો વધુ એક થ્રોબેક ફોટો સામે આવ્યો છે. આ ફોટામાં તે ઘણા બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.

ઉર્વશીએ આ ફોટાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. ફોટો શેયર કરતા તેમણે કેપ્શન લખ્યું ‘LOST’. ફોટાના કેપ્શન પરથી લાગી રહ્યું છે કે, ઉર્વશી લોકડાઉન વધારવાથી વધારે ખુશ નથી. તે ઘરમાં રહીને કંટાળી ગઈ છે.

પોતાની છેલ્લી થોડી પોસ્ટમાં ઉર્વશી જાહેર કરી ચુકી છે કે, હાલના દિવસોમાં તેમનું બહાર જવાનું ઘણું મન થઈ રહ્યું છે. ઉર્વશી ફોટામાં સફેદ કૉરસેટ સાથે હૉટ પેંટ અને સફેદ શર્ટમાં દેખાઈ રહી છે. ઉર્વશીનો આ લુક તેમના ફેન્સ વચ્ચે ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. તેમના આ ફોટા પર થોડા સમયમાં જ લાખો લાઇક્સ આવી ચુકી છે. તેના થોડા કલાક પહેલા ઉર્વશીએ આજ ડ્રેસમાં પોતાનો એક બીજો ફોટો શેયર કર્યો હતો. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું હતું, ‘હું એક મેગ્નેટિક આવૃત્તિ છું અને હું તે દરેક વસ્તુને આકર્ષિત કરું છું, જે મારા માટે બની છે.’

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનું નવું ગીત ‘કંગના વિલાયતી’ હાલમાં જ રિલીઝ થયું છે. તેમનું આ ગીત યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધારે વ્યુ મળી ચુક્યા છે. ગીતમાં તેમના જબરજસ્ત ડાંસ મૂવ્સ તેમના ફેન્સને ઘણા પસંગ આવી રહ્યા છે. ‘કંગના વિલાયતી’ ગીતમાં રામજી ગુલાટીએ મ્યુઝિક આપ્યું છે. જયારે જ્યોતિકા ટંગરીએ ગીતમાં પોતાનો અવાજ આવ્યો છે.

ઉર્વશીએ ‘સિંઘ સાહબ ઘી ગ્રેટ’ થી બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ‘સનમ રે’, ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’, ‘હેટ સ્ટોરી 4’ અને ‘પાગલપંતી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.