વાળને કાળા, ઘાટ્ટા અને મજબૂત બનાવશે આ 15 નુસખા, ઝડપથી દેખાશે અસર

વાળને લગતી તકલીફો આજકાલ એટલી વધી ગયેલ છે કે દર 10 માંથી 8 વ્યક્તિ વાળની કોઈને કોઈ તકલીફથી પીડાય છે. જેમાં વાળ સફેદ થવા, વાળ ખરવા, ગ્રોથ ઓછો હોવો, ટાલ, વાળનો ડેન્ડ્રફ વગેરે છે. તેના માટે લોકો મોંઘા હેયર બનાવટનો ઉપયોગ કરતા હોય છે અને દર મહિને તેની પાછળ ઘણા પૈસાનો ખર્ચ પણ કરતા હોય છે. પણ જો હેયર માટે નિયમિત કેટલીક ઘરગથ્થું સારવાર કરવામાં આવે તો તે આપણે ખુબ ઓછા ખર્ચમાં આપણાં વાળને હેલ્ધી અને મજબૂત રાખી શકીએ છીએ. જી હાં, કેટલીક દેશી વસ્તુઓના ઉપયોગથી વાળને કાળા, ભરાવદાર, અને મજબૂત મુલાયમ બનાવવાની રીત આજે અમે તમને જણાવીશું.

લસણ

ડેન્ડ્રફ અને હેયરફોલની તકલીફમાં ૨ ચમચી લસણના રસને વાળના મૂળમાં લગાવો. 1કલાક બાદ ધોઈ લેવાથી તકલીફ દૂર થશે.

ખાટું દહીં : લીંબુના રસમાં ૨ ચમચી ડુંગળીનો રસ અને એક -એક ચમચી ખાટું દહીં ભેળવીને મસાજ કરો. ૩૦ મિનીટ પછી વાળ ધોઈ લેવા. વાળ સુંવાળા અને મ્જ્બિત બનશે.

મેથી : મેથીના દાણા બે ચમચી લો અને રાત્રે પાણીમાં પલાળો સવારે ઉઠીને તેને પીસીલો અને વાળના મૂળમાં લગાવો. પછી અડધો કલાલ પછી વાળ ધોઈ લો. આ ઉપચારથી વાળ ઘાટા, સુંવાળા, કાળા બનશે.

મીઠો લીમડો : એક ચમચી દહીંમાં એક ચમચી લીમડાની પેસ્ટમાં દહીં ભેળવીને નિયમિત રીતે વાળમાં સ્ક્લેપ લગાવો. તેથી વાળ મજબુત, કાળા અને ઘાટા બનશે.

કુવારપાઠું જેલ : નિયમિત ૧ ચમચી કુવારપાઠું જેલ સ્કેલ્પ અને વાળમાં લગાવી એક કલાક પછી વાળ ધોઈ કો. તેથી હેયર ફોલ અને ડેનડ્રફ ની તકલીફમાં રાહત મળશે.

ગાજર : નિયમિત બે ચમચી ગાજરનો રસ સ્ક્લેપ અને વાળમાં લગાવો. તેમાં રહેલ બાયોટીન થી વાળને હેયર ફોલથી બચાવે છે અને વાળને સુંવાળા બનાવે છે.

બટેટા : ૨ થી ૩ બટેટાનો રસ કાઢીને તનાથી વાળ અને સ્ક્લેપ માં લગાવો. પછી વાળને એક કલાક પછીધોઈ લો. આમ કરવાથી વાળ હેલ્દી બનશે અને સુકાપણું દુર થશે.

લીંબુ : નિયમિત રીતે ૨ લીંબુનો રસ વાળ અને સ્ક્લેપમાં લગાવી મસાજ કરવાથી હેયર ફોલ અને ખોડા ની તકલીફ દુર થશે.

બીટ : ૧ ચમચી તલનું તેલ અને ૧ ચમચી બીટનો રસ મિક્ષ કરને તેને સ્ક્લેપમાં લગાવો. તેથી વાળ ઘાટા, સુંવાળા અને કાળા બનશે.

કાકડી : કાકડીમાં રહેલા એન્ટીઓક્સીડેંટસ અને વિટામીન ‘સી’ ને કારણે ૨ ચમચી કાકડીની પેસ્ટ વાળ અને સ્કેલ્પમાં લગાવવાથી વાળનો ગ્રોથ વધારે છે અને વાળને સુંવાળા બનાવે છે.

કોથમીર : નિયમિત ૨ ચમચી કોથમીરની પેસ્ટ વાળના મૂળમાં લગાવો. તેમાં કોપર અને આયરન હોવાથી વાળ ઘાટા, કાળા અને લાંબા થાય છે.

ટમેટા : બટેટા અને ટમેટાનો ૧-૧ ચમચી રસ લો તેમાં મધ ભ્લેવીને સ્ક્લેપમાં મસાજ કરો.નિયમિત રીતે આ ઉપચાર કરવાથી વાળમાં સુકા વાળ અને હેયર ફોલ ની તકલીફ દુર થશે.

ઓલીવ ઓઈલ : ૩ થી ૪ ચમચી ઓલીવ ઓઈલ ને હુંફાળું ગરમ કર તેનાથી વાળમાં મસાજ કરો. પછી હોટ ટોવેલ વાળમાં બાંધો. ૧ કલાક પછી વાળને ધોઈ લો.

મધ : ૨ ચમચી દૂધ અને ૨ ચમચી મધ મિક્ષ કરીને નિયમિત વાળમાં મસાજ કરો. ૧ કલાક પછી વાળ ધોઈ લો, વાળ સુંવાળા, ઘાંટા અને કાળા બનશે.