વિડીઓ :- ખુબજ પ્રખ્યાત વડોદરાનું “સેવઉસળ” ઘરે બનવાની સહેલી રીત

સ્પાઈસી સેવઉસળ બનવા માટેની રીત તમારા માટે અહી હાજર છે.

વડોદરાનું આ સેવ ઉસળ ખુબજ ફેમસ છે.

લાલ ચટણી (તરી ) પણ બનાવતા શીખીશું.

વપરાતી સામગ્રી:-

૧) ૩ થી ૪ કપ વટાણા જે ૪ કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી રાખવા.

૨) ૧ કપ ટામેટા ની ક્યુરી જેમાં થોડી કોથમી પણ નાખવી.

૩) સમારેલી કોથમી

૩) અડધું બાફેલું બટાકું

૪) ૧ ચમચી વાટેલા લીલા મરચા

5) ૧ મોટી ચમચી બેસન પાણીમાં પલાળી દેવું.

૬) ૧ ચમચી ગરમ મસાલો

૭) મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું સ્વાદ અનુસાર

૮) સેવઉસળ નો તૈયાર મસાલો

૯) ૪ થી ૫ મોટી ચમચી તેલ

બનવાની રીત:-

૧) ગરમ પાણીમાં પલાળી રાખેલા વટાણા માંથી પાણી દુર કરી તેને કુકરમાં નાખીશું.

૨) દોઢ કપ પાણી નાખીશું. તેમા સ્વાદ અનુસાર હળદર,મીઠું અને ખાવાનો સોડા નાખીશું.

૩) મધ્યમ તાપ માં ૪ થી ૫ સીટી વાગવા દઈશું.

૪) તેલ ગરમ કરવા મુકો તમા હળદર, વાટેલા લીલા મરચા  અને લસણ નાખો.

5) ટામેટાની ક્યુરી નાખીશું.

૬) મિક્સ કરી ૨ થી ૩ મિનીટ ચડવા દઈશું. કાંદો (ડુંગરી ) ખાતા હોય તો એ પણ ક્રસ કરી નાખીશું.

૭) બાકીના મસાલા નાખીશું ધાણાજીરું, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મિક્સ કરીશું.

૮) ૨ થી ૩ મિનીટ ટામેટા ચડી જાય ત્યાં સુધી એને ચડવા દઈશું.

૯) તેલ ઉપર આવે એટલે બાફેલા વટાણા નાખીશું.

૧૦) ૨ થી ૩ મિનીટ પછી ઉકળવા લાગે એટલે તેને થીક બનવા બફેલો બટાકું નાખીશું.

૧૧) પાણીમાં પલાળીને બેસન તેમાં નાખીશું.

૧૨) દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું.

૧૩) મધ્યમ તાપ રાખી તેને ઉકાળવા દઈશું. તેમાં ગરમ મસાલો અને સેવઉસળનો મસાલો નાખીશું. મિક્સ કરીશું

૧૪) થોડું થીક થાય એટલે કોથમી નાખીશું. પાણી નાખ્યા પછી તેને ૧૦ મિનીટ ઊકળવા દઈશું.

જેટલું ઉકાળશે એટલો જ સ્વાદ સરસ આવશે. તો આ રીતે સેવઉસળ તૈયાર થશે.

હવે આપણે લાલ ચટણી (તરી) બનાવીશું.

વપરાતી સામગ્રી:-

૧) લાલ મરચું

૨) મીઠું

૩) તેલ

૪) ધાણાજીરું

૫) ગરમ મસાલો

૬) સેવ ઉસળ મસાલો

બનવાની રીત:-

૧) એક બાઉલમાં બધી સામગ્રી ને મિક્સ કરીશું.

૨) એક કડાઈ માં તેલ ગરમ મુકીશું.

3) ૨ થી ૩ મિનીટ માટે એને ગરમ કરીશું. તેલ ઉપર આવી જાય એટલે એને બાઉલ કાઢી દઈશું.

તો આ રીતે વડોદરાનું ફેમસ સેવઉસળ અને લાલ ચટણી (તરી)  ઘરે બનાવી શકાય.

નીચે નાં વિડીયો માં જુયો રીત ને બીજા વિડીયો માં સેવ ઉસળ નો મસાલો બનાવવા ની રીત છે

વિડીઓ – 1

વિડીયો – ૨