વગર હીટરે શિયાળામાં આવી રીતે ગરમ કરો ઘર, આરોગ્યથી લઈને ઇલેક્ટ્રિક બીલ સુધી કામની 12 ટીપ્સ

 

શિયાળામાં ઘરને ગરમ કરવા માટે હીટરથી લઈને ગ્લોઅર સુધી નો ઉપયોગ વઘી ગયો છે, પણ તેમાં ઘણા નુકશાન પણ છે. આરોગ્યથી લઈને ઇલેક્ટ્રિક બીલ સુધી તે અસર કરે છે ઘરનું તાપમાન ગરમ રાખવા માટે એવી પદ્ધતિ અપનાવવી જોઈએ જેમાં હીટર કે ગ્લોઅર નો ઉપયોગ ન કરવો પડે.

વગર હીટર થી ઘરને કેવી રીતે ગરમ રાખવું

દરવાજા થી લઈને બારીઓ સુધી માં ફેબ્રિક અને કાળા કલરના પડદા વાપરો તેનાથી ઘરમાં ગરમાવો જાળવી રાખવામાં મદદ મળશે.

ટેરાકોટા ના પોતનો ઉપયોગ હીટરની જેમ કરી શકો છો તેમાં કોલસા કે લાકડા સળગાવી ઘર ગરમ થઇ જશે આ હીટર નું સારું ઓપ્શન છે.

ઘરમાં થોડી મીણબત્તી સળગાવો તેનાથી પણ તાપમાન થોડે અંશે વધી શકે છે અને ઠંડીમાં રાહત મેળવી શકાય છે.

ઠંડીમાં ઘરની બારીઓ બંધ રાખો, જેથી ઠંડી હવા અંદર ન આવી શકે તેનાથી પણ ઘરમાં ગરમાવો જળવાઈ રહેશે.

તડકો નીકળે ત્યારે બારીઓ થોડી વાર ખોલવાથી સૂર્યનો પ્રકાશ અંદર આવશે તો ઘર કુદરતી રીતે ગરમ થઇ જશે.

સાંજ થઇ જાય એટલે ઘરના પડદા પડી દો તેનાથી ઘરમાં ગરમાવો રહેશે અને બહાર ઠંડી વધવાથી પણ ઘર ઠંડુ નહી થાય.

જમીન ઠંડીમાં ખુબ ઠંડી થઇ જાય છે તેથી તેની ઉપર કારપેટ પાથરીને જ રાખો તેનાથી જમીન ગરમ રહેશે અને પગમાં ઠંડી નહી લાગે.

રાત્રે સુતા પહેલા મૈટ્રેસ ની નીચે ગરમ પાણીની બેગ રાખી શકો છો સુતી વખતે તમને ગરમાવો મળશે.

દરવાજાની નીચેથી પણ ઠંડી હવા અંદર આવે છે, જેનાથી ઘર ઠંડુ થઇ જાય છે માટે રાત્રે કોઈ જુનું કપડું નીચે ફસાવી દો.

બારીઓના કાચ ઉપર બબ્બલ રેપ ફીટ કરી દો તે જોવામાં ભલે સારા ન લગતા હોય પણ તેનાથી ઘરમાં ગરમાવો જળવાઈ રહે છે.

ઘરનો એવો ભાગ કે રૂમ જે વધુ ઉપયોગ નથી થતો, તેને બંધ જ રાખો કેમકે તેનાથી એયર સર્ક્યુલેશન ઓછું થાય છે અને ગરમાવો જળવાઈ રહે છે.

બેડરૂમ હમેશા નાનો જ પસંદ કરો નાના બેડરૂમ કોઈ મોટા રૂમ થી વધુ ગરમ હોય છે જેટલો ખુલ્લો ભાગ હશે ગરમાવો એટલો ઓછો થશે.