વૈષ્ણો દેવીના દર્શન માટે કરાવવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન, રોજ ફક્ત આટલા લોકોને જ મળશે પરવાનગી, જાણો વધુ વિગત

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને કરી શકશો વૈષ્ણો દેવીના દર્શન, પહેલા રોજ 35 હજાર લોકો દર્શન કરતાં હતા પણ હવે ફક્ત આટલા લોકો જ જઈ શકશે

કોરોનાને કારણે વૈષ્ણવ દેવી મંદિરમાં ભક્તોના દર્શન ઉપર પ્રતિબંધ છે. અહિયાં 18 માર્ચથી લોકડાઉન લાગેલું છે.

યાત્રાળુને નાના નાના સમૂહમાં વહેંચવામાં આવશે અને થોડા અંતરાલ પછી જ આગળ વધારવામાં આવશે. જેથી સામાજિક અંતરને અનુસરી શકાય.

ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળક અને 65 વર્ષથી ઉપરના લોકોને દર્શન માટે ન આવવાની સલાહ આપવામાં આવશે, શંકાસ્પદોની આરોગ્ય તપાસણી કરવામાં આવશે.

જય માતા દિ ના જય જયકારોથી ગુંજતા કટરાના આ રોડ ઉપર આ દિવસોમાં શાંતિ છવાયેલી છે. અહીંયા 18 માર્ચથી લોકડાઉન છે. અમુક અમુક દુકાનો જ ખુલી છે, લોકો પણ ઓછા જ બહાર નીકળી રહ્યા છે. આ પહેલા અહિયાં ક્યારે પણ આ પ્રકારની શાંતિ જોવા મળી નથી. શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શનને લઈને દૈનિક ભાસ્કરે અહિયાંના પુજારી સુદર્શન અને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઇઓ રમેશકુમાર સાથે વાતચિત કરી.

તેમણે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં દર્શન શરૂ થઇ શકે છે. તેને લઇને શ્રાઇન બોર્ડે એસઓપી તૈયાર કરી લીધી છે. દરરોજ 5 થી 7 હજાર લોકોને દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. દર્શન માટે કટરા આવતા પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. લોકડાઉન પછી અહીંયા ભક્તોના દર્શન ઉપર પ્રતિબંધ છે.

પરંતુ, દરરોજ સવારે અને સાંજે પૂજા કરવામાં આવી રહી છે. બાબા શિવધરના વંશજો અહીંયા પૂજા કરી રહ્યા છે. આ લોકો 500 વર્ષોથી પૂજા કરી રહ્યા છે. હાલમાં પરિવારના ચાર સભ્યો – અમીરચંદ્ર, સદુર્શન, લોકેશ અને પારસ વારા ફરતી પૂજા કરે છે.

કોરોનાને કારણે આજકાલ કટરાના રોડ ઉપર શાંતિ છવાઈ ગઈ છે. અહીંયા 18 માર્ચથી લોકડાઉન છે.

દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં પૂજારી સુદર્શને જણાવ્યું કે આ સમયે પૂજા સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે કરવામાં આવે છે. હાલમાં ભવનમાં લગભગ 20 જેટલા શ્રાઇન બોર્ડ કર્મચારી કાર્યરત છે. 1986 માં શ્રાઇન બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી, ભક્તોની સુવિધાઓની જવાબદારી બોર્ડ પાસે જ છે.

તેમણે જણાવ્યું કે 500 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે દર્શન બંધ કરવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ અહીંયા દર્શન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો ન હતો. હવે કોરોનાથી બચવા માટે સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરવું પડશે. તેના માટે શ્રાઇન બોર્ડ કામ કરી રહ્યું છે.

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમારે જણાવ્યું હતું કે એસ.ઓ.પી. તૈયાર કરી લેવામાં આવી છે, ટૂંક સમયમાં દર્શન શરૂ કરવામાં આવશે.

ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે

સીઈઓ રમેશ કુમારે કહ્યું કે દર્શન માટેની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય ઓથોરિટી દ્વારા જ લેવામાં આવશે. આરોગ્ય અને ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને એસઓપી લગભગ તૈયાર થઇ ગઈ છે. આ સમયે દર્શનની પ્રક્રિયામાં પરિવર્તન હશે.

ભીડને કાબૂમાં રાખવા અને સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરવા માટે દર્શન કરતા પહેલા ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. દર્શન માટે આવનારા યાત્રીઓએ કટરા ટ્રેક એન્ટ્રી પોઈન્ટ અને ભવન પાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે. માસ્ક પહેરવું અથવા ચહેરાને ઢાંકવો જરૂરી રહેશે. દરેક જગ્યાએ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે.

નાના નાના સમૂહમાં ચડાણ થશે

મુસાફરોને નાના નાના સમૂહમાં વહેંચવામાં આવશે અને થોડા અંતરાલો પછી જ આગળ વધારવામાં આવશે. જેથી સામાજિક અંતરને અનુસરી શકાય. પંડિતજી હવેથી ભક્તોને સીધું તિલક કરી શકશે નહીં, ભક્તોને કેવી રીતે તિલક લગાવવું તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

વૈષ્ણો દેવીનું મંદિર સમુદ્રની સપાટીથી 5 હજાર 300 ફૂટની ઊંચાઈએ આવેલું છે. ભવન સુધી પહોંચવા માટે લગભગ 13 કિલોમીટર સુધી ચડાણ કરવું પડે છે.

બાળકો અને વૃદ્ધ લોકો માટે યાત્રા ઉપર પ્રતિબંધ રહેશે

ત્રણ વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકોને દર્શન માટે ન આવવાની સલાહ આપવામાં આવશે. શંકાસ્પદોની કડક રીતે આરોગ્ય તપાસ કરવામાં આવશે. એક દિવસમાં પાંચ હજારથી સાત હજાર લોકોને દર્શન કરવા માટે મંજુરી આપવામાં આવી શકાય છે. જ્યારે સામાન્ય સમયમાં આ સીઝનમાં 35 હજારથી વધુ લોકો એક જ દિવસમાં દર્શન માટે આવતા હતા.

18 માર્ચથી વૈષ્ણો દેવીની યાત્રા બંધ થઈ ગઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી ઓનલાઇન માધ્યમથી એક કરોડ રૂપિયા એકઠા થયા છે. જ્યારે પહેલા આ સીઝનમાં એક દિવસમાં 50 થી 60 લાખ રૂપિયા દરરોજ દાનના રૂપમાં આવતા હતા.

પૂજારી સુદર્શને જણાવ્યું કે આ સમયે પૂજા સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે કરવામાં આવે છે.

ઓનલાઇન દાન આપીને તમારા નામનું હવન કરાવી શકશો

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડમાં લગભગ ત્રણ હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ છે. આ બધા લોકો રક્ષણાત્મક વસ્તુઓ પહેરેલા જોવા મળશે. મોબાઈલ એપ પણ ટૂંક સમયમાં લોન્ચ કરી શકાશે, ઓનલાઇન દર્શન ઉપરાંત નોંધણી કરાવવા અને દાન આપવાની સુવિધા મળશે. લોકો દાન આપીને પોતાના નામે હવન કરાવી શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.