વજન ઓછું કરવા માટે આ ડાયટને ફોલો કરે છે આલિયા, તમે પણ કરો એકવાર ટ્રાય.

બોલીવુડની બબલી ગર્લ આલિયા ભટ્ટ બોલીવુડમાં આવતા પહેલા ઘણી જાડી હતી, પરંતુ તેમણે ડાયટીંગ ટીપ્સ ફોલો કરીને ફિગરને એવું બનાવ્યું છે કે તે સૌથી હોટ હિરોઈનોમાં ગણવામાં આવે છે. તમે પણ આ ટીપ્સની મદદ લઇ શકો છો.

પોતાની અગામી અને મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહેલી આલિયા ભટ્ટ પોતાની સુંદરતાને કારણે બધાના દિલો ઉપર રાજ કરે છે. તેનું ફિગર ન માત્ર તેની ઉંમરના હિસાબે ઓછું દેખાય છે, પરંતુ તે દરેક પાત્ર માટે ફીટ બેસે છે. હવે તેના ફિગર અને ફીટનેસને જોઈને કોઈ એ વાત ઉપર વિશ્વાસ નહિ કરે કે આલિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા ઘણી જાડી હતી.

પરંતુ તેણે થોડી ડાયટીંગ ટીપ્સ અને ફિટનેસ રૂટીનને ફોલો કરીને ૩ મહિનામાં ૧૬ કિલો વજન ઓછું કર્યું છે. હવે તેનું સુંદર ફિગર દરેક મહિલા માટે આદર્શ બનેલું છે. જો તમે પણ આલિયા ભટ્ટ જેવું ફિગર મેળવવા જઈ રહ્યા છો, તો આલિયા ભટ્ટની ડાયટ ટીપ્સ વિષે જાણો.

કેમ વજન ઓછું કરવા માગતી હતી આલિયા? :-

ચબી ગર્લ આલિયા ભટ્ટ માટે પોતાના ફિગર અને શરીરને ટોન કરવા માટે ક્યાથી મોટીવેશન મળી? એ પ્રશ્ન ઉપર વાત કરતા અલીયા જણાવે છે કે તે હંમેશાથી જ ફિલ્મોમાં કામ કરવા માગતી હતી અને ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે તેણે પોતાને ફીટ બનાવવાનું જ હતું. તેનું કહેવું છે કે તે ફિલ્મો ઘણી જુવે છે. આલિયા એ કહ્યું હું ત્યારથી અભિનય કરવા માગતી હતી, જયારે હું ચાર વર્ષની હતી. મેં ઘણી ફિલ્મો જોઈ છે.

આલિયા ભટ્ટનો ડાયટ પ્લાન :-

આલિયા એ જણાવ્યું કે તે નાસ્તામાં પૌવા, લંચમાં રોટલી-શાક અને ડીનરમાં દહીં અને ભાત ખાવાનું પસંદ કરે છે અને આ ડાયટ એ તેને વજન ઓછું કરવામાં ઘણી મદદ કરી. તેની ડાઈટીશન એ જણાવ્યું કે આલિયાનો કોઈ ફિક્સ ડાયટ પ્લાન ન હતો. તે પોતાની પસંદગીની વસ્તુ ખાય છે, પરંતુ જરૂરથી વધુ કાંઈ પણ ખાવાનું પસંદ નથી કરતી.

તે લીંબુ પાણીમાં કેસર નાખીને પીવે છે અને વર્કઆઉટ પછી શેરડીનો રસ પીવાનું પસંદ કરે છે. આલિયા ઘી ખાવાનું પસંદ કરે છે કેમ કે તે જાણે છે કે ઘીમાં સારું ફેટ હોય છે. આલિયા કહે છે કે સવારે ૮.૩૦ થી ૯ વાગ્યા સુધી નાસ્તો કરી લેવો સારું રહે છે. થોડુ થોડું કરીને દિવસ આખો કાંઈને કાંઈ ખાતા રહેવું જોઈએ તેનાથી મેટાબોલીજ્મ બુસ્ટ રહે છે.

તે ઉપરાંત આલિયાનું માનવું છે કે દિવસ આખામાં પૂરતા પ્રમાણમાં પાણી અને શેરડીનો રસ પીવો. સાથે જ રોજનું વર્કઆઉટ કરો જેથી શરીરને પૂરતા પ્રમાણમાં ઉર્જા મળે અને તમે કેલેરી બર્ન કરી શકો અને ફીટ રહો.

આ રીતે ડાયટ ફોલો કરવાથી તમે પણ તમારામાં રહેલી નુકશાનકારક ચરબીને ઓગળી પોતાના શરીરની સારી રીતે માવજત કરી શકો છો, આ લેખને વધુમાં વધુ શેયર કરો.