વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ પર ICC એ સંભળાવ્યો આ નિર્ણય.

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પછી વિશ્વ કપ વિષે ઘણી અટકળો થવા લાગી છે, અને ખાસ કરીને ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઇ ને ઘણી ચર્ચાઓ રોજ થતી રહે છે. આવી જ ચર્ચા વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (બીસીસીઆઇ) દ્વારા પાકિસ્તાનને વિશ્વ કપમાંથી બહાર કાઢવા માટે ભારતની માંગને નકારી કાઢવામાં આવી છે. બીસીસીઆઇ એ આઈસીસી પાસે માંગણી કરી હતી કે આતંકવાદને ટેકો આપનારા દેશોને વિશ્વ કપમાં ભાગ ન લેવા દેવામાં આવે. આઇસીસીએ કહ્યું કે આવા કિસ્સામાં તેની કોઈ ભૂમિકા નથી.

પુલવામા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોના શહીદ થયા પછી બીસીસીઆઇએ આઇસીસીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં આવા દેશોથી સંબંધ તોડવા માટે કહેવામાં આવ્યું હતું, જે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. બીસીસીઆઈએ આઇસીસીને લખેલા પત્રમાં ક્યાય પણ પાકિસ્તાનનું નામ લીધું ન હતું.

બીસીસીઆઇના અધિકારીઓએ પીટીઆઇને નામ જાહેર ન કરવાની શરત પર જણાવ્યું હતું કે, ‘એવી કોઈ શક્યતા ન હતી કે આ પ્રકારની વસ્તુ હશે. ICC ચેરમેનએ સ્પષ્ટતા કરી દીધી કે કોઈ દેશને બાકાત રાખવાનો નિર્ણય સરકારના સ્તરે લેવામાં આવવો જોઈએ અને આઈસીસીનો કોઈ નિયમ નથી. બીસીસીઆઈ પણ એ વાત જાણતી હતી, પરંતુ છતાં તેણે પ્રયાસ કરી જોયો.’

નોંધનીય છે કે પુલવામા હુમલા પછી કેટલાક લોકો વર્લ્ડ કપમાં થનારી ભારત-પાકિસ્તાનની મેચનો વિરોધ કીર રહ્યા છે. તેને લઈને બીસીસીઆઈની પણ એક બેઠક થઈ, પરંતુ બેઠકમાં પાકિસ્તાન સાથે મેચ રમવા અથવા ન રમવા માટે કોઈ નિર્ણય નથી થઇ શક્યો. બીસીસીઆઇએ આ નિર્ણય સરકાર ઉપર છોડી દીધો છે.

તેમ જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ ન રમવા ઉપર પૂર્વ ક્રિકેટર એકમત નથી. સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા ખેલાડીઓ પણ કહી ગયા છે કે જો ભારત વિશ્વ કપમાં પાકિસ્તાન સાથે મેચ નહિ રમે તો તેનો લાભ પાકિસ્તાનને મળશે, કારણ કે પાકિસ્તાનને 2 અંક મફતમાં મળી જશે. જો કે તે આજ સુધી વર્લ્ડ કપમાં ભારત સામે કોઈ મેચ નથી જીત્યું.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.