વરરાજાને જોતા જ દુલ્હન થઇ ગઈ બેભાન, ભાનમાં આવતા લગ્ન કરવાની પાડી ના.

આજના સમયમાં ખાસ કરીને યુવાનોમાં દારુનું ચલણ ઘણું વધી ગયું છે, અને તેના માટેના સરકાર પણ ઘણા ઉપાયો કરે છે, પરંતુ તેને કાબુમાં લેવામાં નિષ્ફળ છે, અને તેને કારણે ઘણા કુટુંબો બરબાદ થઇ રહ્યા છે. યુપીના કન્નોજ જીલ્લામાં દ્વારચારની વિધિ દરમિયાન વરરાજાને જોઈ દુલ્હન બેભાન થઇ ગઈ. ભાનમાં આવી તો દુલ્હને લગ્ન કરવાની ના કરી દીધી. આખી રાત પંચાયત પછી પણ દુલ્હન લગ્ન માટે તૈયાર ન થઇ. સવારે જાન દુલ્હન વગર પાછી ફરી ગઈ.

સૌરીખના નગલા ભાર નિવાસી દયારામની દીકરી રજનીના લગ્ન નાદેમઉ વિસ્તારના ઉદારા ગામના રહેવાસી બ્રહ્માદિનના પુત્ર સુનીલ સાથે નક્કી થયા હતા. ૧૩ મેં ની સાંજે બેન્ડવાજા સાથે જાન ગામ આવી પહોચી. છોકરી પક્ષના જાનૈયાની ઘણી સરભરા કરી.

મોડી રાતે દ્વારચારના સમયે વરરાજાને દરવાજા ઉપર બોલાવવામાં આવ્યો, તે દરમિયાન તેના મિત્ર તેને પકડીને લાવી રહ્યા હતા. છોકરાની સ્થિતિ જોઈને લોકો દંગ રહી ગયા. તે સારી રીતે ચાલી પણ શકતો ન હતો. મિત્ર વારંવાર તેને સાંચવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે કોઈપણ રીતે સંભાળી શકતા ન હતા.

જેમ તેમ તેને દ્વારચાર માટે બેસાડવામાં આવ્યો. તે દરમિયાન તે અપશબ્દ બોલી રહ્યા હતા. તેની જાણકારી દુલ્હન પાસે પહોચી. વરરાજાની હાલત જોઈને તે બેભાન થઇને ઢળી પડી. ઘણી મુશ્કેલીથી તેને ભાનમાં લાવવામાં આવી.

ત્યાર પછી તેણે દારૂડિયા વરરાજા સાથે લગ્ન કરવાની ના કહી દીધી. સંબંધિઓ છોકરીને સમજાવતા રહ્યા. પરંતુ તે કોઈપણ રીતે લગ્ન કરવા માટે તૈયાર ન થઇ. વરરાજાના કુટુંબીજનો એ છોકરીના પક્ષ પાસે માફી પણ માગી. ત્યારે પણ વાત ના સુધરી. મંગળવારની સવારે દુલ્હન વગર જાન પાછી ફરી.

તમારા મતે છોકરીએ જે પગલું ભર્યું એ બરાબર છે? જો આ વાતની જાણ છોકરીને લગ્ન પછી થઇ હોત તો છોકરીનું જીવન નર્ક સમાન બની ગયું હોત. આ નિર્ણય અને પંચાયતના સમજવા છતાં એ અડગ રહી એ ખરેખર પ્રસંસનીય કાર્ય ગણાય.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.