વરસાદમાં ઘરની દીવાલો ઉપર ભેજ કે લુણો લાગ્યો હોય તો આ 8 ટિપ્સથી મેળવો છુટકારો.

આ 8 ટિપ્સ એવી જોરદાર છે કે તમે પણ તમારા ઘરની દીવાલ અને છત ઉપર વરસાદના ભેજ કે લુણાથી મેળવી શકો છો છુટકારો

જો તમે પણ ઘરના ભેજથી પરેશાન છો, તો પછી આ લેખમાં આપેલી ટીપ્સને અનુસરો અને ભેજને દૂર કરો.

સખત ગરમી પછી વરસાદના આગમનથી દરેકને રાહત મળે છે. હા, વરસાદની સીઝન બધાને ગમે છે. આ સમયે, લગભગ દરેક વરસાદનો આનંદ માણે છે, કોઈ વરસાદમાં સ્નાન કરે છે અને કોઈ તેનો બાલ્કનીમાંથી આનંદ માણે છે. આકાશમાંથી વરસાદના ટીપા જયારે ધરતી ઉપર પડે છે, ત્યારે આંખો માટે તેનાથી મનમોહક દ્રશ્ય બીજું કોઈ હોઈ જ શકતું નથી. પરંતુ તે વાતમાં પણ કોઈ શંકા નથી કે આ ઋતુમાં તમારા ઘરને સૌથી વધુ નુકશાન પહોચે છે.

વરસાદને લીધે ઘરમાં ભેજ, ફૂગ અને લિકેજ જેવી ઘણી સમસ્યાઓ સામે આવે છે. ઘરમાં ભેજ હોવાને કારણે ગંદકીની સાથે સાથે વિચિત્ર ગંધ પણ આવે છે. આ સિવાય ભેજ થવાને કારણે દરવાજા પણ કડક થઈ જાય છે. આ કોઈપણ માટે મોટી સમસ્યા બની શકે છે. જ્યારે ઘર એક એવી જગ્યા છે કે જે જેટલું સુંદર હશે એટલું જ રિલેક્સ અનુભવાય છે.

પરંતુ આ સમસ્યાઓને લીધે આરામ કરવાનું મુશ્કેલ બની જાય છે અને લોકો વરસાદ બંધ થાય તે માટે પ્રાર્થના કરવા લાગે છે. જો તમે પણ તમારા ઘરના ભેજથી પરેશાન છો, તો અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ, જેનાથી તમે વરસાદની ઋતુમાં ભેજની સમસ્યા અને તેનાથી આવતી ગંધથી છૂટકારો મેળવી શકો છો.

ઘરે એક્ઝોસ્ટ પંખો ચલાવો

રસોડા અને બાથરૂમના પંખા અપ્રિય ગંધ અને ભેજને બહાર કાઢવામાં તમારી મદદ કરી શકે છે. શું તમે જાણો છો કે જો એક રૂમને 24-48 કલાક માટે આ રીતે મૂકી દેવામાં આવે છે તો 55% કરતા વધુ ભેજનું સ્તર મોલ્ડ અને બેક્ટેરિયાના વધવાનું કારણ બની શકે છે. તેથી જ્યારે પણ તમારે રસોઇ કરવી અથવા ફુવારો લેવો હોય ત્યારે, તે વધારાના ભેજને બહાર કાઢવા માટે એક્ઝોસ્ટ ફેન ચલાવો

ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરો

જો તમારા ઘરની અંદર ભેજનું પ્રમાણ 65% અથવા તેથી વધુ છે, તો પછી ડીહુમિડિફાયર ખરીદવાનો યોગ્ય સમય છે. જો કે, પોર્ટેબલ તમારા માટે ઉપયોગી થઈ શકે છે, પરંતુ જો તમારી પાસે બજેટ ઉપલબ્ધ છે, તો પછી તમે આખા ઘર માટે ડિહ્યુમિડિફાયર ખરીદી શકો છો.

ભેજને શોષી લેવા વાળા છોડ ઉગાડો

કેટલાક છોડ જેમ કે બોસ્ટન ફર્ન, હવા માંથી ભેજને દૂર કરે છે. તેનાથી ન માત્ર તમે તમારા ભેજનું સ્તર અને એનર્જાની વપરાશને ઘટાડી રહ્યા છો, પરંતુ તમે વધુ કાર્બન ડાયોક્સાઇડને દૂર કરીને વધુ ઓક્સિજન ઉમેરીને પર્યાવરણને મદદ કરી શકો છો. આ સિવાય તમારા ઘરને ફૂલોથી સજાવો, જેથી ઘરની સુંદરતા વધે અને ગંધ પણ ન આવે.

ઘરમાં તડકો આવવા દો

સૂર્યપ્રકાશ એકમાત્ર એવો ઉપાય છે, જેનાથી ભેજથી ખૂબ જલ્દી છૂટકારો મળી શકે છે. તેના માટે ઘરની બારીઓ અને દરવાજા ખુલ્લા રાખો. જેથી સૂર્યપ્રકાશ ઘરની અંદર સરળતાથી આવી શકે. આ સિવાય સૂર્યપ્રકાશની મદદથી, ઘરમાં ભેજને કારણે આવતી ગંધથી પણ છૂટકારો મળી શકે છે.

ભેજ વાળા દિવસોમાં પાણી ન ઉકાળો

ઉકળેલુ પાણી વરાળમાં ફેરવાય જાય છે, જે તમારા ઘરની બાકીની હવામાં સમાઈ જાય છે. જો બહાર ભેજ છે, તો તેમાંથી થોડા તમારા ઘરમાં ભળી જશે, પછી ભલે તમે ગમે તેટલા પ્રયત્નો કરો. ઉકળતા પાણીથી તમારા ઘરમાં ભેજનું સ્તર વધારશો નહીં.

રોજ ઘર સાફ કરો

વરસાદના દિવસો દરમિયાન ઘરમાં ગંદકી, ભેજ અને ગંધ બધા એક સાથે આવે છે. તેથી તે વધુ સારું રહેશે કે તમે તમારા ઘરને દરરોજ સાફ કરો. ખાસ કરીને બાથરૂમ અને રસોડું કારણ કે આ બંને જગ્યાએ રોગની સૌથી વધુ સંભાવના રહે છે.

લવિંગનો ઉપયોગ

લવિંગના ઉપયોગથી ઘરના ભેજ માંથી તમે સરળતાથી છુટકારો મેળવી શકો છો. તેના માટે લવિંગ અને તજને લગભગ અડધો કલાક સુધી પાણીમાં નાંખીને રહેવા દો ત્યાર પછી તેને ઉકાળીને તેના પાણીનો ઉપયોગ ઓરડાના ફ્રેશનર તરીકે કરો.

એ.સી. ફિલ્ટરને સાફ કરો

એર કન્ડીશનીંગ ભેજને રોકવા અથવા ઘટાડવા માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. ઘરને ઠંડુ કરવા માટે તે બહારથી હવા ખેંચે છે અને ભેજને ફિલ્ટર કરે છે. તે ડેહ્યુમિમિડીફાઈંગની એક કુદરતી પદ્ધતિ છે પરંતુ તે તમારા એસી ફિલ્ટરની જેમ જ અસરકારક છે. સમય જતાં, ફિલ્ટર બંધ થઇ જાય છે અને હવાના પ્રવાહને રોકે છે, જેથી ભેજ સક્રિય થઇ જાય છે. તેને સાફ કરવાથી ઘરમાં ભેજનું પ્રમાણ ઓછું કરવામાં મદદ મળે છે.

આ પગલાઓની મદદથી, તમે તમારા ઘરના ભેજને પણ ઘટાડી શકો છો. આવી વધુ માહિતી મેળવવા માટે, હરજીવન સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગીં અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.