વરીયાળીની તાસીર છે ઠંડી ઠંડી, વરિયાળીના ફાયદા જાણીને રહી જશો ચકિત.

ભારતીય પરંપરામાં મહેમાનોને ખાવાનું ખવડાવી વરીયાળી માઉથ ફ્રેશનર તરીકે આપવામાં આવે છે. શ્વાસની દુર્ગંધ દુર કરવા જેવા ઘણા વરીયાળીના ફાયદા છે. વરીયાળીમાં આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નીજ, જીંક અને મેન્ગેશીયમ જેવા જરૂરી મિનરલ્સ હોય છે. આ આર્ટીકલમાં અમે વરીયાળી ખાવાના ફાયદા જાણીશું.

વરીયાળીનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. રેસ્ટોરન્ટ અને બીજી જગ્યાઓ ઉપર ખાવાનું ખાધા પછી વરીયાળી આપવામાં આવે છે. ઘરમાં તેનો ઉપયોગ ખાસ કરીને મસાલા તરીકે કરવામાં આવે છે. અથાણું અને ભરેલું શાક બનાવવામાં તે ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. વરીયાળીની તાસીર ઠંડી હોય છે.

એટલા માટે ગરમીમાં તેનો ઉપયોગ વધી જાય છે. વરીયાળીમાં ઘણા એવા પોષક તત્વ મળી આવે છે. જે સ્વસ્થ રહેવા માટે ઘણા જરૂરી હોય છે. વરીયાળીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે યાદશક્તિ વધારે છે અને શરીરને ઠંડુ રાખે છે. વરીયાળીમાં કેલ્શિયમ, સોડીયમ, આયરન અને પોટેશિયમ જેવા ઘણા ખનીજ તત્વ મળી આવે છે. તે ઉપરાંત તેની સુગંધ પણ ઘણી સારી હોય છે અને તાજગીનો અહેસાસ કરાવે છે.

શ્વાસની દુર્ગંધ દુર કરે :

વરીયાળી કુદરતી માઉથ ફ્રેશનર છે. તે ચાવવાથી તેમાંથી સુગંધિત તેલ નીકળે છે, જે શ્વાસની દુર્ગંધ ઓછી કરે છે. તેના એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણ પેઢાના ચેપથી બચાવે છે. પાણીમાં થોડી એવી વરીયાળી નાખીને ઉકાળો અને ઠંડી થાય એટલે કોગળા કરો. નિયમિત પ્રયોગથી મોઢા માંથી દુર્ગંધ નથી આવતી.

અપચો અને કબજીયાતમાં આરામ :

વરીયાળીમાં અપચો દુર કરવાની શક્તિ છે. વરીયાળી ચાવતા જ તેમાં રહેલા તત્વ પાચન ક્રિયાને ઝડપી કરી દે છે. તેમાં રહેલા રેશા મળને નરમ કરીને કબજિયાતની સમસ્યા માંથી છુટકારો અપાવે છે.

બ્લડપ્રેશર કંટ્રોલ :

વરીયાળીમાં નાઈટ્રાઈટ અને નાઈટ્રેટ હોય છે. બન્ને જ યોગિક રક્ત કોશિકાઓનો વિકાસ અને તેની સંખ્યા વધારવામાં મદદરૂપ છે. વરીયાળી લાળમાં રહેલા નાઈટ્રાઈટને વધારીને કુદરતી રીતે લોહીના દબાણને નિયંત્રિત કરે છે. તેમાં કોશિકાઓ અને જીવ દ્રવ્ય માટે જરૂરી પોટેશિયમ પણ હોય છે. જે હ્રદયના ધબકારા અને લોહીના દબાણને સારી કરે છે.

ખીલ મુંહાસેને અટકાવે :

ત્વચા ઉપર એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઓક્સીડેંટ ગુણોથી યુક્ત વરીયાળીનો લેપ લગાવવાથી ખીલ મુંહાસે ઓછા થાય છે. સ્કીન ટોંડ, હેલ્દી અને રીંકલ ફ્રી બને છે.

એનીમિયાથી બચાવ :

એનીમિયા એટલે લોહીની ખામી થાય તો વરીયાળીના ફાયદા યોગ્ય સાબિત થાય છે. તેમાં આયરન, કોપર અને હિસ્ટીડાઈન જેવા તત્વ હોય છે. જે શરીરમાં લાલ રક્ત કણોને વધારી શકે છે. સાથે જ તે હિમોગ્લોબીનનું સ્તર પણ યોગ્ય રાખી શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે વરીયાળીનું સેવન કરવું લાભદાયક હોય છે.

કેન્સરથી રક્ષણ :

આપણા શરીરમાં મેગનિજને કારણે એક શકતીશાળી એન્ટી-ઓક્સીડેંટ એન્જાઈમ સુપરઓક્સાઈડ ડીસ્મ્યુટેસ (Super Oxide Dismutase) બને છે, જે કેન્સર પ્રત્યે રક્ષણ પ્રણાલી છે. એટલા માટે વરીયાળી ચાવવાથી ત્વચા, પેટ અને સ્તન કેન્સરની શક્યતા ઘટી જાય છે.

માહવારી(માસિક)નો દુ:ખાવો દુર કરે :

વરીયાળી પેલ્વીક અને યુટરાઈનમાં લોહી સંચારને યોગ્ય બનાવે છે, જેથી દુ:ખાવામાં રાહત મળે છે. માસિક ધર્મના સમયે વરીયાળીનું સેવન કરવામાં આવે તો પીડા ઓછી થઇ જાય છે.

પાણી એક મોટા વાસણમાં વરીયાળી પાણીમાં નાખીને રંગ બદલે ત્યાં સુધી ઉકાળો. આ રાબને ગાળીને મૂકી દો. માસિક ધર્મ આવે ત્યારે હુંફાળું ગરમ કરીને રબ પીવો, દુ:ખાવામાં આરામ મળશે.

હેડીમાથી બચાવ :

મૂત્રવર્ધક ગુણને કારણે વરીયાળી હેડીમા રોગથી બચી શકાય છે. આ રોગ બીજા કારણોથી થઇ શકે છે. એટલા માટે યોગ્ય કારનો જાણી સાચો ઈલાજ કરાવો.

વજન ઓછું કરે :

ખાધા પછી વરીયાળી ચાવવાથી પાચન શક્તિ અને મેટાબલીજ્મ રેટ વધે છે, જે વજન ઘટાડવા માટે જરૂરી છે. એક શોધ મુજબ કાળા મરી અને વરીયાળીનું સેવન કરવાથી ઈંસુલીનની સંવેદનશીલતા વધે છે અને વજન ઘટાડે છે. સાથે જ તે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરીને મેટાબોલીક સિંડ્રોમ અને ડાયાબીટીસથી પણ બચાવે છે.