વરરાજા ગયા જેલ, લગ્ન માટે જાનૈયા સાથે કોર્ટમાં આવીને બેઠી નવવધૂ.

સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ સમયે અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર કિસ્સા વાયરલ થતા રહે છે. હાલમાં જ એક એવા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કપલના લગ્ન નક્કી થયા હતા અને લગ્નના આગલા દિવસે જ વરરાજાને ગુનાહિત કેસમાં જેલની સજા કરવામાં આવી હતી અને તેને જામીન અપાવવા માટે દુલ્હન અને તેના કુટુંબી દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે, આવો જાણીએ વિગતવાર તેના વિષે.

મધ્યપ્રદેશના દેવાસમાં લગ્નના પ્રસંગનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક દુલ્હન લગ્ન માટે જાનૈયા સાથે કોર્ટમાં પહોચી ગઈ અને વરરાજાને જામીન આપવાની માંગણી કરવા લાગી.

હકીકતમાં કિસ્સો કઈક આવો છે, દીપક અહીરવાર નામના એક વ્યક્તિએ લગ્ન નક્કી કર્યા હતા. પરંતુ પોલીસે હત્યાના એક કેસમાં તેને જેલ મોકલી દીધો. ત્યાર પછી પણ દુલ્હનના પરિવાર વાળા તેના લગ્નના પ્રયાસ કરતા રહ્યા.

દીપક અહીરવારના લગ્ન સોમવારે જ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ થોડા દિવસો પહેલા જ પોલીસે તેને પકડી લીધો હતો. ત્યાર પછી દેવાસ જીલ્લાની કોર્ટમાં દીપકને જામીન માટે અરજી દાખલ કરવામાં આવી.

જીલ્લા કોર્ટની બહાર દુલ્હન સંબંધિઓ સાથે આવીને બેસી ગયા. પરંતુ વરરાજાને મળ્યા પછી તમામ પ્રયાસ નિષ્ફળ થઇ ગયા. જણાવવામાં આવે છે કે લગભગ સો જાનૈયા કોર્ટ પહોચી ગયા હતા.

પરંતુ કોર્ટે આરોપીને જામીન આપવાની ના કહી દીધી. તે દરમિયાન દુલ્હન સપનાને પણ ન્યાયધીશ સાથે મુલાકાત કરાવી.

આ કેસમાં કોર્ટે કહ્યું કે આરોપી ઉપર હત્યાનો ગંભીર આરોપ છે. લગ્ન કાર્યક્રમમાં ભીડ વધુ રહે છે. તે સમયે આરોપી તેનો ફાયદો ઉઠાવીને ભાગી શકે છે. તેથી જમીન મળવા પાત્ર નથી.

આ રીતે કોર્ટે બંધારણ પ્રત્યેની પોતાની ફરજ અદા કરી, સામે પક્ષે જોવાનું રહ્યું કે વરરાજા ગુનેગાર સાબિત થાય છે કે નહિ, દુલ્હન ગુનેગાર વરરાજાને પોતાના ભાવી પતિ તરીકે સ્વીકારે છે કે નહિ. કદાચ એવું પણ હોય કે વરરાજા પર હત્યાનો કેસ ચાલી રહ્યો છે એવું દુલ્હન જણાતી હોય છતાં પ્રેમને વશ એ પોતાના ભાવી પતિની બધી ભૂલોને નજર અંદાજ કરતી હોય.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.