વસ્તુ લેતા પહેલાં સમજી લો શું હોય છે ગેરંટી અને વોરંટીમાં ફરક.

ગેરંટી અને વોરંટીને લઇને ઘણી વાર લોકો કન્ફ્યુઝ થાય છે. મોટાભાગની વૉરંટીને બદલે ગૅરેંટીને વધુ સારી માનવામાં આવે છે, જ્યારે કે બંનેની પોતાની ઇમ્પોર્ટન્સ છે. ગેરંટી અથવા વૉરંટીનો લાભ લેવા માટે ગ્રાહક પાસે કંપનીનું બિલ અથવા ગેરંટી/વૉરંટી કાર્ડ હોવું જરૂરી છે. તેના પછી પણ કોઈ સેલર તેનો લાભને ગ્રાહકને આપતા નથી તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકાય છે.

શું હોય છે વૉરન્ટી?

જો કોઈ વસ્તુ ઉપર વૉરન્ટી આપવામાં આવી છે, તો તમે ખરાબ થાય તો તેને એક ફિક્સડ ટાઇમ પીરિયડ સુધી રિપેર કરાવી શકો છો. જરૂરી વાત એ છે કે વૉરંટીમાં વસ્તુ બદલી આપવાનું ઓપ્શન નથી હોતો. એટલે કે તમારી પ્રોડક્ટ ખરાબ થઇ ગઇ તો સેલર કોઈ પણ રકમ લીધા વગર તેનું રીપેરીંગ કરી આપશે, પરંતુ પ્રોડક્ટ રિપ્લેસમેન્ટ નહિ કરી આપે. વૉરંટીને તમે એક્સ્ટ્રા પૈસા આપીને વધારી પણ શકો છો. હંમેશા વૉરંટી સમય પીરિયડ ગેરંટીથી વધારે થાય છે, કારણ કે તેમાં કંપનીને પ્રોડક્ટ બદલી આપવાનું નથી હોતું.

વૉરંટી મેળવવા માટે 2 શરતો છે :

પહેલી શરત એ છે કે ગ્રાહક પાસે ખરીદ કરેલી પ્રોડક્ટનું પાક્કું બિલ હોય અથવા વૉરંટી કાર્ડ હોય.

પ્રોડક્ટની વૉરંટી એક ફિક્સડ ટાઇમ પીરિયડ માટે જ હોય છે. મોટાભાગના પ્રોડક્ટ્સના કેસમાં આ સમય પીરિયડ 1 વર્ષ હોય છે. જો ગ્રાહક આ સમય પીરિયડની ત્રણ વાતો જાણ્યા પછી પ્રોડક્ટને રિપેર કરાવવા માટે દુકાનદાર પાસે લઇ જાય છે, તો તેને રીપેર કરી આપવીએ દુકાનદારની જવાબદારીમાં નથી.

શું હોય છે ગેરંટી?

ગેરંટી હેઠળ તમે ખરાબ પ્રોડક્ટને બદલી શકો છો. જો સેલર તે જાણી કે પ્રોડક્ટમાં કોઈ પ્રકારની ખરાબી છે, તો તેને બદલીને નવું આપી શકે છે. એ જ કારણ છે કે મોટાભાગની કંપનીઓ ગેરંટીનો સમય પીરિયડ ઓછો રાખે છે. વૉરન્ટીની જેમ તમે ગેરંટીને આગળ નથી વધારી શકતા.

ગેરંટી મેળવવાની 2 શરતો છે :

ગ્રાહક પાસે ખરીદવામાં આવેલી પ્રોડક્ટનું પાક્કું બિલ હોય અથવા ગેરંટી કાર્ડ હોય.

ગેરંટી પિરિયડપૂરો થયા પહેલાં જ ખરાબ વસ્તુને, દુકાનદાર પાસે લઇ જવી જોઈએ ત્યારે ખરાબ વસ્તુને બદલે નવી વસ્તુ મળશે.

ઇમ્પ્લાઇડ અને એક્સપ્રેસ વૉરન્ટી :

વૉરંટીમાં ઇમ્પ્લાઇડ અને એક્સપ્રેસ પણ હોય છે. ઇમ્પ્લાઇડ વૉરન્ટી ખાસ હેતુ માટે કોઈ પણ વસ્તુના વેચાણ અને ફિટનેસને કવર કરે છે. તે એક વચન છે કે વેચાયેલી વસ્તુઓની અપેક્ષા મુજબ કાર્ય કરશે. જેમ કે, જો તમે કોઈ ફ્રિજ ખરીદ્યું હોય તો ફ્રિજનું કામ છે, વસ્તુઓને ઠંડી રાખવી, હવે જો ફ્રિજ વસ્તુઓને ઠંડુ નથી રાખતું તો વોરંટી કાર્ડ હોય કે ન હોય તેને વોરંટી સાથે આવરી લેવામાં આવશે અને સેલર ફ્રીમાં તેનું રીપેર કરી આપશે, તેવી જ રીતે બધી વસ્તુનું જે કામ છે તે યોગ્ય રીતે કરે તે એક ઇમ્પ્લાઇડ કે એક્સપ્રેસ વૉરંટી છે. જય જય ગરવી ગુજરાત. જય જવાન જય કિશન. જય હિન્દ…