વાસ્તુ દોષને દૂર કરવા માટે દિશા અનુસાર જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

કઈ દિશામાં શું રાખવું, આ વાસ્તુ ટિપ્સ ધ્યાનમાં રાખશો તો ઘરમાં બની રહશે પોઝિટિવ ઉર્જા. વાસ્તુ શાસ્ત્રમાં ઘરની વસ્તુઓ માટે શુભ-અશુભ દિશાઓ જણાવવામાં આવી છે. જો વસ્તુઓ યોગ્ય દિશામાં રાખવામાં આવી હોય છે તો ઘરમાં સકારાત્મકતા વધે છે. કોલકાતાની વાસ્તુ વિશેષજ્ઞ ડો. દીક્ષા રાઠી અનુસાર વાસ્તુ શાસ્ત્રમાં 8 દિશાઓ જણાવવામાં આવી છે. દરેક દિશાઓનું અલગ-અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. દરેક દિશાઓના દેવતા પણ અલગ અલગ છે. આવો જાણીએ બધી 8 દિશાઓ વિષે.

પૂર્વ દિશા : આ દિશા અગ્નિ તત્વ સાથે સંબંધિત છે. આ દિશાના સ્વામી ઇંદ્ર છે. આ દિશા ઊંઘવા માટે, વાંચવા માટે શુભ રહે છે. ઘરમાં આ દિશામાં એક બારી જરૂર હોવી જોઈએ. સૂર્યના કિરણોથી ઘરમાં સકારાત્મકતા બની રહે છે.

પશ્ચિમ દિશા : આ દિશાનો સંબંધ વાયુ તત્વ સાથે છે. તેના દેવતા વરુણ દેવ છે. પશ્ચિમ દિશામાં રસોડું બનાવવાથી બચવું જોઈએ.

ઉત્તર દિશા : આ દિશા જળ તત્વ સાથે સંબંધિત છે. આ દિશાના દેવતા કુબેર દેવ છે. આ દિશામાં મંદિર મૂકી શકો છો. ઘરનું મુખ્ય દ્વાર પણ આ દિશામાં રાખી શકો છો.

vastu ghar mandir

દક્ષિણ દિશા : આ દિશાનું તત્વ પૃથ્વી છે. તેના દેવતા યમ છે. આ દિશામાં ભારે સામાન રાખી શકાય છે.

ઉત્તર – પૂર્વ દિશા એટલે ઈશાન કોણ : આ દિશાનું તત્વ પાણી છે. તેના દિવતા રુદ્ર છે. આ દિશામાં બાથરૂમ નહિ હોવું જોઈએ. અહીં મંદિર બનાવી શકો છો.

ઉત્તર – પશ્ચિમ દિશા એટલે વાયવ્ય કોણ : આ વાયુ તત્વનો ખૂણો છે. તેના દેવતા પવનદેવ છે. આ દિશામાં બેડરૂમ બનાવી શકો છો. આ દિશામાં ગંદગી નહિ હોવી જોઈએ.

દક્ષિણ – પૂર્વ દિશા એટલે આગ્નેય કોણ : આ દિશામાં રસોડું ઘણું શુભ રહે છે. આ સ્થળ અગ્નિ સાથે સંબંધિત છે. તેનું તત્વ અગ્નિ અને દેવતા અગ્નિદેવ છે.

દક્ષિણ – પશ્ચિમ દિશા એટલે નૈઋત્ય કોણ : આ દિશાનું તત્વ પૃથ્વી છે. તેના સ્વામી રાહુ છે. ક્યાંક-ક્યાંક આ દિશાના દેવતા નૈરુત પણ જણાવવામાં આવ્યા છે. આ દિશામાં પણ ભારે વસ્તુઓ રાખી શકો છો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.