વિચિત્ર પરંપરા : પોતાના જ લગ્નમાં જતો નથી વરરાજો, કુંવારી બહેન ભરે છે કન્યાના માથામાં સિંદૂર અને કરે છે બધી જ વિધિઓ.

ભારતમાં લગ્નને લઈને ઘણી પરંપરા જોવા મળે છે, તેમાની એક પરંપરા વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

પરંપરા મુજબ, વરરાજા ઘરે જ વરવધુની રાહ જુવે છે, જો કે તેની બહેન તમામ વિધિ નિભાવે છે.

ગુજરાત, છોટા ઉદેપુર. ભારતમાં લગ્ન જન્મો જન્મનું શુદ્ધ સામાજિક બંધન માનવામાં આવે છે. લગ્નના રીવાજથી લઈને કન્યાની વિદાય સુધી દરેક રીવાજ અને કાયદાનું સારી રીતે પાલન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. લગ્નને લઈને લઈને આદિવાસી સમાજમાં પણ ઘણી પ્રચલિત પરંપરાઓ છે, જે આજે પણ આનંદ પૂર્વક નિભાવવામાં આવી રહી છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવા લગ્ન વિષે જ્યાં વરરાજા પોતાના જ લગ્નમાં જોડાતા નથી. લગ્નની તમામ વિધિ કુંવારી બહેન કે કોઈ બીજી કુંવારી મહિલા સભ્ય પૂરી કરે છે.

કુંવારી કન્યા લાવે છે વરવધુ :-

ગુજરાતના ત્રણ આદિવાસી ગામમાં લગ્નના દિવસે વરરાજા પોતાના લગ્નમાં ન જોડાઈને ઘરે જ માતા સાથે રહે છે. વરરાજાની તેની કુંવારી બહેન કે પરિવારની બીજી કોઈ કુંવારી મહિલા સભ્ય વરવધુને લગ્ન કરી ઘરે લાવે છે.

શણગાર સજેલા વરરાજા રાહ જુવે છે વરવધુની રાહ :-

આ આદિવાસી સમાજની પરંપરા મુજબ, વરરાજા શેરવાની પહેરે છે અને સાફો પણ પહેરે છે. તેની સાથે જ કમરમાં તલવાર બાંધે છે. એટલે વરરાજા સંપૂર્ણ શણગાર સજી ઘરમાં પોતાની માતા સાથે બેસી જાય છે. ત્યાર પછી વરરાજાની કુંવારી બહેન પોતાના સંબંધિઓ સાથે વરવધુને ઘેર પહોચે છે અને વરરાજો ઘરે બેસીને પોતાની વરવધુની રાહ જુવે છે.

ત્રણ ગામની છે પરંપરા :-

સુરખેડા ગામના કાંજીભાઈ રાઠવા કહે છે કે, સામાન્ય રીતે તમામ પરંપરા રીવાજ જે વરરાજા નિભાવે છે, તે તેની બહેનને નિભાવવી પડે છે. ત્યાં સુધી કે ‘મંગળ ફેરા’ પણ બહેન જ લે છે. રાઠવા જણાવે છે, પરંતુ આ પરંપરાનું પાલન અહીયાના માત્ર ત્રણ ગામમાં જ થાય છે.

પરંપરા પાછળ પ્રાચીન લોકકથા :-

સુરખેડા ગામના મુખિયા રામસિંહભાઈ રાઠવા કહે છે, જયારે પણ લોકોએ આ પરંપરાનો અસ્વીકાર કરી તેને ધ્યાન બહાર કર્યો છે તેને નુકશાન થયું છે. ઘણી વખત યા તો લગ્ન તૂટી જાય છે કે લગ્ન જીવન સુખમય નથી રહેતું. એટલું જ નહિ લોકોનું માનવું છે કે આ પરંપરાને ધ્યાન બહાર કરવાથી પરિવારમાં કોઈને કોઈ મોટી સમસ્યા ઉભી થઇ જાય છે.

શું કહે છે સમાજના પુજારી :-

આ સમાજના પુજારીઓ કહે છે કે, આ અનોખી પરંપરા એક લોકકથાનો ભાગ છે, જેનું પાલન આદીકાળથી ચાલતું આવે છે. કથા મુજબ ત્રણ ગામો – સુરખેડા, સાનદ્રા અને અંબલના ગ્રામ દેવતા કુંવારા છે. એટલા માટે એને સન્માન આપવા માટે વરરાજા ઘરે જ રહે છે. એવી માન્યતા છે કે એમ કરવાથી વરરાજા સુરક્ષિત રહે છે અને આગળનું જીવન પણ સારું ચાલે છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.