એક રાજા હતા જેમણે ગર્ભધારણ કરી આપ્યો હતો પુત્રને જન્મ

વિજ્ઞાનએ હજારો વર્ષોમાં ઘણી પ્રગતી કરી છે. જેને કારણે પહેલા લોકો ચમત્કારમાં માનતા હતા, હવે તેને વિજ્ઞાનીક રીત રીવાજોને ચકાસીને જ જુવે છે. વિજ્ઞાનના આ સમયમાં એક પુરુષ દ્વારા ગર્ભધારણ કરીને પોતાના સંતાનને જન્મ આપવો અશક્ય છે અને હાલમાં જ થોડા એવા કિસ્સા બન્યા પણ છે. પરંતુ શું તમે જાણો છો? કે આજથી હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજોનું જ્ઞાન, આપણા જ્ઞાનની સરખામણીમાં ઘણું ઊંચું હતું.

આજે અમે તમને શ્રી રામના પૂર્વજ રાજા યુવનાશ્વની કહાની જણાવીશું, જેમણે સ્વયં ગર્ભધારણ કરીને પોતાના સંતાનને જન્મ આપ્યો હતો જે ‘ચક્રવતી સમ્રાટ રાજા માધાંતા’ ના નામ થી પ્રસિદ્ધ થયા.

રાજા યુવનાશ્વની કહાની :-

રામાયણને બાળકાંડ અંતર્ગત ગુરુ વશિષ્ઠ દ્વારા ભગવાન રામનું કુળ, રઘુવંશનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આ મુજબ છે – બ્રહ્માજીના પુત્ર મરીચથી કશ્યપનો જન્મ થયો. કશ્યપના પુત્ર હતા વીવસ્વાન.

વીવસ્વાનના પુત્ર વૈવસ્ત મનુ, જેને દસ પુત્રો માંથી એક નું નામ ઈશ્વાંકુ હતું. રાજા ઈશ્વાંકુ એ અયોધ્યાને પોતાનું પાટનગર બનાવ્યું અને તેમણે જ ઈશ્વાંકુ વંશને સ્થાપિત કર્યો.

રાજાની તપસ્યા :-

આ વંશમાં રાજા યુવસ્નાનનો જન્મ થયો પરંતુ તેને કોઈ પુત્ર ન હતો. વંશની પ્રગતી અને પુત્ર પ્રાપ્તિની કામના માટે તેમણે પોતાનું તમામ રાજપાઠ મૂકીને વનમાં જઈ ને તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. વનમાં પોતાના નિવાસ દરમિયાન તેની મુલાકાત મહર્ષિ ભૃગુના વંશજ ચ્યવન ઋષિ સાથે થઇ. ચ્યવન ઋષિ એ રાજા યુવનાશ્વ માટે દ્રષ્ટિ યજ્ઞ કરવાનું શરુ કર્યું. જેથી રાજાનું સંતાન જન્મ લે. યજ્ઞ પછી ચ્યવન ઋષિએ એક માટલીમાં અભીમંત્રિત જળ મુક્યું. જેનું સેવન રાજાની પત્નીને કરવાનું હતું, જેથી તે ગર્ભધારણ કરી શકે.

તરસ :-

રાજા યુવનાશ્વની સંતાનોત્પત્તિના ઉદેશ્યથી થયેલા યજ્ઞમાં ઘણા ઋષિ મુનીઓ એ ભાગ લીધો અને યજ્ઞ પછી બધા લોકો થાકને કારણે ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયા. રાત્રીના સમયે જયારે રાજા યુવનાશ્વ ની ઊંઘ ઉડી તો તેમને ખુબ તરસ લાગી.

યુવનાશ્વ એ પાણી માટે ઘણી બુમો પાડી પરંતુ થાકને કારણે ગાઢ નિંદ્રામાં ઊંઘવાને કારણે કોઈએ રાજાનો અવાજ ન સાંભળ્યો. તેવામાં રાજા જાતે ઉઠીને પાણીની શોધ કરવા લાગ્યા.

ગર્ભધારણ :-

રાજા યુવનાશ્વને એ લોટો જોવા મળ્યો જેમાં અભીમંત્રિત જળ હતું. એ વાતથી અજાણ હતા કે આ જળ ક્યા ઉદેશ્ય માટે છે, રાજા એ તરસને કારણે બધું પાણી પી લીધું. જયારે આ વાતની જાણ ઋષિ ચ્યવન ને થઇ તો તેમણે રાજાને કહ્યું કે તેનું સંતાન હવે એ ગર્ભથી જન્મ લેશે.

જયારે સંતાનના જન્મ લેવાનો યોગ્ય સમય આવ્યો ત્યારે દેવીય સારવારો, અશ્વિન કુમારોએ રાજા યુવનાશ્વની કોખને ચીરીને બાળકને બહાર કાઢ્યું. બાળકના જન્મ પછીએ સમસ્યા ઉભી થઇ કે બાળક પોતાની ભૂખ કેવી રીતે સંતોષશે?

માંધાતાનો વિચિત્ર જન્મ :-

બધા દેવતા ગણ ત્યાં હાજર રહ્યા, એટલામાં ઇન્દ્ર દેવ એ તેમને કહ્યું કે તે એ બાળક માટે માંની ખામી પૂરી કરશે. ઇન્દ્ર એ પોતાની આંગળી શિશુના મોઢામાં નાખી જેમાંથી દૂધ નીકળી રહ્યું હતું અને કહ્યું ‘મમ ધાતા’ એટલે હું તેની માં છું. તેને કારણે તે શિશુનું નામ મમધાતા કે માંધાતા પડ્યું.

જેવા જ ઇન્દ્ર દેવએ શિશુ પોતાની આંગળીથી દૂધ પીવરાવવાનું શરુ કર્યું અને શિશુ ૧૩ વેંત વધી ગયો. કહે છે રાજા માંધાતા એ સૂર્ય ઉદયથી લઇને સુર્યાસ્ત સુધી રાજ્યો ઉપર ધર્માનુકુલ શાસન કર્યું હતું.

રાજા માંધાતા :-

એટલું જ નહિ રાજા માંધાતા એ સો અશ્વમેઘ અને સો રાજસૂય યજ્ઞ કરીને દસ યોજન લાંબા અને એક યોજન ઊંચા રોહિત નામના સોનાનું મત્સ્ય બનાવરાવીને બ્રાહ્મણોને પણ દાન આપ્યું હતું.

લાંબા સમય સુધી ધર્માનુકુલ રહીને શાસન કર્યા પછી રાજા માંધાતા એ વિષ્ણુના દર્શન કરવા માટે વનમાં જઈને તપ કરવાનો નિર્ણય કર્યો અને વિષ્ણુના દર્શન કરી લીધા પછી વનમાં જ પોતાના પ્રાણ ત્યાગ કરી સ્વર્ગ તરફ પ્રસ્થાન કર્યું.