અભિનેત્રી કાજોલ જોડે થવાની હતા આ વ્યક્તિ જોડે લગ્ન, પરંતુ આજે થઇ ગયી છે આવી હાલત કે

કહેવાય છે ને કે સમય હંમેશા એક જેવો નથી રેહેતો. દરેકનો સમય બદલાય છે. આજે કોઈ વધુ સારું કરી રહેલ છે તો કાલે તેનું નામ ક્યાય ખોવાઈ જતું હોય છે. આમ તો તે જરૂરી નથી કે દરેક સાથે આવું બનતું હોય. ઘણા લોકો હંમેશા સફળતાના શિખર ઉપર જ રહેતા હોય છે જેમ કે શાહરૂખ ખાન. શાહરૂખ ખાનનું નસીબ પહેલા જેટલું હતું એટલું જ આજે પણ જળવાયેલ છે.

પણ ઘણા લોકો બોલીવુડમાં એવા પણ હતા જેમણે એક બે ફિલ્મોમાં તો કમાલ કરી પણ પછી તેમનું નસીબ વધુ દિવસો સુધી ચાલી ન શક્યું. એવા ઘણા ઉદાહરણ તો આપણા બોલીવુડના જ જોવા મળી જશે. આજે અમે એવા જ એક સ્ટારની વાત કરીશું. આ સ્ટાર એ પોતાના સમયમાં પોતાના અભિનયથી ઘણી ખ્યાતી મેળવી પણ સમય અને પરિસ્થિતિ એવી થઇ કે તે ક્યારે અચાનકથી જ ખોવાઈ ગયેલ કોઈને ખબર પણ ન પડી.

અમે જેની વાત કરીએ છીએ તેનું નામ છે વિજય આનંદ. વિજય આનંદને તમે બધાએ ૧૯૯૮ ની સુપરહિટ ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ માં જોયેલ હશે. આ ફિલ્મમાં તે કાજોલના મંગેતર ના રૂપમાં જોવા મળેલ હતા. તેમણે પોતાના રોમાન્સ થી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં કાજોલ અને અજય દેવગણ ઉપરાંત વિજય આનંદ ની પણ મહત્વની ભૂમિકા હતી. આ ફિલ્મ પછી વિજય આનંદ અચાનક ન જાણે ક્યા જતા જ રહ્યા હતા. પણ આટલા વર્ષો પછી તે એક વખત ફરી સમાચારમાં આવી ગયેલ છે. હવે દાઢી અને મૂછોમાં જોવા મળ્યા.

હાલમાં જ વિજય આનંદે સોશ્યલ મીડિયા ઉપર પોતાના ફોટા શેર કરેલ છે. આ ફોટાથી તેમણે લોકોને અચંબામાં મૂકી દીધા છે. તેમના દ્વારા શેર કરેલ ફોટામાં તેમને ઓળખવા અશક્ય છે.

કોઈપણ આ ફોટા જોઇને એમ નહી કહે છે આ તે ચોકલેટી બોય છે જેમણે કાજોલ સાથે રોમાન્સ કર્યો હતો. નવા ફોટામાં તે એકદમ જુદા દેખાઈ રહેલ છે. ક્લીનશેવ રહેનારા વિજયે લાંબી દાઢી અને મૂછો રાખી લીધી છે.

‘જનક’ ના રૂપમાં થશે પુનરાગમન –

૧૭ વર્ષ પછી વિજય એક વખત પાછા અભિનયની દુનિયામાં પાછા ફરી રહેલ છે.આ વખતે તે નાના પડદા દ્વારા પાછા આવવાની તૈયારીમાં છે. અમે તમને જણાવી આપીએ કે વિજયનું આ નવું લુક તેમની આવનારી સીરીયલ ‘સિયા કે રામ’ માટે છે. આ નવી સીરીયલમાં તે આપણેને ‘જનક’ નું પાત્ર નિભાવતા જોવા મળશે. એક નજરે તમે પણ તેના ફોટા ઉપર નાખો અને પોતે જ જોઈ લો કે કાજોલ સાથે રોમાન્સ કરનાર આ કલાકાર કેટલો બદલાઈ ગયેલ છે.