વીંછી કરડે તો તરત આરામ મેળવવા માટે 4 રામબાણ ઉપાય જાણવા માટે ક્લિક કરો

 

ગામ કે શહેરોમાં હમેશા પોચી જગ્યા કે વરસાદમાં ઘરમાં વીંછી નીકળતા હોય છે, જો તે કરડે તો ભયંકર પીડા થાય છે. અને તેના ઝેર ચડવાનો પણ ડર રહે છે, તેવામાં રામબાણ ઉપાય ફક્ત 2 મીનીટમાં ઝેર ઉતારી આપશે અને પીડા શાંત કરી આપશે. આવો જાણીએ આ રામબાણ ઉપચારને.

(1) વીંછી કરડે તેવા સમયે રામબાણ ફટકડીનો ઉપયોગ

ફટકડીને કોઈ સાફ કરેલા પથ્થર ઉપર થોડું પાણી નાખીને ચંદનની જેમ ઘસો. પછી જે જગ્યા ઉપર વીંછી કરડ્યો હોય છે ત્યાં આ ફટકડીનો લેપ લગાવીને, આગથી થોડું શેકો. કેટલો પણ ઝેરીલો વીંછીનો ડંખ કેમ ન હોય, આ ફટકડીના પ્રયોગથી ઝેર માત્ર બે મીનીટમાં ઉતરી જાય છે.

ફટકડીને ચીપિયાથી પકડીને થીડું ગરમ કરી લો. જેવી ફટકડી ઓગળવા લાગે તો ફટકડીને વીંછીના કરડેલા ભાગ ઉપર લગાવી દો. ફટકડી તરત ત્યાં ચોટી જશે, અને તમામ ઝેર ચૂસીને પોતાની જાતે જ ઉતરી જશે.

(2) વીંછી કરડયા ઉપર આંબલીના બીજ

આંબલીના બીજને ચોક્ખા પથ્થર ઉપર ધસો, ધસતા ધસતા અંદરનો સફેદ ભાગ નીકળી આવશે તો તેને પણ વીંછીના કરડેલા ભાગ ઉપર લગાવી દેશો તો તે ચોંટી જશે. જેવું નીચે પડે તો બીજો બીજ ધસીને લગાવો આ રીતે વીંછીનું ઝેર ઉતરી જાય છે.

(3) વીંછી કરડયા ઉપર માચીસનો મસાલો

વીંછી કરડે તો ૫ થી ૬ દીવાસળી ની સડી નો ઉપર નો ભાગ પાણી માં ઘસી ને ડંખ વાળા સ્થાને લગાવવાથી તાત્કાળ ઝેર ઉતરે છે.

૪) સિંધાલુ મીઠું નો પ્રયોગ

વીંછી ડંખ મારી જવાથી જો ડંખ મારેલી જગ્યા ન મળે તો (ખબર નાં પડે કે આ ભાગે ડંખ મારેલો છે) તો તેવામાં આ ઉપાય ખુબ જ લાભદાયક છે. સિંધાલુ મીઠું 15 ગ્રામ અને ચોક્ખું પાણી 75 ગ્રામ એક સાથે ભેળવીને ચોક્ખી બોટલમાં ભરી રાખો. બસ દવા તૈયાર છે. વીંછી કરડયા ઉપર આંખોમાં સળી (સુરમો લગાડવામાં લેવાતી) ની મદદથી આંખોમાં એક ટીપું નાખી દો, થોડી જ મીનીટોમાં ઝેર ઉતરી જશે. આ પ્રયોગ બીજા પ્રયોગો સાથે પણ કરી શકાય છે.

ઉપરોક્ત જણાવેલ બધી ટીપ્સ ક્યારેય નિષ્ફળ ગયેલ નથી. એવું લેખક નું માનવું છે. માટે સમય બગાડ્યા વગર આ ટીપ્સ ને તરત અજમાવવી જોઈએ.

વીંછી કરડયા ઉપર વિશેષ

(1) ખુબ ઝેરીલા વીંછી જેની પૂંછડી જમીન ઉપર ઘસાતી જાય છે, તે કરડે તો જો કોઈ એવી જગ્યા જ્યાં કાંટો હોય તે જગ્યાએ પાટો બાંધી શકાય તો બાંધી દો જેમ કે હાથ, પગ કે જાંઘ ઉપર, જ્યાં કરડેલ હોય ત્યાંથી ચાર આંગળી ઉપર બાંધી દેવો જોઈએ. તેનાથી ચાર આંગળી ઉપર ફરી વાર બાંધી દો. આવું કરવાથી ઝેર આખા શરીરમાં નહી ફેલાય.

(2) જો ડંખ કરડેલા ભાગમાં રહી ગયો છે તો સેફટીપીન કે ચીપિયાને આગમાં થોડો ગરમ કરીને ચામડીમાં ધુસી ગયેલ ડંખને તેની મદદથી કાઢી નાખવો જોઈએ અને સમય બગડ્યા વગર ઉપર જણાવેલ ઉપચારોમાંથી એક ઉપચાર કરી લેવો જોઈએ.

(3) ઝીણું વાટેલું સિંધાલુ મીઠું ને ડુંગળીના ટુકડાથી ઉપાડીને ડંખવાળી જગ્યા ઉપર ઘસો, તેનાથી ઝેર અને ડંખ બન્ને દુર થાય છે.