કુંવારી છોકરીઓએ ના અડવું જોઈએ શિવલિંગ, જાણો આ માન્યતા પાછળનું કારણ કયું છે?

હિંદુ ધર્મમાં શિવલિંગનું વિશેષ મહત્વ છે. કહેવામાં આવે છે કે શિવલિંગ સ્વયં ભગવાન શિવની હાજરીનું પ્રતિક છે એટલા માટે વર્ષોથી લોકો શિવલિંગની પૂજા કરતા આવે છે. અને શિવલિંગ ઉપર દૂધ કે જળ અર્પણ કરવાને લઈને પણ દરેક લોકોના અલગ અલગ મત છે. શિવપુરાણ મુજબ તે એક પ્રકારની શિવની જ્યોતિનું પ્રતિક છે. તેવામાં જે માણસ તેની પૂજા કરે છે, તેને ભગવાન શિવના આશીર્વાદ જરૂર પ્રાપ્ત થાય જ છે. શિવલિંગને લઈને શાસ્ત્રોમાં ઘણી ધારણાઓ પ્રચલિત છે.

પરંતુ આજ સુધી એ પ્રશ્નનો જવાબ કોઈ નથી જાણી શક્યું કે ખરેખર કુંવારી કન્યાઓને શિવલિંગ સ્પર્શ કે તેની પૂજા કરવાથી કેમ અટકાવવામાં આવે છે? આ એક એવો પ્રશ્ન છે, જે પોતાની રીતે જ લાખો બીજા પ્રશ્ન ઉભા કરે છે. પરંતુ આજે અમે તમને તેની પાછળના થોડા સત્યો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી કદાચ તમે પણ માહિતગાર નહિ હો.

ક્યારે થઇ શિવલિંગની પૂજા કરવાની શરુઆત?

પૌરાણીક કથાઓ મુજબ એક વખત ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે શ્રેષ્ઠતાને લઈને વિવાદ થઇ ગયો. તે ઉકેલવા માટે એક દિવ્ય જ્યોતિને પ્રગટ કરવામાં આવ્યા હતા. આ જ્યોતિ પાછળથી જ્યોર્તિલિંગ માનીને બ્રહ્મા અને વિષ્ણુજીને શિવના પરમબ્રહ્મ રૂપનો આભાસ થયો હતો, ત્યાર પછી બંનેએ ભગવાન શિવને જગત ગુરુ માનીને તેના જ્યોર્તિલિંગની પૂજા કરી. આમ તો હિંદુ ધર્મમાં મૂર્તિ પૂજા ખંડિત છે, પરંતુ શિવના શિવલિંગ અને શાલીગ્રામના પૂજનને શુભ માનવામાં આવે છે.

કુંવારી છોકરીઓ નથી સ્પર્શ કરી શકતી શિવલિંગ

જ્યાં એક તરફ હિંદુ ધર્મમાં ભગવાન શિવની ઉપાસના માટે શિવલિંગને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, અને બીજી તરફ તે ધારણા સદીઓથી નિભાવવામાં આવી રહી છે કે કુંવારી છોકરીઓ શિવલિંગને સ્પર્શ નથી કરી શકતી શિવલિંગને પૂજવાનો અધિકાર ખાસ કરીને પુરુષોને આપવામાં આવ્યો છે અને કુંવારી કન્યાઓ માટે તેનું પૂજન બાધા રૂપ માનવામાં આવ્યું છે. તેની પાછળ થના કારણો છે, જેને આપણા માંથી મોટાભાગના લોકો નથી જાણતા. આવો જાણીએ તે કારણો વિષે.

શું છે તેના કારણ ?

એક જૂની કહાની મુજબ એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ખુબ જ કઠોર અને પવિત્ર તપસ્યામાં લીન રહેતા હતા. તેવામાં કોઈ પણ માણસ કે મહિલા તેની આસપાસ જવાથી દુર રહેતા હતા. એટલું જ નહિ પરંતુ તે સમયમાં દેવી-દેવતા અને સુંદર અપ્સરાઓ પણ તે વાતનું ખાસ ધ્યાન રાખતી હતી કે ભગવાન શિવની તપસ્યા તેની ભૂલને કારણે ભંગ ન થઇ જાય.

ત્યાં સુધી કે તેના કારણે જ ભગવાનનું ધ્યાન ભંગ ન થઇ જાય અને તે તેની ઉપર ક્રોધ ન વરસાવી દે. કદાચ એ કારણ છે કે ત્યારથી લઈને આજ સુધી કોઈ પણ મહિલા કે કુંવારી છોકરી શિવલિંગને ન તો સ્પર્શી શકી છે અને ન તો તેનું પૂજન કરી શકી છે.

તમારા માંથી ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે કુંવારી છોકરીઓ ભગવાન શિવને નથી પૂજી શકતી પરંતુ એ વાત જરાપણ સાચી નથી ખાસ કરીને છોકરીઓએ ભગવાન શિવની એકલી પૂજા કરવાની મનાઈ કરવામાં આવે છે પરંતુ તે જો શિવ પાર્વતીની એક સાથે પૂજા કરે છે, તો તેના માટે તેને મનાઈ નથી કરવામાં આવતી.

એક બીજી માન્યતા મુજબ દરેક પુરુષ ભગવાન શિવનો જ અંશ છે, જયારે છોકરીઓ માં પાર્વતીજીના, એટલા માટે તમામ છોકરીઓ શિવલિંગને સ્પર્શ કરવાથી મનાઈ કરવામાં આવે છે પરંતુ તેની ઉપર જળ ચડાવવાની તેને કોઈ મનાઈ નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.