વોરેન બફેટની શિખામણથી પિતા-પુત્રની આ જોડી બની ગઈ અરબોપતિ, શું છે તે કિંમતી શિખામણ.

અમેરિકામાં મૂળ ભારતીય એક પિતા-પુત્રની એવી જોડી પણ છે, જેમના માટે વોરેન બફેટને મળવું કોઈ તીર્થયાત્રાથી ઓછું ન હતું.

દુનિયાના ત્રીજા સૌથી શ્રીમંત વ્યક્તિ વોરેન બફેટ ઘણા લોકોના આદર્શ છે. લોકો તેમની પાસેથી પ્રેરણા લઇને શ્રીમંત બનવાના સપના જુવે છે અને તેમની ટીપ્સ પણ ફોલો કરે છે. પરંતુ અમેરિકામાં મૂળ ભારતીય એક પિતા-પુત્રની એવી જોડી પણ છે. જેમના માટે વોરેન બફેટને મળવું કોઈ તીર્થયાત્રાથી ઓછું ન હતું. તે પિતા-પુત્ર છે પોલ સિંહ અને જય ફીનીક્સ સિંહ. તે બન્ને જ સફળ એન્ટરપ્રેન્યોર છે.

વોરેન બફેટ દ્વારા પોતાની કંપની ‘વર્કશાયર હેથવેના’ શેયર હોલ્ડર્સ સાથે ઓમાહા શહેરમાં કરેલ વાર્ષિક બેઠકમાં આ પિતા-પુત્ર પણ સામેલ થયા હતા. ૬૮ વર્ષીય પોલ સિંહ અને ૩૨ વર્ષીય જય બફેને સંપૂર્ણ રીતે ફોલો કરે છે અને તેમની રોકાણની સરળ એપ્રોચના ફેન છે.

પોલ સિંહ અને જય ફીનીક્સ સિંહની ઉંમરમાં ભલે અંતર હોય પરંતુ બન્નેએ વેપારમાં સફળતા મેળવી. ત્યાર પછી બન્ને પોતાના વેપારને વેચીને અબજોપતિ બન્યા.

આ શીખ્યા છે વોરીન બફેટ પાસેથી :-

વોરેન બફેટ પાસેથી જે ગુણ આ પિતા-પુત્રની જોડી એ શીખ્યા છે, તે માંથી એક છે લાંબા સમય ગાળા માટે રોકાણ કરવું અને ભૂલ કરવાથી ન ડરવું. બન્ને શેર બજારમાં રોકાણ ન કરતા અને ETF ઉપર વિશ્વાસ કરે છે.

શું કહે છે આ બન્ને?

જયનું કહેવું છે કે વોરેન બફેટ તે અમેરિકન ડ્રીમના એક સૌથી સારું ઉદાહરણ છે, જેમાં તમે ઘણી નાની એવી શરુઆત કરો છો અને તમારું નામ બનાવવામાં સફળ થાવ છો. તે પોલનું કહેવું છે કે તમારે એ ખરીદવું જોઈએ, જે કામનું હોય. પૈસા હોવાનો એ અર્થ નથી કે તમે દેખાડો કરો અને મોંઘી કારો ખરીદો કે એવું ઘર ખરીદો, જેની તમારે જરૂર ન હોય.

જય સિંહે આગળ જણાવ્યું કે, હું આજે પણ ૨૦૦૪ મોડલની હોન્ડા ચલાવી રહ્યો છું. અને મારા માતા પિતા સાથે રહું છું. બફેટ વિષે જય કહે છે, વોરેન કહે છે તમારું વિઝન અને લાંબા ગાળાનો પ્લાન જ તમને કામ આવે છે.

પોલ સિંહ વિષે :-

પોલ સિંહ ૨૦ વર્ષની ઉંમરમાં અમેરિકામાં ગ્રેજ્યુએટ થવા માટે આવ્યા હતા, અને તે સમયે તેમના ખિસ્સામાં માત્ર ૫૦ ડોલર હતા. નવી દિલ્હી પાસેના એક ગરીબ પરિવાર માંથી આવનારા પોલ સિંહને હાવર્ડમાં એડમીશન મળ્યું અને વર્ષ ૧૯૮૨ માં તેમણે એમબીએની ડીગ્રી લીધી. પોલ સિંહે ત્રણ કંપનીઓ ખોલી, જેમાં છેલ્લી કંપની પ્રાઈમસ ટેલીકમ્યુનીકેસનનું ૬ વર્ષમાં ૧ બિલીયન ડોલરનું ટનઓવર હતું.

વર્ષ ૨૦૦૦ માં પોલ સિંહ એ બ્રિટીશ મહિલા સાથે લગ્ન કર્યા અને rezon8 fund નામની કંપની બનાવી. આ કંપની ખાસ કરીને અમેરિકાના એ સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કર્યું, જે સોફ્ટવેર અને આઈટીની હતી.

પિતાના પૈસા વગર જયએ શરુ કર્યું સ્ટાર્ટઅપ :-

આમ તો પોલ પોતાના દીકરા જયને મેંટોર છે, પરંતુ તેના સ્ટાર્ટઅપ માટે તેમણે કોઈ મદદ ન કરી હતી. જય જણાવે છે, હું નહોતો ઈચ્છતો કે મારા પિતા મને પૈસા આપે. મારી પાસે થોડું સેવિંગ્સ હતું, જે મેં મારા સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું.

જય સિંહે વાયલેંસ રીસર્ચ બનાવ્યું હતું. જેને વર્ષ ૨૦૧૭ માં વેચીને તેમણે દમોડલમેન.કોમ વેબસાઈટ બનાવી જો કે બિજનેશ મેં માટે મેચમેકિંગ સાઈટ છે.

આ માહિતી ફાઇનસિયલ એક્સપ્રેસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.