પતંગિયા માટે વોટિંગ : દેશમાં રાષ્ટ્રીય પતંગિયું પસંદ કરવા માટે વોટિંગ શરુ, જાણો આ 7 ખાસ પતંગિયાની ખાસિયત અને વોટિંગની રીત

આ 7 માંથી કોઈ એકને દેશનું રાષ્ટ્રીય પતંગિયું પસંદ કરવા માટે થઈ રહ્યું છે વોટિંગ, જાણો તેમની ખાસિયતો અને વોટિંગ કઈ રીતે કરવું તેના વિષે.

હાલના દિવસોમાં ભારતની રાષ્ટ્રીય પતંગીયા પસંદગી કરવામાં આવી છે. તેના માટે લોકો પાસેથી ઓનલાઈન વોટીંગ કરાવવામાં આવી રહ્યું છે. તેના પહેલા રાષ્ટ્રીય પશુ, રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય પુષ્પ પણ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ દેશમાં એવું પહેલી વખત થવા જઈ રહ્યું છે, જયારે કોઈ રાષ્ટ્રીય પ્રતિક માટે પસંદગી માટે સામાન્ય લોકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે.

કેવી રીતે થશે પતંગીયાની પસંદગી? ભારતમાં કુલ 1500 પ્રકારના પતંગીયા જોવા મળે છે. દેશના પતંગીયા નિષ્ણાંતના જુથે છેલ્લા ઘણા વર્ષોમાં જંગલો, બગીચા વગેરે સ્થાનો ઉપર પતંગીયાનો સર્વે શરુ કર્યો હતો. લોકડાઉન દરમિયાન રાષ્ટ્રીય પક્ષી અને પુષ્પની જેમ રાષ્ટ્રીય પતંગીયા પસંદગીનો વિચાર આવ્યો. દેશભર માંથી આંકડા એકઠા કર્યા પછી પતંગીયા નિષ્ણાંતોની ટીમે આંતરીક મતદાન દ્વારા સાત પતંગીયાની અંતિમ યાદી તૈયાર કરી. અને એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે તે પ્રજાતિ ન તો દુર્લભ હોય અને ન તો સામાન્ય.

આમાંથી પસંદ કરી લો તમારું મનપસંદ પતંગીયું :

1. કૃષ્ણા પીકોક : તે આકારમાં મોટું પતંગીયું છે, જે ઉત્તર-પૂર્વી ભાગ અને હિમાચલમાં મળી આવે છે. તેની પાંખ 130 એમએમ સુધી હોય છે. આગળની પાંખ કાળા રંગની હોય છે. જેમાં પીળા રંગની લાંબી કિનારી હોય છે. નીચેની પાંખમાં વાદળી લાલ વળાંક મળે છે.

krishna peacock butterfly and Common jezebel butterfly
krishna peacock butterfly and Common jezebel butterfly

2. કોમન જેજબેલ : 66-83 એમએમ આકારનું આ પતંગીયાની પાંખોની ઉપરનો ભાગ સફેદ અને નીચેનો ભાગ પીળો હોય છે. તેની ઉપર કાળી મોટી કીનારી અને કિનારી ઉપર નારંગી નાના નાના ટપકા તેને સુંદર બનાવે છે.

3. ઓરેંજ ઓકલીફ : પાંખના છેડા ઉપર નારંગી પટ્ટા અને વાદળી રંગ હોય છે. વચ્ચે બે સફેદ ટપકા હોય છે. પાંખ ખુલતા જ રંગીન છટા પાથરે છે. વેસ્ટર્ન ઘાટ અને ઉત્તર-પૂર્વના જંગલોમાં મળી આવે છે.

Orange oakleaf butterfly and five bar swordtail butterfly

4. ફાઈવ બાર સ્વોર્ડ ટેલ : પાંખોનો આકાર 75 થી 90 એમએમ સુધી હોય છે. પાછળની પાંખ ઉપર એક લાંબી સીધી કાળી તલવાર જેવી પૂંછડી, તેની ઓળખ છે. પાંખોના કાળા સફેદ પટ્ટા ઉપર લીલા પીળા રંગનો મેળ તેને સુંદર બનાવે છે.

5. કોમન નવાબ : તે ઝડપથી ઉડી શકે છે. ઝાડના ઉપરના ભાગમાં મળી આવે છે, એટલા માટે ઓછા જોવા મળે છે. ઉપરની પાંખ કાળી હોય છે. નીચે ચોકલેટી રંગની પાંખોની વચ્ચે આછી રહેલી પીળી ટોપી જેવી આકૃતિને કારણે તેને નવાબ કહેવામાં આવે છે.

Common nawab butterfly and yellow gorgon butterfly

6. યલો ગોર્ગન : તે મધ્યમ આકારનું ઘણું સુંદર પતંગીયું છે. તેના ખૂણા બનાવતા અનોખી પાંખની તેની ખાસિયત છે. તેની પાંખની અંદરના ભાગ ઉપર ઘાટો પીળો રંગ હોય છે. તે પૂર્વ હિમાચલ અને ઉત્તર પૂર્વ ભારતના જંગલોમાં મળી આવે છે.

7. નોર્દન જંગલ ક્વીન : ચોકલેટ બ્રાઉન રંગનું પતંગીયું હોય છે. આછી વાદળી કિનારી તેને સુંદર બનાવે છે. પાંખો ઉપર ચોકલેટી ગોળ ટપકા તેની સુંદરતા વધારી દે છે. તે ફ્લોરોસેંટ કલરમાં પણ જોવા મળે છે. તે અરુણાચલ પ્રદેશમાં મળી આવે છે.

northern jungle queen butterfly

અહિયાં તમારા ફેવરીટ પતંગીયા માટે કરો ઓનલાઈન વોટીંગ : સામાન્ય લોકો 8 ઓક્ટોબર સુધી ઓનલાઈન મતદાન કરીને સાત માથી પોતાની પસંદગીના એક પતંગીયાની પસંદગી કરી શકે છે. તેના માટે લીંક tiny. cc/nationalbutterflypoll ઉપર જવું પડશે. ત્યાં તેને એક ગુગલ ફોર્મ મળશે. તેના દ્વારા કોઈ એક પતંગીયાને વોટ આપી શકો છો. વધુ વોટ પ્રાપ્ત કરવા વાળા પતંગીયાની યાદી કેન્દ્રીય પર્યાવરણ અને વન વિભાગમાં રજુ કરવામાં આવશે જેમાંથી રાષ્ટ્રીય પતંગીયાની પસંદગીની એક સમિતિ કરશે. આશા છે કે નવા વર્ષની શરુઆતમાં આપણી પાસે આપણું એક રાષ્ટ્રીય પતંગીયું હશે.

પતંગીયાને આટલું મહત્વ કેમ? : પતંગીયા અને જીવાતોની વિવિધતા અને તેની સંખ્યા કોઈ પણ ક્ષેત્રની પરિસ્થિતિની તંત્રના આરોગ્યને સમજવાની ઉત્તમ રીત છે. જો પતંગીયા અને જીવાતોની વિવિધતા અને તેની સંખ્યા ઓછી છે, તો તે એ વાતના સંકેત હોય છે કે આ ક્ષેત્રનું ખાસ કરીને આરોગ્ય સારું નથી. તેનો અર્થ એ પણ છે કે માણસો માટે પણ આ ક્ષેત્ર ધીમે ધીમે રહેવા લાયક નહિ રહે. પતંગીયાને મહત્વ એટલા માટે આપવામાં આવે છે કેમ કે રંગબેરંગી ફૂલોની આસપાસ ભોજન શોધવાની ટેવને કારણે તેની જૈવ વિવિધતાનું આંકલન બીજા જીવાણુંની સરખામણીમાં સરળ થઇ જાય છે.

સંકટમાં કેમ છે પતંગીયા? : જૈવ વિવિધતામાં ખામી પતંગીયા કુદરતી રીતે કે જંગલોમાં થતા છોડ ઉપર જ આધારિત રહે છે. સજાવટ અને હાઈબ્રીડ છોડ પતંગીયા માટે નકામાં સાબિત થાય છે. જંગલોની ઘનોત પનોત અને પછી બગીચા અને મેદાનમાં પણ સાફ સફાઈને બહાને આપણે જંગલી વેલો, છોડ અને ઘાંસને પણ નાશ કરી નાખ્યા. તેમાં જૈવ વિવિધતા ઓછી થઇ ગઈ અને પતંગીયા પણ ઓછા થઇ ગયા.

જંતુનાશકનો વધુ ઉપયોગ જંતુનાશકોનો અતિશય ઉપયોગ પણ પતંગીયાની પ્રજાતિઓનો નાશ કરવા માટે જવાબદાર હોય છે. અમેરિકાના ફ્લોરીડામાં મચ્છરો માંથી ઉત્પન થતા રોગોને અટકાવવા માટે જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગને કારણે ત્યાં પતંગીયાની બે પ્રજાતિઓ તો વિલુપ્ત થવા ઉપર આવી ગઈ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.