દુનિયાને વિદાય કહી ગયો આ હસમુખો સંગીતકાર, 1 અઠવાડિયાથી કોરોના પોઝિટિવ, બોલીવુડે આ શબ્દોમાં શોક વ્યક્ત કર્યો.

1 અઠવાડિયાથી કોરોના પોઝિટિવ, આ હસમુખા સંગીતકારે કહી દુનિયાને વિદાય, જાણો બૉલીવુડ તેમના ગયા પછી શું કહી રહ્યું છે.

2020 ફિલ્મ ઈંડસ્ટ્રી માટે ખુબ જ ખરાબ રહ્યું છે. આ વર્ષે આપણે બોલીવુડના 2 દિગ્ગજ સ્ટાર્સ ઋષિ કપૂર અને ઇરફાન ખાનને ગુમાવ્યા છે. હવે આ સાંકળમાં મ્યુજિક ઈંડસ્ટ્રીના જાણીતા ને માનીતા સિંગર અને કમ્પોઝર વાજિદ ખાન નું નામ પણ જોડાઈ ગયું છે, વાજિદ પાછલા 1 અઠવાડિયાથી કોરોના પોઝિટિવ હતા. આ સિવાય તેમને ઘણા લાંબા સમયથી કિડનીની તકલીફ પણ હતી. રવિવાર મોડી રાત્રે જયારે તેમની તબિયત બગડી તો મુંબઈના હોસ્પિટલમાં તેમને લઇ જવામાં આવ્યા, અહીં તે જિંદગીની લડાઈ હારી ગયા અને 42 વર્ષની ઉંમરમાં છેલ્લા શ્વાસ લીધા.

બોલીવુડમાં ખૂબ જ પ્રખ્યાત હતી સાજીદ વાજિદની જોડી.

ફિલ્મ ઈંડસ્ટ્રીમાં સાજીદ-વાજિદની જોડી ખૂબ જ પ્રખ્યાત હતી. આ બંને એ સાથે મળીને કેટલાય હિટ થયેલા ગીતો કમ્પોઝ કર્યા હતા. સાજીદ વાજિદ બૉલીવુડ સુપર સ્ટાર્સ સલમાન ખાનના ખુબ જ નજીક અને તેમના મનપસંદ હતા, આ બંને એ સૌથી વહેલું સંગીત સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યાં’ માં આપ્યું હતું. આ સિવાય ‘હમકા પિની હૈ’, ‘મેરાહી જલવા’, ‘સોની દે નખરે’, ‘માશાઅલ્લાહ’, ‘ડુ યુ વન્ન પાર્ટનર’ સાથે દબંગ-3 ફિલ્મના ગીતો પણ સાજીદ-વાજિદે જ કમ્પોઝ કર્યા હતા. દબંગ ફિલ્મ માટે તેમને 2011 માં બેસ્ટ મ્યુજિકનો ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યો છે.

બોલીવુડે દર્શાવ્યો શોક

વાજિદ ખાનના અવસાનના સમાચાર આવતા જ આખા બોલીવુડ શોકમાં ડૂબી ગયા, લોકોએ વાજિદને સોસીયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું કે – “વાજિદ ખાનના અવસાનના સમાચાર સાંભળતા હેરાન છું. તે એક હુન્નરમંદ અને સારો માણસ ચાલ્યો ગયો. દુઆ, પ્રાર્થના અને સાંત્વના”

હિરોઈન પ્રિયંકા ચોપડા લખે છે – “ખુબજ દુઃખદ સમાચાર છે, એક વસ્તુ જે મને હંમેશા યાદ રહશે તે છે, વાજિદ ભાઈનું હાસ્ય, તે હંમેશા હસતા રહેતા હતા. ખુબ જ જલદી ચાલ્યા ગયા, આ દુઃખના સમયમાં પરિવારને મારા સાંત્વના.”

વરુણ ધવણ શોક જણાવતા લખે છે – “સમાચાર સાંભળીને હેરાન છું, વાજિદ ભાઈ મારા અને પરિવારના ઘણા નજીક હતા, તે એક ઘણા સકારાત્મક વ્યક્તિ હતા, અમે બધા વાજિદ ભાઈને યાદ કરીશું, મ્યુજિક માટે આભાર.”

ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર કારણ જોહરે લખ્યું – “વાજિદ ખાન તમારી આત્માને શાંતિ. તમારું સંગીત હંમેશા અમર રહેશે. પરિવારને સહાનુભૂતિ, ઘણા જલદી ચાલ્યા ગયા.”

એક્ટર અનુપમ ખેરજી લખ્યું છે.- “સાજીદ ખાનની ટીમના ગ્રેટ ટેલેન્ટ વાજિદ ખાને અચાનક થયેલા દેહાંતના સમાચાર સાંભળીને હેરાન અને દુઃખી છે, તે ઘણા વિનમ્ર અને હસમુખ સ્વભાવના હતા, ભગવાન તેમના પરિવારને આ દુઃખમાં લાડવા માટે શક્તિ આપે, અમારી પ્રાર્થના તમારી સાથે છે.

સોનુ નિગમે પોતાની અને વાજિદના ફોટા શેયર કરતા લખ્યું – મારો ભાઈ વાજિદ અમને છોડીને ચાલ્યો ગયો.

ખરેખર આ વર્ષ બૉલીવુડ ઈંડસ્ટ્રી માટે ઘણું દુઃખદાયક રહ્યું છે. કોરોના વાયરસને કારણે આ વર્ષે ભારતમાં હજ્જારો મોત થઇ રહ્યા છે. એમાં હવે મનોરંજનની દુનિયાના ઝગમગતા તારા પણ સમાવેશ થઇ ગયા છે. ભગવાન વાજિદ ખાનની આત્માને શાંતિ આપે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.