વાજિદ ખાનનું 42 વર્ષની ઉંમરમાં નિધન, તુંટી ગઈ સાજીદ-વાજિદની પ્રખ્યાત જોડી.

જાણો કયાં કારણોથી થયું સિંગર વાજિદ ખાનનું નિધન, સાજીદ-વાજિદે આ પ્રખ્યાત ફિલ્મોમાં આપ્યું છે સુપરહિટ મ્યુજિક.

હિંદી સિનેમાની પ્રખ્યાત જોડી, સંગીતકાર સાજીદ-વાજિદની જોડી તૂટી ગઈ છે. બોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાન (Wajid Khan) નું રવિવારે રાત્રે નિધન થયું છે. તે 42 વર્ષના હતા. તે છેલ્લા થોડા દિવસોથી કિડનીની બીમારી સામે લડી રહ્યા હતા.

સોનુ નિગમ અને એકટર રણવીર શૌરી સહીત ઘણી ફિલ્મી હસ્તીઓએ તેની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, વાજિદ ખાનનું નિધન કોરોના વાયરસથી થયું છે. સાજીદ-વાજિદે ઘણી ફિલ્મોને સુપરહિટ મ્યુઝિક આપ્યા. તેમજ વાજિદ ખાને એક સિંગર તરીકે સલમાન ખાન માટે ‘હમકા પીની હૈ’, ‘મેરા હી જલવા’ સહીત ઘણા હિટ ગીતો પણ ગાયા છે.

સોશિયલ મીડિયા પર વાજિદ ખાનના નિધનનું કારણ કોરોના વાયરસ જણાવવામાં આવી રહ્યું છે. આને લઈને વાજિદ ખાનના બાળપણના મિત્ર રણવીર શૌરીએ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, હું બાળપણના મિત્રના નિધનના સમાચાર સાંભળીને દુઃખી છું. વાજિદ ખાને કોવિડ-19 આગળ હાર માની લીધી. હું આઘાતમાં છું. વાજિદ મારા ભાઈ તારા અને તારા પરિવાર માટે હગ્સ મોકલી રહ્યો છું. આ ઘણું દુઃખદ છે.

એક્ટર વરુણ ધવને વાજિદ ખાનના નિધનના સમાચાર પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, વાજિદ ખાન ભાઈ મારા અને મારા પરિવારની ઘણા નજીક હતા. તે આસપાસ રહેવાવાળા સૌથી સકારાત્મક લોકોમાંથી એક હતા. અમે તમને યાદ કરીશું વાજિદ ભાઈ. સંગીત માટે આભાર.

‘પ્યાર કિયા તો ડરના કયા’ થી મળી હતી ઓળખ :

સાજીદ-વાજિદની જોડીએ 1998 માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માટે મ્યુઝિક આપ્યું હતું. આ ફિલ્મથી આ જોડીને ઓળખ મળી હતી. ત્યારબાદ 1999 માં સોનુ નિગમના આલ્બમ ‘દીવાના’ માટે મ્યુઝિક આપ્યું હતું. આ આલ્બમમાં ‘દીવાના તેરા’, ‘અબ મુજસે રાત દિન’ અને ‘ઇસ કદર પ્યાર હૈ’ જેવા સુપરહિટ ગીત શામેલ હતા. ત્યારબાદ આ જોડીએ પાછળ વળીને નથી જોયું.

થોડા દિવસો પહેલા જ બોલીવુડે ઈરફાન ખાન અને ઋષિ કપૂર જેવા દિગ્ગજ કલાકારને ખોયા છે. હજી લોકો તેના દુઃખમાંથી બહાર નથી નીકળી શક્યા કે, વધુ એક દિગ્ગજ હસ્તીએ આ દુનિયામાંથી વિદાય લીધી છે. ભગવાન તે દરેકની આત્માને શાંતિ અર્પે એવી પ્રાથના. ૐ શાંતિ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.