આ દિવાળી મેળવવા માંગો છો માં લક્ષ્મીની કૃપા, તો ઘરમાંથી કાઢી નાખો આ 9 વસ્તુ.

માં લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે દિવાળી પહેલા ઘરમાંથી જરૂર કાઢી નાખો આ વસ્તુઓ. હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી આ વર્ષે 2020માં 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે, જેની તૈયારીઓ હવે આખા દેશમાં શરુ થઇ ગઈ છે. માનવામાં આવે છે કે દિવાળીમાં માં લક્ષ્મી સ્વયં ઘરે આવે છે, એટલા માટે તેમના સ્વાગતમાં થોડી જરૂરી તૈયારીઓ કરવામાં આવે છે. દિવાળીની તૈયારીઓમાં સાફ-સફાઈ, ચૂનો કરવો અને ઘરને રંગ બેરંગી ઝાલરોથી શણગારવું મુખ્ય માનવામાં આવે છે. પરંતુ તે ઉપરાંત પણ સાફ સફાઈ દરમિયાન અમુક વસ્તુ જરૂર કરવી જોઈએ.

તૂટેલો અરસો દુર કરી દો : દિવાળીની સાફ સફાઈ દરમિયાન જો તમારા ઘરમાં ક્યાય તૂટેલો અરીસો મળે તો તેને તરત દુર કરી લો. માનવામાં આવે છે કે તૂટેલો અરીસાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે, જેથી ઘરના સભ્યોની માનસિક સ્થિતિ સારી નથી રહેતી.

ઘર માંથી તૂટેલું ફર્નીચર દુર કરી દો : જો તમારા ઘરમાં ક્યાય તૂટેલું ફર્નીચર છે, તો તેને તરત દુર કરી દો. તૂટેલું ફૂટેલું ફર્નીચર ઘર માટે અશુભ હોય છે. ઘરના ફર્નીચરની સ્થિતિ હંમેશા સારી રહેવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે તૂટેલું ફર્નીચર ઘરની સ્થિતિ ઉપર ખરાબ અસર કરે છે.

તૂટેલી મૂર્તિઓ દુર કરી દો : જો તમારા ઘરમાં તૂટેલી મૂર્તિઓ છે તો દિવાળી પહેલા તેવી મૂર્તિઓનું વિસર્જન કરી દો અને નવી મૂર્તિ લાવીને સ્થાપિત કરો. તૂટેલી મૂર્તિઓની પૂજા ક્યારે પણ ન કરવી જોઈએ.

રસોડા માંથી દુર કરો તૂટેલા વાસણ : તૂટેલા વાસણમાં ક્યારે પણ ખાવાનું ખાવું ન જોઈએ. દિવાળીની સાફ સફાઈ દરમિયાન એવા વાસણ જે તૂટી ગયા છે કે જે વાસણનો તમે ઉપયોગ નથી કરી રહ્યા, તેને ઘર માંથી દુર કરી દો. કહેવામાં આવે છે કે તૂટેલા વાસણ ઘરમાં ઝગડાનું કારણ બને છે.

જુના બુટ ચપ્પલ ફેંકી દો : જેમ કે તમે બધા જાણો છો કે દિવાળીમાં ઘરના ખૂણે ખૂણાની સફાઈ જરૂરી હોય છે. તેમ જ જો તમારા ઘરમાં જુના બુટ ચપ્પલ છે અને તેનો ઉપયોગ નથી કરતા, તો તેને ઘર માંથી તરત દુર કરવાનું ન ભૂલશો. તૂટેલા-જુના બુટ ચપ્પલથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

બંધ ઘડિયાળને ઘર માંથી દુર કરો : વાસ્તુશાસ્ત્ર મુજબ ઘડિયાળ તમારી પ્રગતીનું પ્રતિક હોય છે, તેવામાં ઘરમાં ક્યારે પણ બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળ તમારી પ્રગતીમાં અવરોધ ઉભો કરી શકે છે. આમ તો તમારા ઘરમાં બંધ ઘડિયાળો છે, તો તરત તેને બહાર કાઢી દો કે પછી નવા પાવર નાખીને તેને ફરીથી ચાલુ કરી દો.

ધાબાની સફાઈ જરૂર કરો : આ દિવાળી ઉપર તમારા ઘરના ધાબાની સફાઈ જરૂર કરો. તમારા ઘરના ધાબામાં કચરો કે ભંગાર કે ઉપયોગમાં ન લેવાતી વસ્તુ રહેલી છે. તો તેને તરત દુર કાઢી નાખો. ધાબાનું ગંદુ રહેવું અશુભ માનવામાં આવે છે.

તૂટેલા ફોટાને દુર કરો : જો તમારા ઘરમાં કોઈ તૂટેલો કે ફાટેલો ફોટો છે તો તેને દિવાળી પહેલા કાઢી નાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલા-ફૂટેલા ફોટાથી ઘરનું વાતાવરણ દુષિત થાય છે, સાથે જ ઘરના સભ્યો વચ્ચે કડવાશ ઉભી થાય છે.

બગડેલો ઈલેક્ટ્રીક વસ્તુને કાઢી નાખો : જો તમારા ઘરમાં કોઈ પ્રકારનો કોઈ બગડેલી ઇલેક્ટ્રિકની વસ્તુ પડી છે જેવી કે, મોબાઈલ, હેડફોન, લેપટોપ વગેરે તો દિવાળી પહેલા ઘરની બહાર કાઢી દો. જો આ વસ્તુને રીપેર કરાવીને ફરી ઉપયોગ કરી શકો છો તો જરૂર કરો. માનવામાં આવે છે કે ખરાબ ઇલેક્ટ્રિક વસ્તુ આરોગ્ય અને સૌભાગ્ય માટે અશુભ હોય છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.