પાણીનો બગાડ કરશો તો હવે ખેર નથી, આટલા વર્ષની સજાને આટલો થશે દંડ.

પાણીનો બગાડ કરવા વાળા હવે ચેતી જજો, હવે થઈ જશે આટલા વર્ષની જેલની સજા અને આટલા લાખ દંડ. પોટેબલ વોટર સીજીડબ્લ્યુના નવા આદેશ મુજબ પીવા યોગ્ય પાણીનો બગાડ ભારતમાં 1 લાખ રૂપિયા સુધી દંડ અને 5 વર્ષ સુધીની જેલની સજા સાથે દંડકીય ગુનો છે.

પાણીનો બગાડ કરવા વાળાએ હવે સાવચેત રહેવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ અને સરકારી સંસ્થા જમીન માંથી મળી આવતા પીવા લાયક પાણી (પોટેબલ વોટર) નો બગાડ કે કારણ વગર ઉપયોગ કરે છે. તો તે એક દંડનીય ગુન્હો માનવામાં આવશે. આ પહેલા ભારતમાં પાણીના બગાડને લઈને દંડની કોઈ જોગવાઈ ન હતી. ઘરની ટાંકી ઉપરાંત ઘણી વખત ટાંકી માંથી અલગ અલગ સ્થળે પાણી પહોચાડનારી નાગરિક સંસ્થાઓ પણ પાણીનો બગાડ કરે છે. સીજીડબ્લ્યુના નવા નિર્દેશ મુજબ પીવા લાયક પાણીનો દુરોપયોગ ભારતમાં 1 લાખ રૂપિયા સુધી દંડ અને 5 વર્ષ સુધીની જેલની સજા સાથે દંડનીય ગુન્હો ગણાશે.

સીજીડબ્લ્યુએ પાણીનો બગાડ અને કારણ વગરના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવા માટે 8 ઓક્ટોબર, 2020ના રોજ પર્યાવરણ (સંરક્ષણ) કાયદો, 1986 ની કલમ પાંચની શક્તિઓનો ઉપયોગ કરીને પ્રાધીનીક્રણ અને દેશના તમામ લોકોને સંબોધિત કરીને પોતાના આદેશમાં કહ્યું છે કે આ આદેશ જાહેર થવાની તારીખથી સંબંધિત નાગરિક વિભાગ જે રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોમાં પાણી પૂરુ પાડવાનું નેટવર્ક સંભાળે છે અને જેને જળ વોર્ડ, જળ નિગમ, વોટર વર્કસ ડીપાર્ટમેન્ટ, નગર નિગમ, નગર પાલિકા વિકાસ પ્રાધીનીકરણ, પંચાયત કે કોઈ પણ બીજા નામથી ઓળખાય છે.

તે એ નક્કી કરશે કે જમીન માંથી પ્રાપ્ત થતા પોટેબલ વોટર એટલે કે પીવા લાયક પાણીનો બગાડ અને તેનો ખોટો ઉપયોગ નહિ થાય. આ આદેશનું પાલન કરવા માટે તમામ એક તંત્ર વિકસિત કરશે અને આદેશનું ઉલંઘન કરવા વાળાની વિરુદ્ધ દંડકીય કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં કોઈ પણ વ્યક્તિ ભૂ-જળ સ્ત્રોતથી પ્રાપ્ત થતા પીવા લાયક પાણીનો ખોટો ઉપયોગ કે બગાડ નહિ કરી શકે.

એનજીટીમાં રજુ કરવામાં આવી હતી ભલામણ : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે રાજેન્દ્ર ત્યાગી અને બિન સરકારી સંસ્થા તરફથી અને ગયા વર્ષે 24 જુલાઈ, 2019 ના રોજ પાણીના બગાડ ઉપર પ્રતિબંધ લાવવાની માંગણી કરતી ભલામણ ઉપર પહેલી વખત સુનાવણી કરી હતી. આ બાબતમાં આશરે એક વર્ષથી વધુ સમય પછી 15 ઓક્ટોબર, 2020ના રોજ એનજીટીના આદેશનુ પાલન કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયને આધીન કેન્દ્રીય ભૂજળ પ્રાધિની કરણ (સીજીડબ્લ્યુ) એ આદેશ બહાર પાડ્યો છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.