કેલ્ક્યુલેટર ને ગુજરાતીમાં શું કહેવાય છે? IAS ઇન્ટરવ્યૂના સૌથી મુશ્કેલ સવાલ કરી દેશે મગજનું દહીં.

એવો કયો સવાલ છે જેનો જવાબ હંમેશા બદલાતો રહે છે? IAS ઇન્ટરવ્યૂમાં પૂછનાર સવાલ અને તેના વિચિત્ર જવાબ. IAS Interview Questions in gujarati / UPSC Questions: સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે.

આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – એવો કયો પ્રશ્ન છે જેનો જવાબ ક્યારેય હા માં નથી આપી શકાતો?

જવાબ – શું તમે સુઈ ગયા છો?

પ્રશ્ન – એક ટેબલ ઉપર એક પ્લેટમાં 2 કેળા રાખવામાં આવ્યા છે પરંતુ ખાવા વાળા ત્રણ લોકો છે, તો કાપ્યા વગર કેવી રીતે ખવરાવવા?

જવાબ – ત્રણ વ્યક્તિ એક એક કેળું ખાશે કેમ કે એક ટેબલ અને બે પ્લેટમાં કેળા રાખવામાં આવ્યા છે. પ્રશ્ન થોડો ગુંચવણ વાળો છે પરંતુ થોડું મગજ ચલાવીને પ્રશ્ન સાંભળશો તો સમજાઈ જશે કે એક ટેબલ ઉપર બે પ્લેટમાં કેળા રાખ્યા છે. એટલે કે ત્રણ લોકો માટે ત્રણ કેળા રહેલા છે.

પ્રશ્ન – તે શું છે જે આગમાં નથી સળગતું અને પાણીમાં નથી ડૂબતું?

જવાબ – બરફ

પ્રશ્ન – શું એવી કોઈ જગ્યા છે, જ્યાં દિવસ અને રાત એક સાથે થતા જોઈ શકાય?

જવાબ – પૃથ્વીના નમવાને કારણે આર્કટીક સર્કલના સ્થાનોમાં એવું શક્ય છે. જેમ કે આલાસ્કા, ઉત્તરી નોર્વે અને આઈસલેંડમાં અહિયાં દિવસ રાત એક સાથે જોવા મળે છે તેનો વિડીયો યુટ્યુબ ઉપર રહેલા છે.

પ્રશ્ન – એવો કયો પ્રશ્ન છે જેનો જવાબ હંમેશા બદલાતો રહે છે?

જવાબ – શું સમય થયો છે? આ પ્રશ્નનો જવાબ હંમેશા અલગ અલગ જ હોય છે.

પ્રશ્ન – કેલ્ક્યુલેટરનું ગુજરાતીમાં શું કહેવાય છે?

જવાબ – કેલ્ક્યુલેટરને ગુજરાતીમાં ગણનયંત્ર કહેવામાં આવે છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ 17મી સદીથી કેલ્ક્યુલેટર શબ્દ સાથે જ થતો આવી રહ્યો છે. કોઈ તેનું ગુજરાતી નામ નથી લેતું.

પ્રશ્ન – ક્યા દેશમાં માત્ર 40 મિનીટની રાત હોય છે?

જવાબ – નોર્વેમાં માત્ર 40 મિનીટની રાત હોય છે. એટલા માટે તેને country of midnight sun કહેવામાં આવે છે.

પ્રશ્ન – શું થશે જો પૃથ્વી ઊંધું ફરવાનું શરુ કરી દે?

જવાબ – પૃથ્વી જો ઉંધુ ફરશે તો હવા પણ પોતાની દિશા બદલી નાખશે. પૃથ્વીનો પશ્ચિમ ભાગ ઠંડો અને પૃથ્વીનો પૂર્વી ભાગ ગરમ થઇ જાય છે. સૌથી મોટો ફેરફાર હવામાનનો રહેશે. આજે દુનિયામાં સરેરાશ 420 લાખ સ્કેવર કિલોમીટર જેટલો ભાગ રણ છે. જો પૃથ્વી ઉંધી ફરવા લાગે તો તે ઘટીને 310 લાખ સ્કેવર કિલોમીટર થઇ જશે. દરેક જગ્યાએ હરિયાળી જ જોવા મળશે.

સહારા રણ આખું નાશ થઇ જશે. બાઝિલ અને અર્જેટીના તે બંને દુનિયાનું સૌથી મોટું રણ બની જશે. બદલાતા હવામાનને કારણે જ અલગ અલગ જીવ જંતુ સમુદ્રમાં અલગ સ્થાને મળી આવે. પૃથ્વી ઊંધું ફરવાનું શરુ કરી દે તો એવું કાંઈ ન રહે જેવું આજે છે. કદાચ જીવનનો વિકાસ એક અલગ રૂપ લે. બની શકે છે કે માણસ ન આવે.

પ્રશ્ન – શું કોઈ પુરુષ માટે તે સંભવ છે કે તે પોતાની વિધવા પત્નીની બહેન સાથે લગ્ન કરી શકે?

જવાબ – નહિ કેમ કે તે પુરુષ મરી ગયો છે.

પ્રશ્ન – મૃત્યુ પામેલા માણસના ફોટા ઉપર માળા કેમ ચડાવે છે?

જવાબ – જેવી રીતે આપણે ભગવાનની પૂજા કરવા માટે હાર માળા ચડાવીએ છીએ, તેવી રીતે મૃત વ્યક્તિને સન્માન અને પ્રેમ દર્શાવવા માટે માળા ચલાવીએ છીએ. તે તેને વારસામાં મળેલી સંપત્તિ, શિક્ષણ અને નામ માટે સન્માન આપવામાં આવે છે.

પ્રશ્ન – માણસ 24 કલાકમાં કેટલા શ્વાસ લે છે?

જવાબ – 17 થી 30 હજાર વખત.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.