જાણો શું છે મહાલયા, દુર્ગા પૂજા થશે 35 દિવસ પછી, જાણો શું છે ખાસ.

આ વર્ષે દુર્ગા પૂજાનો ઉત્સવ મહાલયાના એક મહિના પછી શરુ થશે, એવું કેમ? જાણો મહાલયા એટલે શું. દુર્ગા પૂજા પર્વ એટલે કે મહાલયા. ‘મહાલયા’ એક સંસ્કૃત શબ્દ છે. અર્થ અનુસાર મહાનો અર્થ થાય છે મહાન અને આલ્યાનો અર્થ થાય છે નિવાસ, એટલે કે મહાન નિવાસ. દુર્ગા પૂજાના સાત દિવસ પહેલા નવા ચંદ્ર દર્શન મહાલયા માંગલિક પર્વને દર્શાવે છે. મહાલયા અમાસ દુર્ગા પૂજા અથવા નવરાત્રીની શરૂઆત છે, રંગોની સાથે, ખુશીઓ સાથે અને એક વિશ્વાસ સાથે માં આવે છે.

મહાલયા અમાસની કાળી રાત્રે માં દુર્ગાનું આહવાન કરી તેમની પૂજા કરવામાં આવે છે, અને તેમને ધરતી પર આવવાનું આમંત્રણ આપવામાં આવે છે. તેમની પાસે પ્રાર્થનાના રૂપમાં તેમના આશીર્વાદ માંગવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે માં ધરતી પર આવીને પોતાના બાળકો પર પોતાનો હાથ રાખી આસુરી શક્તિઓથી તેમની રક્ષા કરે છે. જ્યાં એક તરફ આ પર્વ દેવી સ્તુતિ અથવા દેવી પક્ષની શરૂઆત છે, તો તે આદરણીય પિતૃ પક્ષનું સમાપન પણ છે. મહાલયા મુખ્ય રૂપથી બંગાળીઓનો તહેવાર છે.

આ વર્ષે દુર્ગા પૂજાનો ઉત્સવ મહાલયાના એક મહિના પછી શરુ હશે. એવું કેમ? તો આવો તેના વિષે આ લેખના માધ્યમથી વિસ્તાર પૂર્વક જાણીએ. મહાલયા પિતૃ પક્ષ શ્રાદ્ધના અંતની નિશાની છે અને બંગાળીઓ માટે દુર્ગા પૂજાની શરુઆત છે. આ વર્ષે મહાલયા અમાસ 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ ઉજવવામાં આવી હતી.

durga
durga

સામાન્ય રીતે દુર્ગા પૂજાનો ઉત્સવ મહાલયાના સાત દિવસ પછી શરુ થાય છે. પરંતુ 2020 માં આ બહુપ્રતિક્ષિત તહેવાર મહાલયાના એક મહિના પછી ઉજવવામાં આવશે. આ વર્ષે દુર્ગા પૂજા ઉત્સવ 22 ઓક્ટોબર (છઠ) અને 26 ઓક્ટોબર (વિજયાદશમી) વચ્ચે ઉજવવામાં આવશે. પણ આ વર્ષે એવું કેમ બની રહ્યું છે? મોટાભાગના લોકોના મનમાં તેની સાથે જોડાયેલા ઘણા પ્રશ્ન છે. જો તમારા મનમાં પણ એવા કોઈ પ્રશ્ન છે તો આ લેખ જરૂર વાંચો.

બંગાળમાં મહાલયા અમાસનું ઘણું મહત્વ છે. જેમ કે અમે તમને જણાવી ચુક્યા છીએ કે, મહાલયાથી જ પિતૃપક્ષ શ્રાદ્ધનું સમાપન થાય છે અને દુર્ગા પૂજા શરુ થાય છે. પૌરાણીક માન્યતાઓ મુજબ, આ દિવસે જ માં દુર્ગા પૃથ્વી ઉપર આગમન કરે છે અને આગામી 10 દિવસ માટે પૃથ્વી ઉપર જ વાસ કરે છે. પરંતુ આ વખતે મલ માસ એટલે કે અધિક માસના કારણે એવું થવું શક્ય નથી.

મહાલયાના 35 દિવસ પછી દુર્ગા પૂજા કેમ થશે? બીસુધા સિદ્ધાંત અને સૂર્યસિદ્ધાંત મુજબ પંચાંગની બંને શાળા, મહાલયા અને દુર્ગા પૂજા વચ્ચેનું અસામાન્ય અંતર ‘મલ માસ’ કે એક ચંદ્ર માસને કારણે હોય છે, જે બે નવા ચંદ્ર છે. આ મહિના દરમિયાન કોઈ પણ શુભ તહેવાર કે અનુષ્ઠાન જોવા નહિ મળે. બંગાળી મહિનો આસો એક ચંદ્ર માસ છે, અને દુર્ગા પૂજા પૂરી થયા પછી જ ઉજવી શકાય છે.

આમ તો તે એક લાંબો સમય છે, પરંતુ તે પહેલી વખત નથી કે દુર્ગા પૂજામાં મોડું થશે. ગઈ વખતે એવું 2001 માં થયું હતું જયારે દુર્ગા પૂજા મહાલયાના 30 દિવસ પછી ઉજવવામાં આવી હતી. કહેવામાં આવે છે કે બંગાળીઓ મહાલયાના સમયથી જ ઉત્સવના મુડમાં આવી જાય છે. જયારે પૂજા શરુ કરવાને અંતિમ રૂપ મળી જાય છે, ત્યારે લોકો નવા કપડા ખરીદવાના શરુ કરી દે છે અને તહેવાર માટે આયોજન કરે છે. આમ તો આ મહામારી વચ્ચે તહેવાર અલગ રીતે થવાની સંભાવના છે.

શું હોય છે મલમાસ? હિંદુ કેલેન્ડરમાં 30 તિથિઓ હોય છે જેમાં 15 દિવસ વદ પખવાડીયાના અને 15 દિવસ સુદ પખવાડીયાના માનવામાં આવે છે. વદ પખવાડિયાના 15 માં દિવસે અમાસ અને સુદ પખવાડિયાના 15 માં દિવસે પુનમ હોય છે. સૂર્ય અને ચંદ્રની ગતિના આધાર ઉપર હિંદુ કેલેન્ડર બનાવવામાં આવે છે. આ કેલેન્ડરની તિથિઓ વધતી ઘટતી રહે છે, તે અંગ્રેજી કેલેન્ડરના 24 કલાકના એક દિવસ મુજબ નથી હોતું. ત્રણ વર્ષ સુધી જો તિથીઓ વધે અને ઘટે છે તેમાંથી વધેલા સમયથી દર ત્રણ વર્ષે એક માસનું નિર્માણ થાય છે જે મલ માસ એટલે કે અધિક માસ કહેવાય છે.

કેવી રીતે ઉજવાય છે મહાલયા? તે દરેક બંગાળી માટે એક પ્રસિદ્ધ દિવસ છે. આ દિવસે તેઓ ધાર્મિક રીતે વીરેન્દ્ર કૃષ્ણ ભદ્રા દ્વારા ગાવામાં આવેલ મહિષાસુર મર્દિની નામના મંત્રનો રેડિયો પાઠ સાંભળવા માટે સવારે 4 વાગ્યે ઉઠે છે. મંત્રોને દેવીના આગમન માટે બોલવામાં આવે છે, અને ધાર્મિક ભજનો હિંદુ ધાર્મિક ગ્રંથ દેવી મહાત્મ્યમ કે ‘દેવીનો મહિમા’ માંથી લેવામાં આવે છે. ‘જાગો તમે જાગો’ સૌથી પ્રચલિત ભજનમાંથી એક છે. આ સમયે એક બીજા પ્રસિદ્ધ તહેવારની શરુઆત થાય છે, જેને દુર્ગા પૂજા કહેવામાં આવે છે.

durga
durga

આ તહેવાર જુદી જુદી પ્રથાઓ અને અનુષ્ઠાનો સાથે જોડાયેલો છે. ઘણા લોકો તે દિવસે ‘તર્પણ’ કરે છે અને પોતાના પૂર્વજોના સદ્દગત આત્માઓની પૂજા કરે છે, અને બ્રાહ્મણોને ભોજન અને વસ્તુ સાથે ‘ભોગ’ આપે છે. આ દિવસને શુભ માનવામાં આવે છે, કેમ કે માનવામાં આવે છે કે આ દિવસે દેવી દુર્ગા પોતાના બાળકો સાથે પૃથ્વી ઉપર પગ મુકે છે.

એવું પણ માનવામાં આવે છે કે, દેવી દુર્ગાએ કૈલાશ પર્વતથી તેમની યાત્રાની શરુઆત મહાલયા પછી પૃથ્વી ઉપર આવેલા તેમના ઘર, એક પાલખી, નાવડી, હાથી કે ઘોડા ઉપર કરી હતી. ‘દેવી પક્ષ’ એટલે દુર્ગા પૂજા ઉજવવાનો શુભ સમય 17 ઓક્ટોબરના રોજ ‘એકમ’ એટલે શરદ નવરાત્રીના પહેલા દિવસથી શરુ થશે. આ રીતે વધુ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.