માંગલિક હોવું એટલે શું, અને કેવી રીતે તમે મંગળના દોષોના ખરાબ પ્રભાવને ઘટાડી શકો.

માંગલિક હોવા છતાં તમે આ ઉપાય કરવાથી મંગળ કુપ્રભાવને કરી શકશો શાંત, આવી રીતે થશે તેનો પ્રભાવ ઓછો. ઘણા લોકો એવા હોય છે, જેની કુંડળીમાં 1, 4, 7, અને 12 ભાવમાં મંગળ બેઠેલા હોય છે. તેને જ માંગલિક દોષ કહેવામાં આવે છે. તેને લીધે લોકોને તેમના જીવનમાં ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.

ઘણા લોકો એવા હોય છે, જેની કુંડળીમાં 1, 4, 7 અને 12માં ગૃહમાં મંગળ બેઠો હોય છે. તેને જ માંગલિક દોષ કહેવામાં આવે છે. તેને કારણે લોકોને તેમના જીવનમાં ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. ઉદાહરણ તરીકે – જમીન સાથે જોડાયેલી બાબતોમાં અડચણ ઉભી થવી, લગ્નમાં મોડુ થવું, દેવા માંથી મુક્તિ ન મળવી વગેરે. જ્યોતિષાચાર્ય પંડિત દયાનંદ શાસ્ત્રીએ જણાવ્યું કે મંગલ દોષ નિવારણ માટે વિશેષ પૂજા કરવાની વિધિ છે. મંગળ દોષની શાંતિ માટે વિશેષ દાન કરવામાં આવે છે, જેની માહિતી અમે તમને અહિયાં આપી રહ્યા છીએ.

dan
dan donate

મંગળ દોષ શાંતિ માટે કરો આ ઉપાય અને દાન :

1. કોઈ બ્રાહ્મણ અને ક્ષત્રીયને ઘઉં, ગોળ, માચીસ, તાંબુ, સોનું, ગાય, મસુર દાળ, લાલ ચંદન, લાલ પુષ્પ, મીઠાઈ અને દ્રવ્ય અને ભૂમિ દાન કરવાથી કે લાલ કપડા પહેરવાથી મંગળ દોષ દુર થાય છે. અને લાલ કપડામાં મસુર દાળ, લાલ ચંદન, લાલ પુષ્પ, મીઠાઈ અને દ્રવ્ય લપેટીને કોઈ નદીમાં પધરાવી દેવાથી મંગળનો અમંગલ દુર થાય છે.

2. તુલસીના છોડ પાસે રોજ સાંજે ઘી નો દીવો પ્રગટાવવો, સાથે જ તુલસીના મણકાની માળા પહેરો. કૃષ્ણજીની સાચા મનથી પૂજા કરો. તેના એક ફોટાને છોડ પાસે સ્થાપિત કરી દો. ધ્યાન રાખો કે તુલસીના છોડની રવિવારે પૂજા નથી કરવામાં આવતી.

3. ખિસ્સામાં કે પર્સમાં ચાંદીનો ચોરસ ટુકડો રાખવાથી કુંડળીમાં મંગળ કારક લગ્નમાં ઉભા થઇ રહેલો વિલંબ ઠીક થઇ જશે.

4. માંગલિક કુંડળી વાળા લોકોએ દર મંગળવારના દિવસે મંગલદેવની વિશેષ પૂજા કરવી જોઈએ. સાથે જ લાલ મસુરની દાળ, લાલ કપડા જેવી મંગળદેવની પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ.

5. કુંડળીના મંગળદોષને ઓછા કરવા માટે દર મંગળવાર કે દરરોજ શિવલિંગ ઉપર કુમકુમ ચડાવો.

6. સુદ પખવાડીયાના મંગળવારના રોજ ચાંદીનો એક ટુકડો લો અને જમીનમાં એક ખાડો કરી તે ટુકડાને જમીનમાં દાટી દો. તેને પાણી આપો અને પછી તેની ઉપર તુલસીનો છોડ રોપી દો. તેનું ધ્યાન રાખો. તેમાં નિયમિત રીતે જળ નાખતા રહો. તેનાથી પણ લગ્નમાં આવી રહેલી અડચણ દુર થઇ જાય છે.

7. સુદ પખવાડિયાના મંગળવારના રોજ ભગવાન રામ-સીતા અને હનુમાનજીના ફોટાની સ્થાપના કરો, દીવો પ્રગટાવીને સુંદરકાંડના પાઠ કરવાથી કોઈ યુવતીના લગ્નમાં આવી રહેલી અડચણ દુર થઇ જાય છે.

8. વાંદરા અને કુતરાને ગોળ અને લોટ માંથી બનેલી મીઠી રોટલી ખવરાવો.

9. મંગળ ચન્દ્રિકા સ્ત્રોતના પાઠ કરો. સાથે જ માં મંગલા ગૌરીની આરાધના કરો. તેનાથી મંગળદોષ દુર થાય છે.

10. કાર્તિકેયજીની જો સાચા મનથી પૂજા કરવામાં આવે, તો વ્યક્તિને મંગળદોષની ખરાબ અસરમાં લાભ મળે છે.

11. મંગળવારના દિવસે જળમાં પતાશા અને ગોળની રેવડીઓ પધરાવો. ધ્યાન રાખશો જળ વહેતું હોવું જોઈએ.

12. લોટના લોઈયામાં ગોળ મૂકીને ગાયને ખવરાવી દો.

13. માંગલિક કન્યાઓ ગૌરી પૂજા અને શ્રીમદ્દ્ભાગવતના 18માં આધ્યાયના નવ શ્લોકના જાપ જરૂર કરો.

14. માંગલિક વર અથવા કન્યાને પોતાના લગ્નની અડચણો દુર કરવા માટે મંગલ યંત્રની નિયમિત પૂજા કરવી જોઈએ.

mangal lagna dosh
mangal lagna dosh

15. જો લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે, તો કન્યાના શયનકાળમાં માથા નીચે હળદરની ગાંઠ રાખીને સુવરાવવી જોઈએ. સાથે જ સોળ ગુરુવાર પીપળાના ઝાડ ઉપર જળ ચડાવવું જોઈએ.

16. મંગળવારના દિવસે હનુમાનજીનું વ્રત કરો અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરો. હનુમાનજીને સિંદુર અને ચમેલીનું તેલ અર્પણ કરો. તેનાથી મંગળ દોષ શાંત થઇ જશે.

17. મંગળ ગ્રહની શાંતિ માટે મહામૃત્યુજય મંત્રના જાપ કરો. તેનાથી મંગળની ખરાબ અસર દુર થાય છે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ પણ માહિતી- વસ્તુ – ધારણામાં જરાપણ વિશ્વસનીયતાની ગેરંટી નથી. જુદા જુદા માધ્યમો – જ્યોતિષીઓ – પંચાંગ – માન્યતાઓ – ધર્મ ગ્રંથો માંથી એકઠી કરીને આ માહિતી તમારા સુધી પહોચાડવામાં આવી છે. અમારો ઉદેશ્ય માહિતી પહોચાડવાનો છે, તેનો વપરાશકર્તા તેને થોડી માહિતી દ્વારા જ લે. તે ઉપરાંત તેની કોઈ ઉપયોગની જવાબદારી સ્વયં વપરાશકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.