પુરુષોત્તમ માસમાં જરૂર કરવા જોઈએ આ 4 કામ, પુણ્યની સાથે થાય છે આ શુભ ફળની પ્રાપ્તિ

જો પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ નથી કરી શકતા, તો પુરુષોત્તમ માસમાં આ 4 કામ કરીને મેળવી શકો છો પુણ્ય અને પરમાત્મા બંનેને. અધિક માસ આમ તો ભક્તિનો મહિનો છે, પરંતુ ઘણા લોકો આ મહિનામાં કરવા તો ઘણું બધું ઈચ્છે છે, પરંતુ વ્યસ્ત હોવાને કારણે કાંઈ નથી કરી શકતા. આવા લોકો માટે પણ આપણા ગ્રંથોમાં ભક્તિની અમુક એવી રીતો જણાવી છે, તેઓ કોઈ પણ પ્રકારના વ્રત-ઉપવાસ, પૂજા-પાઠ વગર પણ પુણ્ય કમાઈ શકો છો.

નિયમ ઘણા છે પરંતુ એકમાત્ર શાસ્વત નિયમ એ છે કે, આપણે ઈમાનદારી અને ચારિત્ર્ય સાથે રહીએ. મન, વચન અને કર્મથી હિંસા ન કરીએ, ન તો કોઈ ખરાબ કહેવાતું કામ કરીએ. આ પહેલી અને સૌથી કઠીન સીડી છે, પરમાત્મા સુધી જવાની. જો તે ચડી લીધી તો પછી કોઈ ખાસ અંતર નથી રહેતું તે મોટી અવસ્થાઓ પ્રાપ્ત કરવામાં, જેને આધ્યાત્મમાં આત્મ સાક્ષાત્કાર કે પરમ તત્વની પ્રાપ્તિ જેવા ભારે શબ્દોથી ઓળખવામાં આવે છે.

vishnudev

સંપૂર્ણ બાબત ‘સ્વ’ ને ઠીક કરવાની છે. તમે એવા બની જાવ જેવા પરમાત્મા પસંદ કરે છે, પછી તેને મેળવવા માટે કોઈ બીજું કરવાનું બાકી નથી રહેતું. તે સ્વયં તમને શોધી લેશે.

સંત કબીરે કહ્યું છે..

કબીર મન નિર્મલ ભયા, જેશે ગંગા નીર,

પીછે પીછે હરી ફિરે, કહત કબીર-કબીર..

એટલે કે જો મનને નિર્મળ બનાવી લીધું, એવું સાચું મન જેવું બાળ અવસ્થામાં હોય છે, તો પરમાત્મા પોતે તમારી પાછળ-પાછળ ફરે છે. એટલા માટે અધિક માસમાં તમારા મનને નિર્મળ બનાવવાની શરુઆત કરો.

અપેક્ષાઓનો ત્યાગ કરો : મનને બાળક જેવું નિર્મળ બનાવવા માટે સૌથી પહેલી શરત એ છે કે તમે અપેક્ષાઓ છોડી દો. સંબંધોમાં કડવાશ અને મનમોટપનું સૌથી મોટું કારણ અપેક્ષાઓ જ છે. જો આપણે આપણા સંબંધોમાં અપેક્ષા છોડી દઈએ તો આપણો તણાવ અને ગુસ્સો બંને આપોઆપ જ ઓછો થઇ જશે. પુરાણમાં કહે છે કે મનનો વિકાર ગુસ્સો અને અપેક્ષાથી જ આવે છે. અપેક્ષા લાલચ વધારે છે અને ગુસ્સો હિંસા. તે બંને આપણા મનને દુષિત કરે છે. મન ખરાબ થયું એટલે જીવન ખરાબ થયું.

પ્રયાસ કરો સવારે 15 થી 30 મિનીટ પરમાત્માને આપો : અધિક માસમાં તે ટેવ પાડો કે સવારે સ્નાન પછી 15 થી 30 મિનીટ પરમાત્માને આપો. જો પૂજા-પાઠ અને જાપમાં મન નથી લાગતું તો બે કામ કરો. પહેલું ભગવાન સામે દીવો-અગરબત્તી લગાવીને બેસી જાવ, ધ્યાન કરો. મનને તે જગ્યાએ કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. બીજું ધાર્મિક સામગ્રી જેવી કે મંત્ર, ભજન વગેરે સાંભળો. તે બે કામ તમારામાં એક અલગ ઉર્જાનો સંચાર કરશે. મન દબાણ અને તણાવ રહિત રહેશે.

જરૂરિયાતમંદની મદદ કરો : શાસ્ત્ર કહે છે પરમાત્મા આત્મામાં જ છે. પ્રાણીની સેવા પણ પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. પ્રયાસ કરો કે યથાશક્તિ જરૂરિયાતમંદની મદદ કરી શકો. તે કામ તમને અહંકારમાંથી મુક્તિ તરફ લઇ જશે. તે તમને એક વિશિષ્ટ સંતુષ્ટિ આપશે. જે તમને વધુ સારા કામ માટે પ્રેરિત કરશે.

મન ભટકાવવાથી બચો : આધુનિક સમયમાં તે સૌથી મોટી સમસ્યા છે કે મન ક્યાંય ટકતું નથી. ઓફીસમાં રહો તો મન ઘર તરફ ભાગે છે, અને ઘરે આવો તો ઓફીસ સાથે લઇને આવે છે. તેવામાં મન તમને સતત તણાવ અને તકલીફોમાં રાખે છે. પ્રયત્ન કરો કે આ દિવસોમાં મનને ભટકવાવાળી વસ્તુથી દુર રાખો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.