વોટ્સએપ માં મોકલવામાં આવેલ મેસેજ પાછા લેવાનું ફીચર આવ્યું હવે ઘણા ના સંબંધો બગડતા અટકશે

વોટ્સઅપ યુઝર્સ માટે એક નવું ફીચર આવી ગયું છે. કેટલાય લોકો ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા. વોટ્સઅપ પણ સતત તેનું ટેસ્ટીંગ કરી રહ્યું હતું. WaBettalnfo પ્રમાણે વોટ્સઅપએ રિકોલ ફીચર એન્ડ્રોઇડ, આઈઓએસ અને વિન્ડોઝ ફોન વાપરનારાઓ માટે બહાર પાડેલ છે.

રિકોલ ફીચર શું છે તાના વિષે તમે કદાચ જાણતા હશો. આમ તો એક ફીચર છે જેના દ્વારા તમે મોકલેલા મેસેજ પાછા લઇ શકો છો. એટલે જો કોઈને ભૂલથી તમે મેસેજ કર્યો છે તો પાછો લઇ શકો છો. ઘણી વાર ગુસ્સા માં ઘણા મેસેજ થઇ જાય છે પછી ગુસ્સો ઉતર્યા પછી પસ્તાઈએ છીએ ત્યારે હવે આ ભૂલો સુધારવા ની તક મળવા જઈ રહી છે.

રીપોર્ટ પ્રમાણે આ ફીચર બધાને મળવામાં થોડો સમય લાગી શકે છે અને આ કામ ત્યારે કરશે જયારે મેસેજ મોકલનાર અને રીસીવ કરનાર યુઝર પાસે અપડેટેડ વર્જન વોટ્સઅપ હોય. આ ફીચર ન માત્ર ટેક્સ્ટ ને રિકોલ કરવામાં મદદ કરે છે પણ જીએફ, ઈમેજ, વોઈસ મેસેજ, લોકેશન, સ્ટીકર્સ અને કોન્ટેક્ટ મેસેજને પાછા મેળવવામાં મદદ કરશે.

આવી રીતે કામ કરે છે આ ફીચર

વોટ્સઅપ મેસેજની એક ક્લોન કોપી રીસીવરને મોકલે છે અને હવે રીસીવરને તે મેસેજ મળે છે તો તેની પાસે તેના નોટીફીકેશન નહી મળે અને ન તો તે ચેટ હિસ્ટ્રીમાં સેવ થશે.

બ્રોડકાસ્ટ લીસ્ટ દ્વારા મોકલવામાં આવેલ મેસેજને રિવોક નથી કરી શકતા. 7 મિનિટથી વધુ થઇ ગયું હોય પછી પણ મેસેજ રિકોલ નથી કરી શકાતું. જો તમારી પાસે આ અપડેટ અત્યાર સુધી નથી આવ્યું તો એપ ને અપડેટ કરી લો કે એપ સ્ટોરમાંથી. જો ધારો તો રીમુવ કરીને ફરી વખત ઇન્સ્ટોલ પણ કરી શકો છો.

એટલે કે હાલ વોટ્સઅપમાં ગ્રુપ ઓડિયો વિડીયો ગ્રુપ કોલિંગ કે ફીચર્સ આપવામાં આવ્યા છે. હાલમાં તો તે ટેસ્ટીંગ સમયમાં છે અને વહેલાસર તેની ફાઈનલ બીલ્ડ આવી શકે છે. કંપનીએ તેના વિષે હાલમાં જાણકારી નથી આપી.