WhatsApp ઉપર Delete મેસેજ પણ વાંચી શકો છો તમે, આ છે રીત

વોટ્સએપ પણ જયારે પણ મેસેજ ડીલીટ થઇ જાય છે, તો તે જગ્યાએ લખવામાં આવે છે કે ‘This message was deleted’. આ સેંડર અને રીસીવર ચેટમાં જોવા મળે છે. તેમ છતાંપણ મેસેજને રીસીવ કરવા વાળા વ્યક્તિ તેને વાંચી શકે છે. જુવો કેવી રીતે તમે પણ વાંચી શકો છો Delete થયેલા મેસેજ.

જો તમે WhatsApp ઉપર ભૂલથી કોઈ ખોટી વ્યક્તિને મેસેજ મોકલી દીધા છે, તો તમે “Delete for Everyone” ફીચરનો ઉપયોગ કરીને મેસેજ ડીલીટ કરી દો છો. પરંતુ આ ફીચરનો ઉપયોગ કરીને જો આપણા મિત્રોએ મેસેજ મોકલીને ડીલીટ કરી દીધો હોય, તો ઈચ્છા રહે છે કે કયો મેસેજ મોકલાયો હશે, જેને ડીલીટ કરી દીધો હતો. વોટ્સઅપનું આ ફીચર ૨૦૧૭ ના અંતમાં આવ્યું હતું. મેસેજને ડીલીટ કરવા માટે યુઝરને મેસેજ સિલેક્ટ કરવાનું હોય છે ત્યાર પછી “Delete” આઇકન ઉપર ક્લિક કરતાં બે ઓપ્શન જોવા મળે છે.

તેમાં તમારે “Delete for Everyone” ઓપ્શન સિલેક્ટ કરીને મેસેજ ડીલીટ કરી શકાય છે. ઘણી વખત તો આપણા કોઈ મિત્ર મજાકમાં પણ મેસેજ મોકલીને ડીલીટ કરી દે છે. તો જણાવી રહ્યા છીએ કે એવું થાય તો તમે કેવી રીતે ચેક કરો કે તમને કયો મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેને કે Delete કરી દેવામાં આવ્યો.

જયારે પણ મેસેજ ડીલીટ થઇ જાય છે તો તે જગ્યાએ લખેલું હોય છે કે આ મેસેજ ડીલીટ થઇ ગયો છે. (This message was deleted). આ સેંડર અને રીસીવર ચેટમાં જોવા મળે છે, તેમ છતાંપણ મેસેજને રીસીવ કરવા વાળા વ્યક્તિ આ મેસેજને વાંચી શકે છે. એટલા માટે તેને કોઈ થર્ડ પાર્ટી એપ (Notification History) નો ઉપયોગ કરવાનો રહેશે જે ફોનની નોટીફીકેશનને એક્સેસ કરી શકે અને notifications ના રૂપમાં રહેલા ડીલીટ થયેલા મેસેજને જોઈ શકશે.

વોટ્સઅપની વધતી પોપ્યુલેરીટીને લઈને કોઈપણ દિવસે તેમાં નવા નવા ફીચર્સ બહાર પાડવામાં આવતા રહે છે. ઘણા રીપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે કે WhatsApp ટૂંક સમયમાં નવા અને જરૂરી ફીચર લાવવાના છે. રીપોર્ટસના જણાવ્યા મુજબ, હાલમાં આ ફીચર્સનું બીટા (beta) વર્ઝન આવ્યું છે. અને એવું માનવામાં આવી રહ્યું છે કે ૨૦૧૯ ના શુરુઆતના મહિનાઓમાં તે રોલઆઉટ થઇ જશે. તો આવો જાણીએ કે ક્યા ક્યા છે એ ફીચર્સ.

Dark Mode ફીચર : જયારે પણ તમે રાત્રે વોટ્સઅપ ઉપર કોઈ સાથે ચેટીંગ કરો છો, તો તેના પ્રકાશથી તમારી આંખો ઉપર ખરાબ અસર પડે છે. એ સમયે વોટ્સઅપ ઉપર ડાર્ક મોડ ફીચર આવ્યા પછી તમને તેનાથી છુટકારો મળી જશે. આ ફીચર ઓન કરતા જ વોટ્સઅપ ઉપર બેકગ્રાઉન્ડ કલર કાળો થઇ જશે. તેનાથી યુઝર્સ લાંબા સમય સુધી કોઈ તકલીફ વગર વોટ્સઅપ ઉપર ચેટીંગ કરી શકશો અને તેની આંખો ઉપર કોઈ ખરાબ અસર પણ નહિ પડે.

Inline image- WABetaInfo ના રીપોર્ટ મુજબ WhatsApp એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં inline image નોટિફિકેશન ફીચરને ટેસ્ટ કરી રહ્યા છે. આમ તો આ ફીચર માત્ર એન્ડ્રોઇડ 9.0 Pie કે ત્યાર પછીના વર્ઝન ઉપર જ કામ કરશે.

તે ઉપરાંત Whatspp, Silent ફીચર, Vacation Mode જેવા ફીચર પણ ટેસ્ટ કરી રહ્યા છે. જણાવી દઈએકે ગયા વર્ષમાં એટલે કે ૨૦૧૮ માં વોટ્સએપએ ઘણા સારા ફીચર્સ બહાર પાડ્યા, જેમાંથી તેનું Sticker ફીચર ઘણું પોપ્યુલર રહ્યું. દિવાળીથી લઇને નવા વર્ષ સુધી લોકોએ આ ફીચરનો ઘણો ઉપયોગ કર્યો.