Viral Video : જયારે ડરને લીધે સાપ કરવા લાગ્યો ‘મરવાનું નાટક’, અત્યાર સુધી મળી ગયા છે 10 લાખથી વધુ જોનાર

Viral Video: આ દિવસોમાં યુ ટ્યુબમાં સાપનો એક વિડિઓ ઘણો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીઓમાં સાપ એ રીતે મારવાનું નાટક કરી રહ્યો છે જેમ કે તે કોઈને દગો આપવા માંગતો ના હોય.

વાયરલ વિડીયો : ડરને કારણે સાંપ કરવા લાગ્યો મારવાનું નાટક, અત્યાર સુધી મળી ચુક્યા છે 10 લાખથી વધારે વ્યુ

લોકોને એ વાઘથી બચવા માટે કોઈ બીજા પ્રાણીઓને મારવાનું નાટક કરતા ઘણીવાર જોયા છે, આપણે પણ પેલા બે મિત્રોની વાર્તા સાંભળી છે, જેમાં રીંછ આવતા એક ઝાડ ઉપર ચડી જાય છે અને જે ઝાડ ઉપર નથી ચડી શકતો એ મારવાનું નાટક કરે છે, પરંતુ જો સાપ પોતે જ મારવાનું નાટક કરવા માંડે તો તેને તમે શું કહેશો?

આ દિવસો દરમિયાન સોસીયલ મીડિયા ઉપર સાપનો એક વિડીયો ઘણો ઝડપી વાયરલ થઇ રહ્યો છે, આ વિડીઓમાં આ સાપ એવી રીતે મારવાનું નાટક કરી રહ્યો છે, જાણે તેને કોઈને દગો આપવા માંગતો હોય, આ વિડિઓ ટેક્સાસ નો છે, જેમાં આ ઈન્ડિગો સાપ મારવાનું નાટક કરવાનો ખેલ બતાવે છે. સાપ પણ જયારે પોતાનો જીવ સંકટમાં અનુભવે છે. તો કેટલીક વાર હુમલો કરવાની જગ્યાએ મારવાનું નાટક કરવા લાગે છે.

એમ જોવા જઈએ તો આ વિડિઓ વર્ષ 2017 માં નેશનલ જિયોગ્રાફી ચેનલનો છે. યુ ટ્યુબમાં હમણાં જોવામાં આવતા આ વિડીઓમાં એક સાપ આવી જ હરકત કરતો જોવા મળે છે. આ વાયરલ વિડિઓને અત્યાર સુધી 10 લાખથી પણ વધુ જોવાવાળા મળી ગયા છે અને હજારોની સંખ્યામાં કોમેન્ટ પણ આવી ગયા છે. આમ સાપ પોતાની આજુબાજુ ખતરો છે એવું મહેસુસ કરતા જ મારવાનું નાટક કરવા લાગે છે. પરંતુ જેવો તેને ઊંચકવામાં આવે છે, તે પાછી પોતાની જીભ કાઢવા માંડે છે.

જણાવી દઈએ કે આ ઈન્ડિગો સાપ આ કલાકારીમાં ઘણા નામચીન હોય છે. જંગલી જાનવર અને અન્ય જીવના વ્યવહારને લઈને ડિસ્કવરી અને નેશનલ જિયોગ્રાફી જેવી ચેનલ સમયે-સમયે આવું દેખાડતી જોવા મળે છે. વાયરલ વિડિઓ નેશનલ જિયોગ્રાફી ચેનલનો છે. જેમાં આ સાપને મારવાનું નાટક કરતો દેખાડવામાં આવ્યો છે. જેમાં આવો વ્યવહાર એક સામાન્ય બાબત નથી.

આ પહેલા દેહરાદૂનમાં એક કિંગ કોબરાએ અજગરને ગળી જવાનો વિડિઓ વાયરલ થયો હતો, તેના વાયરલ થવાનું કારણ હતું કે લોકો એ સામાન્ય રીતે અજગરને કોઈ અન્ય જીવને ગળી જવાની વાત સાંભળી અને જોઈ હોય, પરંતુ આ વખતે અજગર પોતે શિકાર બને છે.

જુઓ વિડીયો :

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.