તમારા વિનાશનું કારણ બને છે જ્યારે તમે સફળતા મળ્યા પછી પોતાના કર્તવ્યોને ભૂલી જાઓ છો.

જયારે સફળતા મળી જાય તો પોતાના કર્તવ્યોને ભૂલી જવું છે બહુ મોટી ભૂલ, બની શકે છે તમારા વિનાશનું કારણ . અમુક લોકો એવા હોય છે જે થોડી સફળતા મળવા પર જ પોતાના કર્તવ્ય (ફરજ) ભૂલી જાય છે. અને તેઓ અહીં જ સૌથી મોટી ભૂલ કરી દે છે. તેમને એ વાત ખબર હોવી જોઈએ કે, તેમને સફળતા ત્યારે જ મળી છે જયારે તેમણે પોતાના કર્તવ્યનું સારી રીતે પાલન કર્યું હોય.

રામચરિત માનસ અનુસાર, રામ અને લક્ષ્મણ સીતાને શોધતા શોધતા હનુમાનને મળ્યા. પછી હનુમાને તેમની મુલાકાત સુગ્રીવ સાથે કરાવી. સુગ્રીવને તેમના મોટા ભાઈ બાલીએ પોતાના રાજ્યમાંથી કાઢી મુક્યા હતા. અને તેમની પત્ની રોમાને પોતાની પાસે રાખી લીધી હતી. રામે સુગ્રીવને મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો, અને રામે પોતાનું વચન પૂરું પણ કર્યું. રામે બાલીને મારીને સુગ્રીવને કિષ્કિંધાના રાજા બનાવ્યા.

સુગ્રીવને વર્ષો પછી રાજ્ય અને સ્ત્રીનો સંગ મળ્યો. અને તે સંપૂર્ણ રીતે રાજ્ય અને સ્ત્રી સુખ ભોગવવામાં લીન થઈ ગયા. ત્યારે વર્ષા ઋતુ પણ શરૂ થઈ ચુકી હતી. તે સમયે ભગવાન રામ અને લક્ષ્મણ એક પર્વત પર ગુફામાં રહેતા હતા. આ રીતે વર્ષા ઋતુ પુરી થઈ ગઈ. આકાશ સાફ થઈ ગયું.

ram sugreev story

રામ રાહ જોઈ રહ્યા હતા કે, સુગ્રીવ આવશે અને સીતાની શોધ શરૂ કરીશું. પણ સુગ્રીવ સંપૂર્ણ રીતે રાગ-રંગમાં ડૂબેલા હતા. તેમને તો તે પણ યાદ ન રહ્યું કે, ભગવાન રામને આપેલું વચન પૂરું કરવાનું છે. જયારે ઘણા દિવસો પસાર થયા તો રામે લક્ષ્મણને સુગ્રીવ પાસે મોકલ્યા. પછી લક્ષ્મણ સુગ્રીવ પર ગુસ્સે થયા ત્યારે તેમને અનુભવ થયો કે, ભોગ-વિલાસમાં આવીને તેમનાથી કેટલો મોટો અપરાધ થઇ ગયો છે.

સુગ્રીવે પોતાનું વચન ભૂલવા અને ભોગ-વિલાસમાં ભટકવા માટે બધાની સામે શર્મશાર થવું પડ્યું, માફી માંગવી પડી. ત્યારબાદ સીતાની શોધ શરૂ કરવામાં આવી. આ પ્રસંગ શીખવે છે કે, થોડી સફળતા પછી જો આપણે ક્યાંક થોભી જઈએ છીએ, તો માર્ગમાંથી ભટકવાનો ડર હંમેશા રહે છે. ક્યારેક નાની-નાની સફળતાઓને પોતાની ઉપર હાવી ના થવા દો. જો આપણે નાની અને શરૂઆતની સમસ્યાઓમાં ફસાયેલા રહીશું તો ક્યારેય મોટા લક્ષ્ય પ્રાપ્ત નહિ કરી શકીએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.