કોણ હતા સંપાતી જેમણે જણાવ્યું હતું દેવી સીતા ક્યાં છે, જાણો જટાયુ અને સંપાતી વચ્ચેનો સંબંધ

જટાયુ અને સંપાતી કોણ હતા, સંપાતીએ જ હનુમાન, અંગદ અને જાંબુવનને બતાવ્યું હતું કે દેવી સીતા ક્યાં છે.

ત્રેતા યુગમાં રાવણ પંચવટીમાંથી દેવી સીતાનું હરણ કરીને પુષ્પક વિમાનમાં બેસીને લંકા લઇ જઈ રહ્યો હતો. તે સમયે જટાયુ નામના એક ગરુડે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. રામાયણમાં જટાયુની સાથે જ સંપાતી નામના વધુ એક ગરુડનો ઉલ્લેખ પણ છે. સંપાતી અને જટાયુ બંને ગરુડ ભાઈ હતા. તે બંને ગરુડ અરુણ નામના દેવપક્ષીના સંતાન હતા. પ્રજાપતિ કશ્યપના બે પુત્ર હતા ગરુડ અને અરુણ. ગરુડદેવ વિષ્ણુજીના વાહન બન્યા અને અરુણ સૂર્યદેવના સારથી બની ગયા.

રાવણે કાપી નાખી હતી જટાયુની એક પાંખ : જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું હતું અને દેવી સીતાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે યુદ્ધમાં રાવણે જટાયુની એક પાંખ કાપી નાખી હતી. પાંખ કપાયા પછી જટાયુ ઉડી નહિ શક્યા અને ઊંચાઈ પરથી નીચે પડવાને લીધે ઘાયલ થઈ ગયા હતા. પછી જટાયુએ જ શ્રીરામ અને લક્ષ્મણને રાવણ વિષે જણાવ્યું હતું કે, તે દેવી સીતાનું હરણ કરીને લઇ ગયો છે. ત્યારબાદ જટાયુનું મૃત્યુ થઈ ગયું હતું.

jatayu
jatayu

સંપાતીએ હનુમાન, અંગદ અને જામવંતને દેવી સીતા વિષે જણાવ્યું હતું : જટાયુના ભાઈનું નામ હતું સંપાતી. સંપાતી અને જટાયુ એકવાર પોતાના પિતા જે સૂર્યદેવના સારથી હતા તેમને મળવા જઈ રહ્યા હતા. થોડી ઊંચાઈ પર પહોંચ્યા પછી જટાયુથી સૂર્યની ગરમી સહન નહિ થઇ અને તે પાછા આવી ગયા. પણ સંપાતી આગળ વધતા રહ્યા, થોડા સમય પછી સૂર્યની પ્રચંડ ગરમીથી તેમની પાંખ બળી ગઈ અને તે પણ નીચે આવી ગયા.

તેના ઘણા સમય પછી જયારે હનુમાન, અંગદ, જામવંત અને અન્ય વાનરો સીતાની શોધમાં દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમની ભેંટ સંપાતી સાથે થઈ. હનુમાનજી અને જામવંતે જટાયુના મૃત્યુના સમાચાર સંપાતીને આપ્યા હતા. સંપાતીની દૂરની નજર ઘણી તેજ હતી. તેણે ત્યાંથી જ સમુદ્ર પાર લંકામાં દેવી સીતાને જોઈ લીધા હતા અને હનુમાન, અંગદ અને જામવંતને જણાવ્યું હતું કે, દેવી સીતા લંકામાં જ છે. ત્યારબાદ હનુમાન દેવી સીતાની શોધમાં લંકા પહોંચ્યા.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.