ભૈરવ ભગવાન અને હનુમાનજીના નામથી કેમ ગભરાય છે ભૂત-પ્રેત? નામ સાંભળતા જ થઈ જાય છે ગાયબ

તાંત્રિક ભૂત ભગાડવા માટે ઘણી બધી વિદ્યા પ્રાપ્ત કરે છે અને આ વિદ્યા તે લોકોને હનુમાન, ભૈરવ, શિવજી અને દુર્ગાજીની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે જયારે પણ કોઈ માણસનો સામનો કોઈ ભૂત સામે થાય છે, તો તે હનુમાનજી, ભૈરવજી, શિવજી કે કાળીમાંનું નામ લેવાનું શરુ કરી દે. કેમ કે ભૂત પ્રેત આ ભગવાનોના નામ સાંભળીને જ ભાગી જાય છે.

ખરેખર કોણ છે કાળ ભૈરવ ભગવાન

જૂની ધાર્મિક માન્યતામાં કાળ ભૈરવ ભગવાનનો ઉલ્લેખ છે અને આ ઉલ્લેખો મુજબ કાળ ભૈરવ ભગવાન, ભગવાન શિવજી દ્વારા જ ઉત્પન્ન થયા હતા. કહેવામાં આવે છે કે એક વખત ભગવાન શિવને ઘણો ગુસ્સો આવી ગયો હતો અને તેમના ગુસ્સાથી જ કાળ ભૈરવ ઉત્પન્ન થયા હતા. અને કાળ ભૈરવ સાથે જોડાયેલી એક બીજી કથા મુજબ જયારે બ્રહ્માજીએ તેમના એક નિર્ણય ઉપર પોતાનું સમર્થન આપ્યું ન હતું, તો ગુસ્સે થઈને કાળ ભૈરવે તેમના એ મસ્તકને નખથી કાપી નાખ્યું હતું, જેના દ્વારા એ અનુમાન કરવામાં આવ્યું હતું.

ભગવાન ભૈરવજીની પૂજા ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે એને તે ભગવાન રાત્રીના દેવતા તરીકે ઓળખાય છે. રાતના સમયે જ તેમની પૂજા કરવાથી લાભ મળે છે અને તેની પૂજાનો સૌથી શુભ સમય રાતના ૧૨થી સવારના ૩ વાગ્યા સુધીનો હોય છે. કહેવામાં આવે છે કે આ ભગવાનની પૂજા કરવાથી ઘણા રોગો માંથી મુક્તિ મળે છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. આમ તો ઘણા રોગો ભૈરવજીની પૂજા ભૂતથી રાહત મેળવવા માટે પણ કરે છે અને તંત્ર વિદ્યા દ્વારા તેનાથી શક્તિ પણ પ્રાપ્ત કરે છે. એટલા માટે ભૂત અને પ્રેતથી દુઃખી લોકો ભૈરવજીનું નામ જપે છે.

શિવજી પહેલા લેવામાં આવે છે ભૈરવ ભગવાનનું નામ

કહેવામાં આવ છે કે કાળ ભૈરવ ભગવાનની પૂજા શિવની પૂજા પહેલા કરવી જરૂરી હોય છે. કેમ કે કાળ ભૈરવને એ વરદાન આપવામાં આવ્યું હતું કે શિવજીની પૂજા પહેલા તેમની પૂજા કરવામાં આવશે. તેથી જ જ મધ્યપ્રદેશના ઉજ્જેનમાં શિવજીના મંદિરમાં જતા પહેલા લોકો દ્વારા કાળ ભૈરવના મંદિરમાં પૂજા થાય છે અને આ મંદિરમાં જઈને તેના દર્શન કર્યા પછી જ શિવજીની પૂજા કરવામાં આવે છે.

ભૈરવ ભગવાન અને હનુમાનજીના નામથી ડરે છે ભૂત :-

લોકો હંમેશા ભૂત અને પ્રેતથી છુટકારો મેળવવા માટે તાંત્રિકની મદદ લે છે અને લગભગ દરેક તાંત્રિક ભૈરવજી પાસેથી જ શક્તિ પ્રાપ્ત કરી ભુતોને ભગાડે છે. તે ઉપરાંત ઘણા તાંત્રિક હનુમાનજીની પૂજા કરીને પણ ભૂતને ભગાડવાની શક્તિ પ્રાપ્ત કરે છે. કહેવામાં આવે છે કે જયારે પણ કોઈનો સામનો ભૂત સામે થાય તો તેમણે ભૈરવ ભગવાન અને હનુમાનજીનું નામ જપવાનું શરુ કરી દેવું જોઈએ. કેમ કે ભૂત અને પ્રેત જેવી શક્તિ આ ભગવાનોથી ઘણા ડરે છે.

મેહંદીપુર બાલાજી મંદીરમાં આવવાથી ભાગી જાય છે ભૂત :-

મેહંદીપુર બાલાજી મંદિર રાજસ્થાનમાં આવેલું છે આ મંદિરમાં ભૂતોથી દુઃખી ઘણા બધા લોકો આવે છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં બાલાજીના રૂપમાં હનુમાનજી છે, જો કે ભૂતોની સમસ્યા માંથી લોકોને છુટકારો આપે છે અને હનુમાનજી સાથે જ આ મંદિરમાં ભૈરવ ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે. આ મંદિર ઉપરાંત ભારતમાં બીજા પણ એવા હનુમાનજી અને ભૈરવજીના મંદિર છે, જ્યાં જઈને લોકો ભૂત અને પ્રેત માંથી મુક્તિ મેળવે છે.

ઘરેથી પણ પૂજા કરીને ભગાડે છે ભૂત :-

શનિવાર અને મંગળવારના દિવસે ભૂત અને પ્રેત માંથી મુક્તિ મેળવવા માટે સૌથી સારો દિવસ માનવામાં આવે છે કેમ કે તે દિવસ ભૈરવજી અને હનુમાનજીનો દિવસ હોય છે, એટલા માટે આ દિવસે લોકો દ્વારા તેમના ઘરોમાં ભૈરવ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.