મહાદેવને કેમ ગમે છે નંદિની સવારી? જાણો મંદિર બહાર કેમ થાય છે તેમના દર્શન

જાણો કેમ મંદિરમાં મહાદેવથી પણ પહેલા નંદીના થાય છે દર્શન? જાણો નંદી કેવી રીતે બન્યો મહાદેવનું વાહન

નંદીને ભગવાન ભોલેનાથનું વાહન માનવામાં આવે છે. નંદીને ભગવાન શિવના દ્વાર પાલ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે શિવ સુધી પોતાની શ્રદ્ધા પહોંચાડવા માટે નંદીને પ્રસન્ન કરવા જરૂરી છે. નંદીને બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક પણ માનવામાં આવ્યા છે. શિવના મંદિરની બહાર હંમેશા નદી વિરાજિત રહે છે. આવો જાણીએ શું છે તેની પાછળનું રહસ્ય.

કહેવામાં આવે છે કે, અસુરો અને દેવતાઓ વચ્ચે થયેલા સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા હળાહળ વિષને શિવજીએ પી લીધું હતું. મહાદેવે સંસારને બચાવવા માટે આ વિષ પીધું હતું. વિષપાન સમયે તેના અમુક ટીપા જમીન પર પડી ગયા, જેને નંદીએ પોતાની જીભથી સાફ કર્યા. નંદીના આ સમર્પણ ભાવને જોઈને શિવજી પ્રસન્ન થયા, અને નંદીને પોતાના સૌથી મોટા ભક્તની ઉપાધિ આપી.

mahadev vahan nandi
mahadev vahan nandi

શિવજીએ નંદીને પોતાના વાહન તરીકે કેમ પસંદ કર્યા?

ભગવાન શિવે કહ્યું કે, મારી બધી શક્તિઓ નંદીની પણ છે. જો પાર્વતીની રક્ષા મારી સાથે છે, તો તે નંદી સાથે પણ છે. બળદને ભોળો માનવામાં આવે છે, અને તે ઘણું કામ કરે છે. આમ તો શિવશંકર પણ ભોળા, પરિશ્રમી અને ઘણા જટિલ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, એટલા માટે શિવજીએ નંદી બળદને પોતાના વાહનના રૂપમાં પસંદ કર્યા. નંદીની ભક્તિની જ શક્તિ છે કે, ભોલે ભંડારી ફક્ત તેમના પર સવાર થઈને ત્રણેય લોકોની યાત્રા કરે છે, અને તેમના વગર ક્યાંય જતા નથી.

નંદીને ભક્તિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જે પણ જીવ ભગવાન શિવને મળવા ઈચ્છે છે, નંદી પહેલા તેમની ભક્તિની પરીક્ષા લે છે અને ત્યારબાદ જ શિવ કૃપાના માર્ગ ખુલે છે. ભોલેનાથના દર્શન કરતા પહેલા નંદીના કાનમાં પોતાની મનોકામના કહેવાની પરંપરા છે.

mahadev vahan nandi
mahadev vahan nandi

ભગવાન શિવ પ્રત્યે નંદીની ભક્તિ અને સમર્પણને કારણે જ બંનેનો સાથ એટલો મજબૂત માનવામાં આવે છે કે, કળિયુગમાં પણ ભગવાન શિવ સાથે નંદીની પૂજા કરવામાં આવે છે. દરેક શિવ મંદિરમાં નંદીના દર્શન પહેલા થાય છે અને પછી ભગવાન શિવના દર્શન થાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.