જાણો કેમ સ્ત્રીઓએ નારિયેળ ફોડવાની મનાઈ છે, અહીં જાણો એની પાછળનું કારણ

નારિયેળને હિંદુ ધર્મમાં એક શુભ ફળ મનાવામાં આવે છે, હંમેશા લોકો કોઈ પણ કામની શરૂઆત કરે છે તો સૌથી પહેલા નારિયેળ ફોડીને એનો શુભારંભ કરે છે. નારિયેળને શ્રીફળના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જયારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો હતો ત્યારે તે પોતાની સાથે પૃથ્વી પર ત્રણ વસ્તુ લઈને આવ્યા હતા, અને એ ત્રણ વસ્તુ લક્ષ્મીજી, નારિયેળનું વૃક્ષ અને કામધેનુ હતી. માટે નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે.

શ્રી નો અર્થ છે લક્ષ્મી, એટલે કે નારિયેળ લક્ષ્મી અને વિષ્ણુનું ફળ છે. નારિયેળમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવ્યો છે. શ્રીફળ ભગવાન શિવનું અત્યંત પ્રિય ફળ છે. માન્યતા અનુસાર નારિયેળમાં બનેલી ત્રણ આંખોને ત્રિનેત્રના રૂપમાં જોવામાં આવે છે. શ્રીફળ ખાવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે.

ઈષ્ટ દેવને નારિયેળ ચઢાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ભારતીય પૂજન પદ્ધતિમાં નારિયેળ એટલે કે શ્રીફળનું મહત્વપૂર્ણ સ્થાન છે. કોઈ પણ વૈદિક અથવા દૈવિક પૂજન પ્રણાલી શ્રીફળના બલિદાન વગર અધૂરી માનવામા આવે છે. એ પણ એક તથ્ય છે કે મહિલાઓ નારિયેળને નથી ફોડતી. શ્રીફળ બીજ રૂપ હોય છે, એને ઉત્પાદન એટલે કે પ્રજનનું કારણ માનવામાં આવે છે.

શ્રીફળને પ્રજનન ક્ષમતા સાથે જોડવામ આવ્યું છે. સ્ત્રીઓ બીજ રૂપથી જ શિશુને જન્મ આપે છે, અને એટલા માટે નારીએ બીજ રૂપી નારિયેળને ફોડવું અશુભ માનવામાં આવ્યું છે. દેવી – દેવતાઓને શ્રીફળ ચઢાવ્યા પછી પુરુષ જ એને ફોડે છે. શનિની શાંતિ હેતુ નારિયેળના પાણીથી શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાનું શાસ્ત્રીય વિધાન પણ છે. ભારતીય વૈદિક પરંપરા અનુસાર શ્રીફળ શુભ, સમૃદ્ધિ, સમ્માન, પ્રગતિ અને સૌભાગ્યનું સૂચક માનવામાં આવે છે. કોઈને પણ સમ્માન આપવા માટે એમને શાલની સાથે શ્રીફળ પણ ભેટ આપવામાં આવે છે. ભારતીય સામાજિક રીતિ-રિવાજમાં પણ શુભ શગુનના રૂપમાં શ્રીફળ ભેટ કરવાની પરંપરા યુગોથી ચાલી આવી રહી છે.

લગ્ન નક્કી કરવા માટે એટલે કે તિલક સમયે શ્રીફળને ભેટ રૂપે આપવામાં આવે છે. કન્યાની વિદાયના સમયે નારિયેળ અને નાણાં ભેટ આપવામાં આવે છે. અહીં સુધી કે અંતિમ સંસ્કારના સમયે પણ ચિતા સાથે નારિયેળ લગાવવામાં આવે છે. વૈદિક અનુસ્થાનોમાં સૂકા નારિયેળને કુંડમાં અર્પણ કરવામાં આવે છે.

શ્રીફળ કેલરી એટલે કે ઉર્જાથી ભરપૂર હોય છે. એની પ્રકૃતિ ઠંડી હોય છે. એમાં અનેક પોષક તત્વો હોય છે. એની કુમણી ડાળીઓમાંથી જે રસ નીકળે છે એને નીરો કહેવામાં આવે છે. એને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક પીણું માનવામાં આવે છે. ઊંઘતા પહેલા નારિયેળ પાણી પીવાથી નાડી પ્રણાલીને બળ મળે છે તથા ઊંઘ સારી આવે છે.

નારિયેળના પાણીમાં પોટેશિયમ અને ક્લોરીન હોય છે જે માં ના દૂધ સમાન હોય છે. જે શિશુઓને દૂધ પચતું નથી એમને દૂધ સાથે નારિયેળ પાણી મિક્સ કરી પીવડાવવું જોઈએ. ડિ-હાઇડ્રેશન થવા પર નારિયેળ પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવામાં આવે છે. એનો ગર (અંદરનું કોપરું) ખાવાથી કામશક્તિ વધે છે. એને સાકર સાથે ખાવાથી ગર્ભવતી સ્ત્રીની શારીરિક દુર્બળતા દૂર થાય છે તથા બાળક સુંદર થાય છે.