લોકડાઉન વચ્ચે રમાઈ મહિલા ક્રિકેટ, જોવા બેઠી બે માસુમ બાળકીઓ, વિડિઓ થયો વાયરલ.

ક્રિકેટ રમતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓનો વિડિઓ વાયરલ સાથે ઓડિયન્સમાં બેઠી બે બાળકીઓ.

કોરોના વાયરસ સતત વધી રહેલ ચેપના કારણે દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું. આનાથી સામાન્યથી લઈને ખાસ બધા જ લોકો પોત પોતાના ઘરોમાં કેદ થઇ ગયા છે. સાથે જ અલગ અલગ જુગાડ કરીને સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન બધી હિરોઈન, ખેલાડી સોસીયલ મીડિયા ઉપર ઘણા એક્ટિવ છે.

આ માળખામાં ભારતીય મહિલા ટીમની ખેલાડીઓએ લોકડાઉનમાં ક્રિકેટ રમવાનો એક અલગ જુગાડ શોધ્યો છે. આ ખેલાડીઓએ મળીને આનો એક વિડિઓ પણ બનાવ્યો છે, જે સોસીયલ મીડિયા ઉપર ઘણો કોરોના વાયરસની જેમ વાયરલ થઇ રહ્યો છે.

ઘરેથી શરુ થઇ ક્રિકેટ લીગ.

વિડીઓમાં ભારતીય મહિલા ટિમની ખેલાડી વેદા કૃષ્ણમૂર્તિ, મોના મેશરામ અને મહિલા કમેન્ટર રીમા મલ્હોત્રાની સાથે ઓસ્ટેલિયાઈ ક્રિકેટર લિસા સ્થાલકર પણ હાજર છે. આ વિડીયોને ટ્વીટ ઉપર શેયર કરતા વેદા કૃષ્ણમૂર્તિએ લખ્યું ‘અમે લોકો ક્રિકેટને યાદ કરી રહ્યા છીએ, એટલા માટે અમે ઘરમાં જ અમારી ક્રિકેટ લીગ શરુ કરી છે. અમે તમારી સામે રજુ કરી રહ્યા છીએ.”આઇસોલેશન ક્રિકેટ વર્લ્ડકપ”

બચ્ચીઓ દ્વારા બન્યું ઓડિયન્સ

વિડીઓમાં વેદા પોતાના ઘરની બાલ્કનીમાં બલ્લેબાજી કરી રહી છે, સાથે જ આકાંક્ષા કોહલી તેની પાછળ વિકેટ કિપિંગ કરી રહી છે, તે સિવાય આગળના સીનમાં પૂર્વ ભારતીય ક્રિકેટ રીમા મલ્હોત્રા પોતાના ઘરમાં બોલિંગ કરતી નજરે પડે છે, ત્યાં ભારતીય ખેલાડી મોના મેશરમ ફિલ્ડિંગ કરતી જોવા મળે છે, ખાસ વસ્તુએ છે કે વિડીઓમાં બે બાળકીઓ ઓડિયન્સના રૂપમાં દેખાય છે. વિડિઓ એવી રીતે એડિટ કરવામાં આવ્યો છે, જેમ કે આ અલગ અલગ જગ્યા નથી પરંતુ એક સાથે રમી રહ્યા છે.

મહિલા વર્લ્ડ કપ 2021 માટે કર્યા ક્વોલિફાય

હાલમાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જોરદાર પરફોમન્સ કરીને આઈસીસી મહિલા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે, બુધવારે આઈસીસી એ ટ્વીટ કરીને આની જાણકારી આપી. આ પહેલા મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારતને ફાઇનલમાં ઓસ્ટેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આખી ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ખેલાડીઓએ જોરદાર પર્ફોમન્સ કરીને બધાનું દિલ જીતી લીધું હતું.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.