આ છે દુનિયાની 10 સૌથી મોંઘી ઘડિયાળ. કિમંત જાણીને મોમાં આંગળા નાખી દેશો.

સમય બદલતા વાર નથી લગતી અને સમય બતાવવાનું કામ કરે છે ઘડિયાળ. આખી દુનિયામાં મોંઘી બનાવટની ઘડિયાળોના લાખો દીવાના છે. આગળ જાણો દુનિયાની ૧૦ મોંઘી સ્ટાઇલિશ ઘડિયાળ વિષે.

Patek Philippe Henry Graves Supercomplication: આ ઘડિયાળ દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ માનવામાં આવે છે. આ ઘડિયાળની કિંમત લગભગ ૬૮ કરોડ રૂપિયા છે. તે એક પોકેટ ઘડિયાળ છે, જેને સુપરકોમ્પીલીકેટેડના નામથી ઓળખવામાં આવે છે. તે ૫૦૦ ગ્રામની હોય છે.

The Hublot: દ હબલોટની કિંમત લગભગ ૩૧ કરોડ રૂપિયા છે. આ ઘડિયાળમાં લગભગ ૧૨૦૦ હીરા લાગેલા હોય છે. આ હીરા ૧૪૦ કેરેટના છે.

Richard Mille Caliber RM 019 Celtic Knot Tourbillon: આ ઘડીયાળની કિંમત ૨ કરોડ ૯૦ લાખ રૂપિયા છે. આ ઘડીયાળ નુકશાનકારક એનર્જીને દુર રાખવાનું પણ કામ કરે છે.

Louis Moinet Meteoris: અદ્દભુત ઘડિયાળોમાં રહેલી લુઇસ મોઈનેટ ઘડિયાળનું નામ સૌથી ઉપર આવે છે. આ ઘડિયાળનો અમુક સામાન પૃથ્વી ઉપર નથી મળી શકતો. એવું કહેવામાં આવે છે કે અંતરીક્ષ માંથી એકઠી કરવામાં આવેલી વસ્તુ માંથી આ ઘડિયાળને બનાવવામાં આવે છે. આ ઘડિયાળની કિંમત ૨૮ કરોડ ૭૧ લાખ રૂપિયા છે.

Piaget Emperador Temple: આ ઘડિયાળની કિંમત ૨૧ કરોડ ૮૭ લાખ રૂપિયા છે. આ ઘડિયાળના ટોપ ક્લાસમાં હીરાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘડિયાળમાં લગભગ ૪૮૧ હીરાનો ઉપયોગમાં કરવામાં આવેલા છે.

Parmigiani Fleurier Tonda 1950 Squelette: પાતળું ડાયલ અને સ્ટાઇલિશ ડીઝાઈન વાળી આ ઘડિયાળની કિંમત લગભગ ૨૫ લાખ રૂપિયા છે. આ ઘડિયાળ મહિલાઓ અને પુરુષો બન્ને વચ્ચે ઘણી લોકપ્રિય છે.

Montblanc Heritage Spirit Orbis Terrarum: આ ઘડિયાળની કિંમત લગભગ ૪ લાખ રૂપિયાથી શરુ થાય છે અને ૧૨ લાખ રૂપિયા સુધીની ઘડિયાળ એડીશનમાં મળે છે. આ ઘડિયાળ તમામ ૨૪ ટાઈમ ઝોનમાં સો ટકા દેખાવ કરે છે.

Lange and Sohne Saxonia Dual Time: આ ઘડિયાળ સવાર કે સાંજ વિષે જાણ કરે છે. ઘડિયાળની શરૂઆતની કિંમત ૧૩ લાખ ૭૫ હજાર રૂપિયા છે.

Van Cleef & Arpels Cadenas: આ ઘડીયાળને ટોપ ક્લાસ જ્વેલરીનો શણગાર માનવામાં આવે છે. ઘડિયાળની કિંમત ૧૨ લાખ રૂપિયા છે.

IWC Portugieser Annual Calendar: IWC કંપની તરફથી હાલમાં જ આ ઘડિયાળને લોન્ચ કરવામાં આવી. આ ઘડિયાળમાં જરૂરી કેલેન્ડર પણ રહેલું છે. આ ઘડિયાળની કિંમત લગભગ ૧૧ લાખ રૂપિયા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.