માત્ર 21 દિવસ સુધી લો કલ્યાળવલેહ, યાદશક્તિ એવી વધે કે એક વખત સાંભળવાથી યાદ રહી જાય

સારી અને તીવ્ર યાદ શક્તિ માટે આપણે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ, સબળ અને નીરોગી રહેવું પડશે. જ્યાં સુધી આપણે એકદમ સ્વસ્થ અને સબળ નહી રહીએ આપણી યાદ શક્તિ ક્યારેય પણ તેજ નહી થઇ શકે.
ધ્યાન રાખશો યાદ શક્તિ હમેશા ધ્યાન અને મનની એકાગ્રતા ઉપર જ આધારિત હોય છે. આપણે જે બાજુ વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું તે તરફ આપણી વિચાર શક્તિ તેટલી જ વધુ તીવ્ર થઇ જશે. તમે જે પણ કામ ઉપર જેટલું વધુ ધ્યાન સાથે, સ્થિરતા સાથે મન લગાવશો તે વસ્તુ એટલી જ જલ્દી આપણા માનસપટ ઉપર, આપણી સ્મૃતિ પટલ ઉપર અંકિત થઇ જશે.

બુદ્ધી એક એવી વસ્તુ છે જે ક્યારેય બજારમાંથી ખરીદી શકાતી નથી અને ન યાદ શક્તિ એવી કોઈ વસ્તુ છે જે બજારમાંથી ખરીદી શકાય છે આ બન્ને એક બીજા વગર અધુરી છે અને એમ કહો તો નકામું છે. અને આ બન્નેને જો વધારી જઈ શકાય છે તો માત્ર અભ્યાસથી જ.

કલ્યાળવલેહ 21 દિવસ સુધી નિયમિત સેવન થી યાદ શક્તિ ખુબ જ વધે છે. આવી વ્યક્તિ સાંભળી ને જ વાતો યાદ રાખી લે છે. તેનો અવાજ વાદળો જેવો ગંભીર અને કોયલ જેવો મધુર થઇ જાય છે. અને જો પોતાની કે જો તમારા બાળકોની યાદ શક્તિ વધારવી છે તો એક વખત આ પ્રયોગ જરૂર કરો.

બનાવવાની રીત

હળદર, બચ (ઘોડા વજ) , કુઠ (કઠુ ઉપમત) , પીપલ, સુંઠ, જીરું, અજમો, મુલેઠી(જેઠીમધ) અને સિંધાલુ મીઠું બધું એક સરખી માત્રામાં ભેળવીને સારી રીતે વાટીને ચૂર્ણ તૈયાર કરી લો.

સેવન કરવાની વિધિ:

૮ થી ૧૬ રત્તી(૧ થી ૨ ગ્રામ) સુધી ઉંમર અનુસાર ૨૧ દિવસ સુધી સવારે ખાલી પેટે અને રાત્રે ખાવાનું ખાધાના ૨-૩ કલાક બાદ સુતા સમયે નિત્ય પ્રયોગ કરો.