અધિક માસમાં પૂજા કે વ્રત-ઉપવાસ ના કરી શકતા હોવ, તો આ કામ કરીને પણ એક યજ્ઞ જેટલું પુણ્ય મેળવી શકો છો.

પૂજા કે વ્રત-ઉપવાસ કર્યા વિના અધિક માસમાં આ કામ કરીને તમે પણ એક યજ્ઞ જેટલું પુણ્ય કમાઈ શકો છો. પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવી છે પુરુષોત્તમ મહિનામાં ઝાડ-છોડ ઉગાડવાની પરંપરા, ધર્મ ગ્રંથ કહે છે કે ઝાડ-છોડ ઉગાડવા માત્રથી જ દુર થઇ જાય છે પાપ.

ધર્મ ગ્રંથોમાં ઝાડ-છોડ ઉગાડવાનું કામ પુણ્યનું કામ માનવામાં આવે છે. એમ કરવાથી ઘણા પ્રકારના દોષો માંથી છુટકારો મળી જાય છે. વિષ્ણુધર્માંતર પુરાણ મુજબ પુરુષોત્તમ મહિનામાં ઝાડ-છોડ ઉગાડવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. મનુ સ્મૃતિમાં પણ કહેવામાં આવે છે કે ઝાડ-છોડ ઉગાડવાથી મોટા યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. એટલા માટે પુરુષોત્તમ મહિના દરમિયાન ઝાડ-છોડ ઉગાડવાનું મહત્વ માનવામાં આવે છે.

કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મ ગ્રંથોના જાણકાર પંડિત ગણેશ મિશ્રના કહેવા મુજબ ભગવાન વિષ્ણુના આ મહિનામાં પીપળો, વડ ઉગાડવા જોઈએ. આ ઝાડ-છોડને ભગવાન વિષ્ણુનું જ રૂપ માનવામાં આવે છે. તે ઉપરાંત તુલસી, દુબ(એક પ્રકારનું ઘાસ), આસોપાલવ, આંબળા, એરંડી, મદાર, કેળા, લીમડો, કદંબ અને બીલીપત્રના ઝાડ ઉગાડવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે જ બીજા દેવ-દેવીઓ પણ પ્રસન્ન થાય છે.

પીપળો : પીપળાને દેવ વૃક્ષ કહેવામાં આવે છે. ઉપનીષદોમાં પણ તેનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તે ઝાડ સૂર્યના કિરણો ગ્રહણ કરી લે છે. જે પોષણ આપે છે. ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે કે પીપળામાં મૂળથી ઉપર સુધીના થડમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે. પીપળાની નીચે જ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

વડ : વડના ઝાડમાં ભગવાન વિષ્ણુ સાથે બ્રહ્મચારી અને શિવજીનો પણ વાસ હોય છે. એટલા માટે આ વડનું ઝાડ ઉગાડવાથી દરેક પ્રકારના પાપ દુર થઇ જાય છે. ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે કે વડના ઝાડને સ્પર્શ અને દર્શન કરવાથી જ ભગવાન પ્રસન્ન થઇ જાય છે.

ગુલર : ગુલરના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. ઘણા ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ઝાડના મૂળમાં બ્રહ્મા અને ડાળીઓમાં ભગવાન શિવ રહે છે. સાથે જ આ ઝાડ ઉપર શુક્ર ગ્રહ અને કુબેરની અસર પણ છે, તે કારણે ગુલરનું ઝાડ ઉગાડવા અને તેની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધી વધે છે.

તુલસી : પુરુષોત્તમ મહિનામાં તુલસીનો છોડ ઉગાડવાથી પુણ્ય મળે છે. તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીના પાંદડા વગર ભગવાન વિષ્ણુની પૂજા પણ અધુરી રહે છે. એટલા માટે આ મહિનામાં તુલસીનો છોડ ઉગાડવાથી દરેક પ્રકારના પાપ દુર થઇ જાય છે અને પુણ્ય મળે છે.

આસોપાલવ : આસોપાલવના ઝાડને પૂજનીય માનવામાં આવે છે. આસોપાલવનું ઝાડ ઉગાડવા અને તેને પાણી પાવાથી ધન લાભ થાય છે. રામાયણમાં દર્શાવવામાં આવ્યું છે કે સીતાજીનું અપહરણ કર્યા પછી રાવણે તેમને આસોપાલવ વૃક્ષની વાટિકામાં જ રાખ્યા હતા. શ્રીરામે તેના માટે કહ્યું હતું કે જે પણ આ ઝાડ નીચે બેસશે, તેના તમામ દુઃખો અને શોક દુર થઇ જશે. વસ્તુશાસ્ત્રમાં તેને સકારાત્મક ઉર્જા આપવા વાળું ઝાડ કહેવામાં આવે છે.

આંબળા : તુલસીની જેમ આ ઝાડ પણ પૂજનીય છે. સૌભાગ્ય અને સમૃદ્ધીની કામનાથી કારતક મહિનામાં મહિલાઓ આ ઝાડની પૂજા કરે છે. આ ઝાડમાં લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ઝાડના છાયામાં બેસીને ભોજન કરવાથી બીમારીઓ દુર થઇ જાય છે.

બીલીપત્ર વુક્ષ : બીલી પત્રના ઝાડમાં ભગવાન શિવ અને લક્ષ્મીજીનો નિવાસ હોય છે. ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ઝાડના દર્શન અને સ્પર્શ કરવાથી જ દિવસ આખો જાણે-અજાણતામાં થયેલા પાપ દુર થઇ જાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.