ગૂગલની નોકરી છોડીને અત્યાર સુધી 93 તળાવ અને સરોવર સાફ કરી ચુક્યો છે આ યુવક

પરિવર્તનની શરૂઆત પોતાનાથી જ થાય છે અને આ કર્યું છે ચેન્નઈના રહેવા વાળા યુવકે. દેશના રસ્તાઓ અને સાર્વજનિક સ્થાનો પર કચરો જોઈને હંમેશા લોકો મોં ફેરવી દે છે. પણ આ યુવકને આ વસ્તુ જરાપણ પસંદ ન હતી. ચેન્નઈ જે આ વર્ષે ભૂમિગત પાણીની અછતને કારણે હેડલાઈનમાં રહ્યું છે, તેનું કારણ છે ચેન્નઈના જળાશયોની સારી રીતે દેખરેખ ન કરવી. ચેન્નઈમાં તળાવ અને જળાશયોના જળસ્રોતો હતા, પણ મોટાપાયે થતા બાંધકામ અને જળ સ્ત્રોતો પ્રત્યે બેદરકારીએ તેની હાલત ખરાબ કરી દીધી છે.

આ સમસ્યાનું સમાધાન કરવા માટે આ યુવકે ગુગલની નોકરી છોડી અને ચૈન્નઈના જળાશયોની સફાઈના કામમાં લાગી ગયો. અમુક લોકો સાથે શરૂ થયેલું આ અભિયાન એક આંદોલન બની ગયું છે, અને અત્યાર સુધી 93 થી વધારે તળાવ અને જળાશયોની સફાઈ કરવામાં આવી ચુકી છે. આ અભિયાનને સાકાર રૂપ આપવા વાળા યુવકનું નામ છે અરુણ કૃષ્ણમૂર્તિ (Arun Krishnamurthy).

અરુણે એન્વાયરમેન્ટાલીસ્ટ ફાઉંડેશન ઓફ ઈંડિયા, Environmentalist Foundation of India (EFI) દ્વારા ચેન્નઈની સાથે દેશના 14 રાજ્યોમાં કામ કર્યું છે. 2007 માં શરૂ થયેલ આ સંગઠન જળશયોમાંથી કચરાની સાથે જ હાનિકારક પદાર્થ જેવા કે પ્લાસ્ટિક, રબર અને અન્ય પદાર્થ કાઢે છે. એ પછી જળાશયોને ફરીથી ગંદા થવાથી બચાવવા માટે કામ કરવામાં આવે છે.

અરુણે આઈએએનએસને જણાવ્યું કે, ચેન્નઈમાં મોટા થયા હોવાને કારણે તળાવો અને જળાશયો સાથે તેમનો નજીકનો સંબંધ રહ્યો. પોતાની શાનદાર નોકરી છોડવા પાછળનું કારણ તે આ જળાશયોમાં કચરાની જગ્યાએ દેડકા, માછલીઓ અને પક્ષીઓ સાથે હરિયાળી જોવા માંગતા હતા. જયારે કામ શરુ કર્યું તો સ્થાનિક પ્રશાસન સાથે જ લોકોનો સાથ મળ્યો. એ પછી કામ વધવા લાગ્યું અને આજે એક મોટું આંદોલન બની ચૂક્યું છે.

અરુણ જણાવે છે કે, અમે રાજ્ય અને કેંદ્ર સરકાર સાથે મળીને કામ કરે છે. પોતાની સંસ્થા EFI દ્વારા જળાશયને સાફ કરવા માટે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરે છે. અમને ખુશી છે કે, સરકાર પણ આવા કામોને પ્રોત્સાહન આપે છે અને અમને બધા ડોક્યુમેન્ટ્સ અને પરવાનગી મળે છે. અમે વ્યક્તિગત દાન સ્વીકાર નથી કરતા, પણ કોઈ સ્વયંસેવકના રૂપમાં અમારી સાથે જોડાવા માંગે તો જોડાઈ શકે છે.

EFI ની દરેક સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓથી લઈને સિનિયર સીટીઝન સુધીના લોકો જોડાયેલા છે. ‘Volunteer for India and her Environment with EFI‘ અભિયાન દ્વારા સ્વયંસેવક અમારી સાથે જોડાય છે. તેની સાથે જ સમાજમાં જાગૃતિ માટે ‘Cyclakes‘ અને ‘Wall-E‘ જેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. બાળકો દ્વારા સરોવરના કિનારા પર સાયકલિંગથી લઈને સાર્વજનિક સ્થળો પર પર્યાવરણ સાથે સંબંધિત પેન્ટિંગ કરવામાં આવે છે.

સમાજમાં જાગૃતિ વધારવાની સાથે ઘણા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. સરકારોની સાથે જ ઘણી ખાનગી સંસ્થાઓ અને ગ્રુપ જેવા કે હિંદુજા ફાઉંડેશન, મુરગપ્પા ગ્રુપ, શ્રીરામ ગ્રુપ શામેલ છે. ચેન્નઈથી નીકળીને મુંબઈ, દિલ્લી, કોલકાતા, પુણે, હૈદરાબાદ, કોયમ્બટૂર, પુડુચેરી, તિરુવંતમપુરમ, અમદાવાદ અને બેંગલોરની સાથે જ ઘણા શહેરોમાં 35 થી વધારે સક્રિય પ્રોજેક્ટ પર તેમની સંસ્થા કામ કરી રહી છે.

અરુણ લોકોને પર્યાવરણ બચાવવાની અપીલ કરતા કહે છે કે, ભારતનું પર્યાવરણ ઘણું જ શાનદાર છે. આપણે આને બચાવવા માટે આપણા ઇતિહાસ પાસેથી શીખવું જોઈએ. તેની સાથે આપણે સક્રિય રૂપથી તેના સંરક્ષણ માટે કામ કરવું જોઈએ.

આ પોસ્ટ મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. અમે આ સ્ટોરીમાં આપવામાં આવેલા તથ્યોની પુષ્ટિ નથી કરતા.