યુવરાજ સિંહની પત્ની હેઝલે શેયર કર્યો રોમાન્ટિક ફોટો, તો ફેન્સે પૂછ્યું : ગુડ ન્યુઝ છે કે?

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની પત્નીએ શેયર કર્યો રોમાન્ટિક ફોટો તો ફેન્સે પૂછ્યું : ગુડ ન્યુઝ છે કે? ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ સિંહે હાલમાં જ પોતાના પતિ સાથેનો એક રોમાન્ટિક ફોટો શેયર કર્યો છે. જેની ઉપર પ્રશંસક કમેંટ કરીને તેમને પ્રેગનેન્સી વિષે પૂછી રહ્યા છે. આવો તમને જણાવીએ તેના વિષે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હાલના દિવસોમાં ક્રિકેટમાં સન્યાસમાંથી પાછા ફરવાના સમાચારોને લઈને ચર્ચામાં છે. યુવી ડોમેસ્ટીક ક્રિકેટમાં પંજાબની ટીમમાં પાછા ફરવા માંગે છે. જો તેમને બીસીસીઆઈ દ્વારા મંજુરી મળી જાય છે, તો તે પંજાબ માટે કદાચ માત્ર ટી-20 રમી શકે છે. તે થોડા સમયથી મોહાલીના PCA સ્ટેડીયમમાં યુવાનો સાથે પ્રેક્ટીસ પણ કરી રહ્યા છે. તેવામાં યુવરાજની પત્ની હેઝલ કીચ સિંહ તેને યાદ કરી રહી છે.

આમ તો હેઝલ કીચ સિંહે પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના પતિ યુવરાજ સિંહ સાથેનો એક રોમાન્ટિક ફોટો શેયર કર્યો છે. આ ફોટામાં યુવી તેમની પત્નીને કિસ કરતા જોવા મળી રહ્યા છે. ફોટો શેયર કરતા હેઝલે કેપ્શનમાં લખ્યું, ‘હું જાણું છું કે તું કામ કરવાવાળો અને વ્યસ્ત માણસ છો, પરંતુ શું તું મારા માટે ઘરે આવી શકે છે.. હું તમે મિસ કરી રહી છું.’

પત્નીની આ પોસ્ટ ઉપર યુવરાજ સિંહે રીપ્લાઈ આપતા લખ્યું કે, ‘હું આવી રહ્યો છું.’ બંને વચ્ચેના આંતિરક પ્રેમને પ્રશંસક ખુબ પસંદ કરી રહ્યા છે, અને ફોટા ઉપર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તેમાંથી અમુક પ્રસંશકોએ તો હદ કરી નાખી હતી. હેઝલ કીચની આ પોસ્ટ ઉપર અમુક લોકોએ આ દંપત્તિને તેના ઘરમાં શુભ સમાચારના પ્રશ્ન પૂછી લીધા. જેને તમે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો. મળતી માહિતી મુજબ હેઝલ આ દિવસમાં મુંબઈ અને યુવરાજ પંજાબમાં છે.

કોણ છે હેઝલ કીચ?

હેઝલ કીચ મૂળ બ્રિટીશ અભિનેત્રી અને મોડલ છે. 18 વર્ષની ઉંમરમાં તે મુંબઈ ફરવા આવી હતી, ત્યાર પછી તેને અભિનયની ઓફર્સ મળવા લાગી. તે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ટેલીવિઝનની દુનિયામાં હેઝલ રીયાલીટી શો ‘બીગ બોસ સીઝન 7’ (2003), ‘ઝલક દિખલા જા’ (સીઝન 6 – વર્ષ 2013) અને ‘કોમેડી સર્કસ’ (2013) માં પણ આવી ચુકી છે.

વર્ષ 2016 માં યુવરાજે હેઝલ સાથે લગ્ન કર્યા હતા :

યુવરાજ સિંહે વર્ષ 2016 માં બોલીવુડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે હેઝલ શરુઆતમાં યુવરાજને ઇગ્નોર કરતી હતી. આમ તો ધીમે-ધીમે બંને નજીક આવ્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો.

વર્ષ 2019 માં યુવરાજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ :

યુવરાજે ગયા વર્ષે જુન 2019 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. યુવરાજ સિંહે પોતાની કારકિર્દીમાં ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી-20 માં 28 વિકેટ લીધી હતી. તે 2017 માં ટી-20 વર્લ્ડકપ અને 2011 માં વનડે વર્લ્ડ કપ જીતવાવાળી ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યા. 2011 ના વર્લ્ડકપમાં તેમને ‘મેન ઓફ ધ સીરીઝ’ નો એવોર્ડ પણ મળ્યો હતો.

હાલ, તે કમેન્ટ્સને જોઇને એવું લાગે છે કે યુવરાજના પ્રશંસકો હવે તેમના ઘરે નવા મહેમાન આવવાની રાહ જોઈ રહ્યા છે, તો હવે જોવાનું એ રહેશે કે ખરેખર ક્યાં સુધીમાં આ દંપત્તિ માતા-પિતા બને છે. તો તમને અમારી આ સ્ટોરી કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.