પેટની દરેક પ્રકારની બીમારીઓનો આયુર્વેદિક ઉપચાર! ઘર માં જ બની જશે દવા વાંચો તો કામ લાગશે

 

રાજીવ ભાઈ કહે છે કે જો તમારું પેટ ખરાબ હોય ઝાડા થઈ ગયા હોય, તમારે વારંવાર શૌચાલય જવું પડતું હોય તો તેની સૌથી સારી દવા છે જીરું. અડધી ચમચી જીરું ચાવીને ખાઈ જાઓ અને પાછળથી હૂંફાળું પાણી પી લો તો ઝાડા એક્દમ બંધ થયી જાય છે. એક જ વારમાં.

જો ખુબ જ વધારે ઝાડા હોય દર બે મિનિટે તમારે શૌચાલય જવું પડતું હોય તો અડધો કપ કાચું દૂધ લઇ લો ગરમ કર્યા વગર અને તેમાં લીંબુ નાખીને જલ્દી થી પી જાઓ. દૂધ ફાટી જાય એ પહેલા પીવાનું છે અને ફક્ત એક જ વારમાં લેવાનું છે. બસ એટલા માં જ ખતરનાક ઝાડા સરખા થઈ જાય છે.

અને એક સારી દવા છે બીલીપત્ર ના વૃક્ષ પર જે ફળ હોય છે તેનો ગર્ભ ભાગ ચાવીને ખાઈ જાઓ અને પાછળ થી થોડું પાણી પી જાઓ આ પણ ઝાડા ને સરખું કરી દે છે. બીલીનો પાવડર બજારમાં મળે છે તેને એક ચમચી હૂંફાળા પાણી સાથે પી જાઓ આ પણ ઝાડાને સરખું કરી દે છે.

જો તમારું પેટ સાફ રહેતું નથી કબજિયાત રહે છે તો તેની સૌથી સારી દવા છે અજમો. તેને ગોળની સાથે નાખી ને ચાવી જાઓ અને પાછળથી ગરમ પાણી પી જાઓ તો પેટ તરત સાફ થઈ જશે, રાત્રે ખાઈને સુઈ જાઓ સવારે ઉઠતા જ પેટ સાફ થઈ જશે.

પેટ સાફ કરવાની બીજી એક સારી દવા છે ત્રિફળા ચૂર્ણ, રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ પાણી ની સાથે પી જાઓ પેટ સાફ થઈ જશે.

પેટ સંબંધિત બે ત્રણ ખરાબ રોગો છે જેવા કે બવાસીર, પાઈલ્સ, હૅમરૉઇડ્સ, ફિશચુલા, ફિશર.. આ બધા રોગોની સારી દવા છે મૂળાનો રસ. એક કપ મૂળાનો રસ જમ્યા પછી પી જાઓ. બપોરે કે સવારે પરંતુ સાંજે ના પિતા દરેક પ્રકારના બવાસીર સરખા થયી જાય છે, ભગંદર સરખું થાય છે, ફીસ્ચુલા, ફિશર સરખું થાય છે. દાડમ નો રસ પીવાથી પણ સરખું થઈ જાય છે.

નીચે વિડિઓ માં જુઓ પેટની બીમારી ના ઘરેલુ ઉપાય

વિડીયો