ઝારખંડમાં છે શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિ, દર્શન કરો 1280 કિલો શુદ્ધ સોનાની બંસીધરની મૂર્તિનો, કિંમત જાણીને ચકિત થઇ જશો

દર્શન કરો શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની મૂર્તિ, એટલી સોનાની કિંમત જાણી તમે બેહોશ થઈ જશો.

મુગલ કાળ સાથે જોડાયેલી મૂર્તિનો ઇતિહાસ, 1828 માં અહીયાની રાણીને ખોદકામ કરતી વખતે મળી મૂર્તિ

10 ફૂટ ઉંચી છે મૂર્તિ, 5 ફૂટ જમીનની અંદર અને 5 ફૂટ જમીનની બહાર છે

શ્રી કૃષ્ણ સાથે અષ્ટધાતુની રાધાની મૂર્તિ પણ સ્થાપિત છે

આજે જન્માષ્ટમી છે. ઝારખંડની પશ્ચિમમાં યુપીની સરહદ નજીક ગઢવા જિલ્લાના નગર ઉંટેરીમાં બંશીધર મંદિર છે. આ મંદિરમાં બિરાજિત ભગવાન કૃષ્ણની મૂર્તિ વિશ્વની સૌથી કિંમતી કૃષ્ણ મૂર્તિ માનવામાં આવે છે. આ મૂર્તિ 1280 કિલો સોનાની બનેલી છે. 1280 કિલો સોનાની કિંમત આજના સમયમાં 716 કરોડથી પણ વધુ હોવાનો અંદાજ છે. જો કે, આ મૂર્તિનું પ્રાચીન મૂલ્ય 2000 કરોડથી પણ વધુ છે, જેનો અંદાજ 2014 માં આંકવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે, તે 4-5 ફૂટની મૂર્તિ જ જોવા મળે છે. પરંતુ તેનો એક મોટો ભાગ હજી પણ પૃથ્વીની અંદર જ છે. મૂર્તિ શેષનાગ ઉપર વિરજિત કૃષ્ણની છે, શેષનાગ વાળો ભાગ જમીનની અંદર છે. મંદિર ટ્રસ્ટીના માનવા મુજબ હજી સુધી આ મૂર્તિ વિષે ચોક્કસ સમયની ગણતરી થઇ શકી નથી.

તેની કિંમતને લઈને પણ મંદિર ટ્રસ્ટના કહેવા મુજબ ભગવાનની કિંમત લગાવી શકાતી નથી. વર્ષ 2018 માં સરકારે શ્રી બંશીધરજીના મંદિરની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, શહેરનું નામ નગર ઉંટારીથી બદલીને શ્રી બંશીધર નગર કરી દીધું છે.

જમીનની ઉપર ભગવાન બંશીધરની મૂર્તિ માત્ર પાંચ ફૂટનો ભાગ જોવા મળે છે. 5 ફૂટ જમીનની અંદર દટાયેલી છે.

કૃષ્ણ સાથે રાધાની 120 કિલો અષ્ટધાતુની મૂર્તિ

1280 કિલો સોનાની કૃષ્ણ મૂર્તિ સાથે રાધાની પણ એક મૂર્તિ છે. આ મૂર્તિ આઠ ધાતુની છે અને તેનું વજન લગભગ 120 કિલો છે. આ મૂર્તિની પણ આજના સમયમાં કિંમત અંદાજીત કરોડોમાં આંકવામાં આવે છે.

જન્માષ્ટમી નિમિત્તે મંદિરને શણગારવામાં આવ્યું છે, પરંતુ કોરોનાને કારણે ભક્તોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે.

કોરોનાના કારણે માર્ચથી બંધ છે મંદિર

ઝારખંડમાં કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને તમામ મંદિરો 15 માર્ચથી બંધ છે. બંશીધર મંદિર પણ ત્યારથી જ બંધ છે. જો કે, આમાં પૂજા પાઠ સતત ચાલુ છે. દર વર્ષે જન્માષ્ટમી ઉપર આ તહેવાર મોટા પાયે ઉજવવામાં આવે છે અને હજારો શ્રી કૃષ્ણ ભક્તો અહીંયા આવે છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે ખૂબ જ ઓછા ભક્તો અહીંયા આવે છે. એક અંદાજ મુજબ એક વર્ષમાં અહિયાં લગભગ 10 લાખ લોકો દર્શન કરવા આવે છે.

ઔરંગઝેબની પુત્રીએ મુગલના ખજાના માંથી આ મૂર્તિને બનાવી હતી

શ્રી બંશીધર મંદિર ટ્રસ્ટના સલાહકાર ધીરેન્દ્ર કુમાર ચૌબેના જણાવ્યા મુજબ મુગલ સમ્રાટ ઔરંગઝેબની પુત્રી જૈબુન્નિસા શ્રી કૃષ્ણની ભક્ત હતી. તે સમયે મોગલોનો ખજાનો કલકત્તાથી દિલ્હી લઈ જવામાં આવ્યો હતો. નગર ઉંટારી વિસ્તારમાં શિવાજીના સરદાર રૂદ્ર શાહ અને બહિયાર શાહ રહેતા હતા.

અહીંયાથી મુગલોનો જે પણ ખજાનો જતો હતો. તે શિવાજીના સરદાર લુટી લેતા હતા. મોગલોએ બંશીધર ભગવાનની મૂર્તિ કોઈ મંદિરમાંથી લૂંટી હતી. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણની જેબુન્નિસાએ આ મૂર્તિ નગર ઉંટારીમાં રહેતા શિવાજીના સરદારો સુધી પહોચાડી હતી.

શિવાજીના સરદારો મોગલોથી બચાવવા માટે મૂર્તિ નગર ઉંટારીથી 22 કિમી દુર પશ્ચિમમાં એક પહાડમાં છુપાવી દીધી હતી. આ મૂર્તિ હજારો વર્ષ જૂની છે, કારણ કે મૂર્તિના શેષનાગ ઉપર કંઈક લખ્યું છે, જેને આજ સુધી કોઈ સમજી શક્યું નથી, તે શું લખ્યું છે અને કઈ ભાષામાં લખ્યું છે. મૂર્તિ દક્ષિણની સ્થાપત્ય શૈલીની છે.

રાજમાતાને સ્વપ્નામાં આપ્યા હતા દર્શન

અહીંયાના રાજવી કુટુંબના રાજકુમાર અને મંદિર સમિતિના મુખ્ય ટ્રસ્ટી રાજેશ પ્રતાપ દેવ અનુસાર રાજા ભવાનીસિંહ દેવના મૃત્યુ પછી તેમની રાણી શિવમાની કુંવર શાહી શાસન ચલાવી રહ્યા હતા. તેમણે 14 ઓગસ્ટ 1827 ના રોજ જન્માષ્ટમીના ઉપવાસ કર્યા હતા. તે સમયે રાજમાતાને સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા.

રાજ કુટુંબના રાજકુમાર અને મંદિર સમિતિના મુખ્ય ટ્રસ્ટી રાજેશ પ્રતાપ દેવના કુટુંબના રાજમાતાને જ ભગવાને સ્વપ્નામાં દર્શન આપ્યા હતા.

શ્રી કૃષ્ણએ રાણીને વચન માગવા કહ્યું, તો રાણીએ ભગવાન પાસે હંમેશા કૃપા જાળવી રાખવાનું વચન માગ્યું. ત્યારે ભગવાને રાણીને કનહર નદીના કાંઠે યુપીના મહુરિયા નજીક શિવ ટેકરી ઉપર તેમની મૂર્તિ દટાયાની માહિતી આપી. ત્યાર પછી ત્યાં ખોદકામ કરવામાં આવ્યું તો અહીંયા 10 ફૂટ ઉંચી સોનાની કૃષ્ણની મૂર્તિ મળી આવી.

ત્યાર પછી વારાણસીથી રાધા રાણીની અષ્ટધાતુની મૂર્તિ મગાવીને શ્રી કૃષ્ણ સાથે 21 જાન્યુઆરી 1828 ના રોજ સ્થાપવામાં આવી હતી. ખોદકામમાં મળી આવેલી વાંસળી વાદન કરતી મૂર્તિનું વજન 32 મણ એટલે કે 1280 કિલો છે.

સાડા ત્રણ એકરમાં બનાવવામાં આવ્યું છે આ મંદિર

ધીરેન્દ્ર કુમાર ચૌબેએ જણાવ્યું કે મંદિરમાં સ્થાપિત મૂર્તિ સ્વયંભુ છે. આ તીર્થને મથુરા અને વૃંદાવન જેવું જ માનવામાં આવે છે. આ મૂર્તિમાં શ્રી કૃષ્ણ શેષનાગની ઉપર કમળના ફૂલ ઉપર વાંસળી વગાડીને નૃત્ય કરતા બિરાજમાન છે. શેષનાગ વાળો ભાગ જમીનમાં દટાયેલો છે. આખું મંદિર લગભગ સાડા ત્રણ એકરમાં બનેલુ છે. મંદિરની ઊંચાઈ આશરે 50 ફૂટ છે.

સુરક્ષા માટે સરકારી ગાર્ડ્સ

ઝારખંડ સરકાર તરફથી મંદિરમાં સુરક્ષા માટે ગાર્ડ ગોઠવવામાં કરવામાં આવ્યા છે. યુપી એટીએસને એવી માહિતી મળી હતી કે બંશીધર મંદિર ઉપર હુમલો થઈ શકે છે. આતંકવાદીઓ મંદિરને નુકસાન પહોંચાડી શકે છે. ત્યાર પછી સરકારે અહીંયા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ચોવીસ કલાક અહિયાં ગાર્ડઝ ગોઠવવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ જન્મ જયંતિ નિમિત્તે અહીંયા વધારાના મેજિસ્ટ્રેટ અને પોલીસ દળ ગોઠવવામાં આવ્યા છે.

ત્રીદિવોનું સ્વરૂપ છે આ મૂર્તિ

ભગવાન શ્રીકૃષ્ણની આ મૂર્તિમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનું સ્વરૂપ છે. શ્રી બંશીધરજી, શિવજીની જેવા જટાધારી છે, વિષ્ણુજીની જેમ શેષનાગની પથારી ઉપર કમળના ફૂલ ઉપર બેઠા છે. કમળના ફૂલ ઉપર બ્રહ્માજી બેસે છે. આ રીતે આ મૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેયના દર્શન કરી શકાય છે.

વંશ પરંપરા અનુસાર નિયુક્ત કરવામાં આવે છે પુજારી

આ મંદિરના મુખ્ય પૂજારી પ. બ્રજ કિશોર તિવારી છે. મંદિરમાં પૂજારી વંશ પરંપરા દ્વારા જ નક્કી કરવામાં આવે છે. તેમના પૂર્વજો અહીંયા પૂજા કરતા હતા. આ તેમની છઠ્ઠી-સાતમી પેઢી છે. મંદિરનો જાપ કરનારા આચાર્ય પં.સત્યનારાયણ મિશ્રા છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.