તમે ક્યારે વિચાર્યું કે મોબાઈલ ચાર્જર પર આ સિમ્બોલ નો મતલબ શું હોય છે?

પર્યાવરણ માટે તમને ચિંતા હોય તો ખાસ વાંચો આ ચાર્જર સાથે જોડાયેલી વાતો

આખો દિવસ ફોન ચાલતો રહે, તેના માટે તેને ચાર્જ કરતા રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે આજકાલ મોબાઇલની બેટરી ડાઉન થવાનો મતલબ જીવન ડાઉન થવા જેવુ થઈ ગયું છે. પરતું જ્યારે તમે પોતાના મોબાઈલનું ચાર્જર ઉઠાવો છો તો ધ્યાન આપ્યું હશે કે તેના પર કેટલાક ચિન્હો પણ બનેલ હોય છે પરતું શું તમે ક્યારે જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ ચિન્હોનો મતલબ શું થાય છે અને આ ચાર્જર પર કેમ હોય છે?

જો નથી ખબર તો કોઈ વાત નહીં કારણ કે આજે અમે તમને આ ચાર્જર પર બનેલ બધા ચિન્હોનો મતલબ સમજાવીશું.

1. ડબલ ચોરસ

આ એક પ્રકારનું સેફટી ચિન્હ છે, જેનો મતલબ છે કે તમારા મોબાઈલ ચાર્જરની અંદર કરવામાં આવેલ વાયરિંગ ડબલ ઇન્સુલેટડ છે. એટલે કોઈ પણ રીતે તમને કરંટ લાગશે નહિ.

2. વી

તમને જણાવી દઈએ કે આ ચિન્હનો મતલબ વી નહિ પાંચ છે, જે રોમનમાં લખ્યું છે. આ ચાર્જરની પાવર ક્ષમતા જણાવે છે. તેનો મતલબ હોય છે કે ચાર્જર પાંચ ધોરણો પર ખરું ઉતર્યું છે. આ જ કારણ છે કે ભારતમાં મળવા વાળા ચાર્જરો પર તેમની ક્ષમતાના પ્રમાણે અલગ અલગ નંબર આપવામાં આવ્યું છે.

3. હોમ

તેનો સીધો મતલબ છે કે તમારું ચાર્જર ઘર પર ખાનગી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યું છે. એવામાં તેમનો ઉપયોગ ઘરની બહાર કે પછી જ્યાં હાઈ વોલ્ટેજ હોય ત્યાં ઉપયોગ કરવો જોઈએ નહિ. કારણ કે તેનાથી તમારા ચાર્જરની સાથે તમારો મોબાઈલ પણ ખરાબ થઈ શકે છે.

4. ડસ્ટબિન

આ ક્રોસ ડસ્ટબિન ચિન્હનો મતલબ છે કે જો તમારું ચાર્જર ખરાબ થઈ જાય તો તમે તેને ડસ્ટબિનમાં ના ફેંકો. તેના કરતા તમે તેને રિસાઇક્લિન કરવા માટે કંપનીને આપી શકો છો કારણ કે તેમાં એવા મેટેરિયલ્સ ઉપયોગ કરવામાં આવેલ હોય છે જેને આમ જ ફેંકી દેવું પર્યાવરણ માટે સારું નથી.

5. ISIEC

આઠ જેવો દેખાવવા વાળું આ ચિન્હ એક સર્ટિફિકેટ માર્ક હોય છે, તેનો મતલબ છે કે તમારું ચાર્જર બધા સેફટી ધોરણો પર ખરો ઉતર્યો છે. સાથે જ તેનું પરફોર્મેંસ પણ સારું છે. એટલું જ નહિ, આ ચિન્હ એ પણ જણાવે છે કે તમારી પાસે જે ચાર્જર છે તે એક અસલી અને ક્વલીટી ચાર્જર છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકલ ચાર્જરમાં આ ચિન્હ હોતા નથી.

તો તમે ક્યારે વિચાર્યું હતું કે આ ચિન્હનો ઘણા મહત્વપૂર્ણ મતલબ હોય છે. એપલ જેવી કંપનીએ ચાર્જર સાથે આપવાનું બંદ કરી ને લાખો ટન ઈ વેસ્ટ થતો બચાવ્યો છે સાથે લાખો ટન કોપર વગેરે ધાતુ નો બગાડ પણ બંધ થયો છે. તમારા ઘરે પણ ઈ વેસ્ટ હોય તો તેને હમેશા ભંગાર મા આપો જેથી ત્યાંથી તે રીસાયકલ થઈ શકે. આવી રીતે પર્યાવરણ પ્રત્યે થોડી સેવા પણ થઈ જશે